________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
૨૧૩
તે બાળકે પ્રથમ રુદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, "એક લાખ સોનૈયા હું તમારી પાસે માંગું છું, તે આપો; નહીં તો તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠીએ પુત્રનો જન્મોત્સવ કરી છઢે દિવસે એક લાખ સોનૈયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યો. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ન તથા શુકન
પણ સારા થયા.
પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, "મારે ઓગણીશ લાખ સોનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચક્રેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ સોનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજય ગયો. ત્યાં લેપ્ટમમ પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રત્નની પ્રતિમાઓ સ્થાપન કરી. આ રીતે ૠણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠીની કથા કહી.
ઋણના સંબંધમાં પ્રાયઃ કલહ તથા વૈરની વૃદ્ધિ વગેરે થાય છે. તે લોકમાં પ્રસિદ્ધ છે માટે ઋણનો સંબંધ ચાલતા ભવમાં જ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવો. બીજું વ્યવહાર કરતાં જો દ્રવ્ય પાછું ન આવે, તો મનમાં એમ જાણવું કે તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પણ પાછું ન મળે તો, તે ધર્માર્થે ગણવાનો માર્ગ રહે, તે માટે જ વિવેકી પુરુષે સાધર્મિક ભાઈઓની સાથે જ મુખ્ય માર્ગે વ્યવહા૨ ક૨વો, એ યોગ્ય છે. મ્લેચ્છ આદિ અનાર્ય લોકો પાસે લેણું હોય, અને તે જો પાછું ન આવે તો તે દ્રવ્ય ધર્માર્થે છે એવું ચિંતવવાને કાંઈ પણ રસ્તો નથી, માટે તેનો કેવળ ત્યાગ કરવો અર્થાત્ તેના ઉપરથી પોતાની મમતા છોડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે તો તે શ્રીસંધને ધર્માર્થે વાપરવાને અર્થે સોંપવું.
ધન-શસ્ત્ર વગેરે ખોવાય તો તેને વોસિરાવવાં
દ્રવ્ય, શસ્ત્ર આદિ આયુધ અથવા બીજી પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય, અને પાછી મળવાનો સંભવ ન રહે, ત્યારે તેનો પણ ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી જો ચોર આદિ ચોરાઈ ગયેલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે, તો તે દ્વારા થતા પાપના ભાગીદાર આપણે થતા નથી એટલો લાભ છે. વિવેકી પુરુષે અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, કુટુંબ દ્રવ્ય, શસ્ત્ર, આદિ વસ્તુનો આ રીતે ત્યાગ કરવો.'એમ ન કરે તો અનંતા ભવ સુધી તે વસ્તુના સંબંધથી થનારાં માઠાં ફળ ભોગવવાં પડે.
આ અમારું વચન સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એમ નથી. શ્રી ભગવતી સૂત્રના પાંચમા શતકના છઠ્ઠા ઉદ્દેશામાં શિકારીએ હરણને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દોરીથી તથા લોઢાથી હરણ હણાયો તે ધનુષ્ય, બાણ વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાપ ક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તો, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ