________________
૧૮૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શકતા હતા. ગુરૂએ તેમને જ્યારે આચાર્યપદ આપ્યું ત્યારે તેમનું નામ બપ્પભટ્ટસૂરિ રાખ્યું.
એક વખત ગ્વાલીયરના રાજા યશોવર્માનો પુત્ર આમકુમાર પિતાથી રીસાઈને બપ્પભટ્ટસૂરિ પાસે આવ્યો. કાવ્યનો શોખીન હોવાથી તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં આમને પિતાએ રાજ્ય મળ્યું. આમકુમારે બપ્પભટ્ટસૂરિને પોતાને નગર બોલાવ્યા અને કહ્યું કે, આ રાજ્યનો આપ સ્વીકાર કરો.' સૂરિએ કહ્યું કે, દેહમાં પણ અમે સ્પૃહા રાખતા નથી તો અમારે રાજ્યને શું કરવું છે?” રાજા આશ્ચર્ય પામ્યો પછી ગુરૂના ઉપદેશથી તેણે એક પ્રાસાદ બનાવ્યો અને તેમાં સુવર્ણની મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
એક વખત આમરાજાની સભા આગળ નટનું ટોળું નાચ કરતું હતું તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમ તેમાં મોહમુગ્ધ બન્યો. અને તેના રૂપમાં આકર્ષાઈ તેના રૂપને વર્ણનાત્મક એક શ્લોક બોલી ઉઠયો. સૂરિ મહારાજને આની ખબર પડી, તેમણે આમને સમજાવવા જળની અન્યોક્તિવાળો શ્લોક તેના પ્રાસાદમાં ભારવટ ઉપર લખાવ્યો. શ્લોક વાંચી રાજાને પોતાના કાર્ય માટે શરમ આવી અને તેના પ્રાયશ્ચિત્ત માટે તપાવેલી પુતળીને ભેટવા તૈયાર થયો. સૂરિને ખબર પડતાં તેને સમજાવ્યો કે, હે રાજનું! તે પાપનો સંકલ્પ કર્યો છે. તેથી તેનું પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ કરી, ધર્મ આરાધ, પણ વૃથા જીવન ગુમાવી ન દે.' રાજાએ ત્યારપછી ગુરૂ મહારાજ પાસે વ્રતો ગ્રહણ કર્યા અને ધર્મમાં રક્ત બન્યો.
આમ રાજાને પોતાના પૂર્વભવ જાણવાની ઈચ્છા થઈ અને તેણે હું પૂર્વભવમાં કોણ હતો? તેમ ગુરૂ મહારાજને પૂછયું. ગુરૂએ તેને કહ્યું કે હે રાજા ! તું પૂર્વભવમાં તાપસ હતો. તે એકાંતર ઉપવાસ વડે દોઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવે રાજા થયો છે તેની પ્રતીતિ માટે કલિંજરગિરિની તળેટીમાં રહેલ શાલવૃક્ષ નીચે અદ્યાપિ તારી જટા પડેલી છે.” રાજાએ સેવકો દ્વારા જટા મંગાવી તેને પૂર્વભવ યાદ આવ્યો. ગુરૂ મહારાજની સાનિધ્યતામાં સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થે આવ્યો અને દિગંબરીઓએ બચાવી પાડેલ તે તીર્થ શ્વેતામ્બરીઓને પાછું અપાવ્યું. ઈત્યાદિ વિસ્તાર ચતુર્વિશતિ પ્રબંધમાં છે.
- કુમારપાલની કથા હેમચંદ્રાચાર્યે એક વખત રાજસભામાં કહ્યું -
धर्मो जीवदया तुल्यो, क्वापि जगतीतले
तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः ।। (આ જગતમાં જીવદયા તુલ્ય કોઈ ધર્મ નથી. માટે માણસોએ સર્વ પ્રયત્નથી જીવદયાનું પાલન કરવું જોઈએ.)
આ પ્રમાણેનો ઉપદેશ સાંભળી કુમારપાળે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતનો સ્વીકાર કર્યો. અને અઢાર દેશમાં અમારિ પળાવી. બીજા દેશોમાં પણ જ્યાં પોતાની લાગવગ હતી ત્યાં અમારિ પળાવી. કુવે કુવે સર્વ જળાશયે પાણી ગળાવવાની વ્યવસ્થા કરાવી, એક વખત કુમારપાળે સામાયિકમાં પગે