________________
૧૯૦.
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા, શસ્ત્રથી પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અપ્રાસુક. પ્રાસુક સરિસવાય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ બે પ્રકારના છે. એક એષણીય અને બીજા અને પણીય. એષણીય સરિસવય પણ બે પ્રકારના છે. એક લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાક, અજાત, અને પણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ કુલત્ય અને માસ પણ જાણવા. તેમાં એટલો જ વિશેષ કે માસ ત્રણ પ્રકારના છે. એક કાલમાસ (મહિનો), બીજો અર્થ માસ (સોના-રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજો ધાન્યમાષ (અડદ).
એવી રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યે બોધ કર્યો ત્યારે પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુક પરિવ્રાજકે દીક્ષા લીધી. થાવચ્ચપુત્ર આચાર્ય પોતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા, પછી શુક્રાચાર્યે શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને પ્રતિબોધ કરી દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસો શિષ્યોની સાથે વિચરવા લાગ્યા.
એટલામાં હંમેશાં લૂખો આહાર ખાધામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા, ત્યાં તેમનો ગૃહસ્થપણાનો પુત્ર મંદુક રાજા હતો, તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધનો અને પથ્યનો સારો યોગ મળ વાથી શેલક મુનિરાજ રોગ રહિત થયા, તો પણ સ્નિગ્ધ આહારની લોલુપતાથી વિહાર ન કરતાં તે ત્યાં જ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક ચોમાસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવ્યો, ત્યારે પંથ કે ખમાવવાને અર્થે તેમના પગે પોતાનું માથું અડાયું, તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઉડી ગઈ. પોતાના ગુરુને રોપમાન થયેલા જોઈને પંથકે કહ્યું "ચાતુર્માસમાં થયેલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો."
પંથકનું એવું વચન સાંભળી શેલકમુનિરાજ વૈરાગ્ય પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, "રસવિષયમાં લોલુપ થયેલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પોતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્ત્રાપુત્રની કથા છે. ૧. ‘કુઝન્થ' શબ્દ માગધી છે. કુલત્થ' (કળથી) અને કુલસ્થ” એ બે સંસ્કૃત શબ્દોનું કુલત્થ' એવું માગધીમાં એક જ રૂપ થાય છે. ૨. માસ (મહિનો), મેષ (અડદ) અને માસ (તોલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં ‘માન' એવું એક જ રૂપ થાય છે.