________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૨૦૫ પારકી સેવા કરવી તે શ્વાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતો નથી, કારણ કે, શ્વાન ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે ત્યારે માણસને બહુ બહુ કરવું ને સહેવું પડે છે, માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નચ છે એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ કરવો. કેમકે-મોટો શ્રીમાન્ હોય તેણે વ્યાપાર કરવો, અલ્પ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટે સેવા કરવી.
સેવા કોની કરવી સમજી, ઉપકારનો જાણ તથા જેનામાં બીજા એવા જ ગુણ હોય, તે ધણીની સેવા કરવી. કેમકે જે કાનનો કાચો ન હોય તથા શૂરવીર, કરેલા ઉપકારનો જાણ, પોતાનું સત્ત્વ રાખનારો, ગુણી, દાતા, ગુણ ઉપર પ્રીતિ રાખનારો એવો ધણી સેવકને ભાગ્યથી મળે છે, ક્રૂર, વ્યસની, લોભી, નીચ, ઘણા કાળનો રોગી, મૂર્ખ અને અન્યાયી એવા માણસને કદિ પણ પોતાનો અધિપતિ ન કરવો. જે માણસ અવિવેકી રાજા પાસેથી પોતે ઋદ્ધિવંત થવાને ઈચ્છે છે, તે પંગુ છતાં પોતાને ઋદ્ધિપ્રાપ્ત થવાને અર્થે સો યોજના પગે જવાની ધારણા કરે છે; અર્થાત્ તે નકામી એમ સમજવું.
કામદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે-વૃદ્ધ પુરુષોની સંમતિથી ચાલનારો રાજા સપુરુષોને માન્ય થાય છે, કારણ કે ખરાબ ચાલના લોકો કદાચિત તેને ખોટે માર્ગે દોરે તો પણ તે જાય નહીં. ધણીએ પણ સેવકના ગુણ પ્રમાણે તેનો આદર સત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે – જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકોને સરખી પંકિતમાં ગમે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોનો ઉત્સાહ ભાંગી જાય છે.
સેવક કેવો હોય ? સેવકે પણ પોતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ કેમકે, સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારો હોય તો પણ તે જો બુદ્ધિહીન અને કાયર હોય તો તેથી ધણીને શું લાભ થવાનો? તથા સેવક બુદ્ધિશાળી અને પરાક્રમી હોય તો પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારો ન હોય તો તેથી પણ શું લાભ થવાનો? | માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણ હોય તે જ રાજાના સંપકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયોગી થઈ પડે એવા જાણવા અને જેમનામાં ગુણ ન હોય તે સેવક સ્ત્રી સમાન સમજવા.
કદાચિત્ રાજા પ્રસન્ન થાય તો તે સેવકને માનપત્ર આપે છે. પણ સેવકો તો તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ઘણી ચતુરાઈથી કરવી, કેમકે સેવકે સર્પ, વ્યાધ્ર, હાથી અને સિંહ એવા ક્રૂર જીવોને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે બુદ્ધિશાળી અને ડાહ્યા પુરુષોએ "રાજાને વશ કરવો એ વાત સહજ છે."
રાજાને વશ કરવાની રીતિ રાજાદિકને વશ કરવાના પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહ્યા છે, તે એ છે કે :- ડાહ્યા સેવકે