________________
૨૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોક-પરંપરાથી ચાલતું આવેલું ખેતી-વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે-આચાર્યના ઉપદેશથી થયેલું શિલ્પ અને ઉપદેશથી ન થયેલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે અને ખેતી, વ્યાપાર, આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહીં પ્રત્યક્ષ કહ્યાં, બાકી રહેલા કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરુષોની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે.
કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે. કહ્યું છે કે બુદ્ધિથી કર્મ (કાર્ય કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર એક દષ્ટાંત કહે છે -
બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત ચંપાનગરીમાં મદન નામે એક શ્રેષ્ઠીનો પુત્ર હતો. તેમણે બુદ્ધિ આપનારા લોકની દુકાને જઈ પાંચસો લપિયા આપી એક બુદ્ધિ લીધી "બે જણા લડતા હોય ત્યાં ઉભા રહેવું નહીં." ઘેર આવ્યો મિત્રોએ પાંચસો રૂપિયે બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મશ્કરી કરી તથા પિતાએ પણ ઘણો ઠપકો આપ્યો. તે મદન બુદ્ધિ પાછી આપી પોતાનાં નાણાં લેવા દુકાનવાળા પાસે આવ્યો, ત્યારે દુકાનદારે કહ્યું કે "જ્યાં બે જણાની લડાઈ ચાલતી હોય ત્યાં અવશ્ય ઉભા રહેવું." એમ તું કબૂલ કરતો હોય તો રૂપિયા પાછા આપું. તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો દ્રમ્મ પાછા આપ્યા.
હવે એક સમયે માર્ગમાં બે સુભટોનો કાંઈ વિવાદ થતો હતો, ત્યારે મદન તેમની પાસે ઉભો રહ્યો. બને સુભટોએ મદનને સાક્ષી તરીકે કબૂલ કર્યો, ન્યાય કરવાનો સમય આવ્યો ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યો. ત્યારે બન્ને સુભટોએ મદનને કહ્યું, "જો મારી તરફેણમાં સાક્ષી નહીં પૂરે, તો તારું આવી બન્યું એમ જાણજે." એવી ધમકીથી આકુળ-વ્યાકુળ થયેલા ધન શ્રેષ્ઠીએ પોતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ દ્રમ્મ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે તું તારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયો, એ બુદ્ધિકર્મ ઉપર દષ્ટાંત કહ્યું છે.
વ્યાપાર આદિ કરનારા લોકો હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લોકો પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લોકો મસ્તકથી કામ કરનારા જાણવા.
સેવા. ૧ રાજાની, ૨. રાજાના અમલદાર લોકોની, ૩ શ્રેષ્ઠીની અને ૪ બીજા લોકોની મળી ચાર પ્રકારની સેવાથી અહોરાત્ર પરવશતા આદિ ભોગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે સેવક કાંઈ ન બોલે તે મૂંગો કહેવાય, જો છૂટથી બોલે તો બકનારો કહેવાય, જો આવો બેસે તો બુદ્ધિહીન કહેવાય, જો સહન કરે તો હલકા કુળનો કહેવાય માટે યોગીઓથી પણ ન જાણી શકાય એવો સેવાધર્મ બહુ જ કઠણ છે.
જે પોતાની ઉન્નતિ થવાને અર્થે નીચું માથુ નમાવે, પોતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિને અર્થે દુઃખી થાય એવા સેવક કરતાં બીજો કોણ મૂર્ખ હશે?