________________
પ્રથમ દિનનૃત્યપ્રકાશ
છે કે, દુષ્ટનો દંડ, સજ્જજનો સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા, એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે.
૨૦૧
સોમનીતિમાં પણ કહેલું છે કે, "અપરાધના જ જેવો દંડ પુત્ર ઉપર પણ કરવો.” માટે આને શું દંડ આપવો યોગ્ય લાગે છે ? તે કહો. તો પણ તે કાયદાના જાણ પુરુષ કાંઈ પણ બોલ્યા નહીં, અણબોલ્યા રહ્યા. રાજા બોલ્યો-આમાં કોઈનો કંઈ પણ પક્ષપાત રાખવાની જરૂર નથી, ન્યાયથી જેણે જેવો અપરાધ કીધેલો હોય તેને તેવો દંડ આપવો જોઈએ. માટે આણે આ વાછરડા ઉપર ચક્કર ફેરવ્યું છે તો એના ઉપર પણ ચક્કર ફેરવવું યોગ્ય છે. એમ કહી રાજાએ ત્યાં ઘોડાગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહીંયાં તું સુઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘોડાગાડી હાંકનારને કહ્યું કે, આના ઉપર ગાડીનું ચક્કર ચલાવો, પણ તેણે ગાડી ચલાવી નહીં.
ત્યારે લોકો ના પાડતાં છતાં પણ રાજા પોતે તે ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘોડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર ચલાવવા ઉદ્યમ કરે છે, તે જ વખતે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયિકા દેવી બની (બનેલી ગાયને બદલે ખરી દેવીએ) જયજય શબ્દ કરતાં તેની ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી કહ્યું કે - રાજન્ ! ધન્ય છે તને, તેં આવો ન્યાય અધિક પ્રિયતમ ગણ્યો, માટે ધન્ય છે તને, તું ચિરકાળપર્યંત નિર્વિઘ્ન રાજ્ય કર, હું ગાય કે વાછરડો કંઈ નથી. પણ તારા રાજ્યની અધિષ્ઠાયિકા દેવી છું. તારા ન્યાયની પરીક્ષા કરવા આવી હતી. તું એવું ચિરકાળ રાજ્ય નિર્વિઘ્ને ચલાવજે. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ.
રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાનું અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણકય આદિની જેમ ન્યાય કરવો. કહ્યું છે કે -
રાજાનું હિત કરતાં લોકોથી વિરોધ થાય, લોકોનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બન્નેને રાજી રાખવામાં મ્હોટો વિરોધ થાય, પણ રાજા અને પ્રજા એ બન્નેના હિતના કાર્યનો કરનાર મળવો મુશ્કેલ છે. એથી બન્નેના હિતકારક બની પોતાનો ધર્મ સાચવીને ન્યાય ક૨વો.
વ્યાપાર-વિધિ
વ્યાપારીઓને ધર્મનો અવિરોધ તે વ્યવહારશુદ્ધિ વિગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે) તો ધર્મમો વિરોધ થતો નથી. તે જ વાત મૂલગાથામાં કહે છે –
વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મન-વચન-કાયાની નિર્મળતા (સરળતા) છે. તે જ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં. આથી વ્યવહારશુદ્ધિ થાય છે. વળી દેશાદિક વિરુદ્ધનો ત્યાગ કરીને વ્યાપાર કરતાં પણ જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે. તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે, ઉચિત આચારનું સેવન કરવાથી એટલે લેવડદેવડમાં જરામાત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયોપાર્જિત વિત્ત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પોતાનો ધર્મ બચાવીને એટલે કે પોતે અંગીકાર કરેલ વ્રત પચ્ચક્ખાણ કે