________________
૨૦૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધણીની બાજુએ બેસવું, તેના મુખ ઉપર દષ્ટિ રાખવી, હાથ જોડવા અને ધણીનો સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવા. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું તથા બહુ દૂર પણ ન બેસવું, ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઉંચા આસન ઉપર પણ ન બેસવું, ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું, કારણ કે બહુ પાસે બેસીએ તો ધણીની અકળામણ થાય, બહુ દૂર બેસે તો બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તો બીજી કોઈ માણસને ખોટું લાગે અને પાછળ બેસે તો ધણીની દષ્ટિ ન પડે માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.
સ્વામિ આદિને વિનંતિ કયારે કરવી થાકી ગયેલો; સુધાથી તથા તૃપાથી પીડાયેલો ક્રોધ પામેલો, કોઈ કાર્યમાં રોકાયેલો, સુવાનો વિચાર કરનારો તથા બીજા કોઈની વિનંતિ સાંભળવામાં રોકાયેલો એવી અવસ્થામાં ધણી હોય તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હોય તો કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવીકુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ, અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ વર્તવું.
| "પૂર્વે મેં જ એ સળગાવ્યો છે, માટે હું એની અવહેલના કરું, તો પણ એ મને બાળશે નહીં" એવી ખોટી સમજથી જો કોઈ માણસ પોતાની આંગળી દીવા ઉપર ધરે તો તે તત્કાળ બાળી નાંખે છે. તેમ "મેં જ એને હિમ્મતથી રાજપદવીએ પહોંચાડ્યો છે, માટે તે રુષ્ટ ન થાય એવી સમજથી જો કોઈ માણસ રાજાને આંગળી પણ અડાડે તો તે રુષ્ટ થયા વગર રહે નહીં. માટે તે રુટ ન થાય તેમ ચાલવું.
કોઈ પુરુષ રાજાને ઘણો માન્ય હોય તો પણ મનમાં તેણે તે વાતનો ગર્વ ન કરવો, કારણ કે, "ગર્વ વિનાશનું મૂળ છે." એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે :
દિલ્હી શહેરના બાદશાહના મોટા પ્રધાનને ઘણો ગર્વ થયો. તે મનમાં એમ સમજવા લાગ્યો કે, "રાજ્ય મારા ઉપર જ ટકી રહ્યું છે." એક સમયે કોઈ મોટા માણસ આગળ તેણે ગર્વની વાત પણ કહી દીધી, તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકયો અને તેની જગ્યા ઉપર હાથમાં રાંપડી રાખનારો એક નજીકમાં મોચી હતો તેને રાખ્યો. તે કામકાજના કાગળ ઉપર સહીની નિશાની તરીકે રાંપડી લખતો હતો, તેનો વંશ હજી દિલ્હીમાં હયાત છે.
રાજસેવાની શ્રેષ્ઠતા આ રીતે રાજાદિક પ્રસન્ન થાય તો ઐશ્વર્ય આદિનો લાભ થવો અશકય નથી. કહ્યું છે કે – શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ-પોષણ અને રાજાનો પ્રાસાદ એટલાં વાનાં તત્કાળ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લોકો રાજા આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરો, પણ રાજસેવા કર્યા વગર સ્વજનનો ઉદ્ધાર અને શત્રુનો સંહાર થાય નહિ. કુમારપાળ નાસી ગયા, ત્યારે વીસરી બ્રાહ્મણે તેમને સહાયતા આપી તેથી પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું.
કોઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પોલિયાનું કામ કરતો હતો. તેણે એક સમયે સર્પનો ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થયેલા જિતશત્રુ રાજાએ તે દેવરાજને પોતાનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ દિનાં સર્વ કામો પણ રાજસેવામાં જ સમાઈ જાય છે,