________________
૧૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જેનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા શ્રાવક સર્વ પ્રકારના ઉદ્યમથી જિનપ્રવચનના પ્રત્યેનીકો (જેનના પી)ને નિવારે, અથવા સાધુ વિગેરેની નિંદા કરનારાઓને પણ યથાયોગ્ય શિક્ષા આપે, જે માટે કહેવું છે કે -
છતી શક્તિએ આજ્ઞાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠા વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી.
જેમ અભયકુમારે પોતાની બુદ્ધિથી જૈનમુનિ પાસે દીક્ષા લેનાર એક ભિખારીની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ વારવા.
અભયકુમાર શ્રેણિક રાજાનો બુદ્ધિનિધાન અભયકુમાર નામે પુત્ર પ્રસિદ્ધ છે. એક વખત એક કઠિયારાએ સુધર્મા સ્વામી પાસે દીક્ષા લીધી. કેટલાક અજ્ઞાત લોકો ખાવા ન મળવાથી દીક્ષા લીધી છે તેમ કરી તેની મશ્કરી કરવા લાગ્યા. બુદ્ધિનિધાન અભયકુમારે તે વાત જાણી તેણે નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જેને આ રત્નરાશિ જોઈએ તે લઈ જાઓ' લોકોનાં ટોળે ટોળાં લેવા એકઠાં થયાં પણ તેમાં અભયકુમારે શરત એ રાખી હતી કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને સ્પર્શ ન કરે તે આ રત્નરાશિ લઈ જઈ શકે છે.' ભેગા થયેલા સૌ એકબીજા સામું જોઈ પાછા ફર્યા. અભયકુમારે કહ્યું કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને નહિ અડનાર આ કઠિયારો છતાં રત્નરાશિ ન લેવા આવ્યો. જ્યારે તમે દોડતા આવ્યા તો તમે ભીખારી છો કે તે?' નિંદા કરનાર લોકો શરમિંદા થયા અને તેમને પોતાની ભૂલ સમજાઈ.
સાધ્વીને સુખશાતા પૂછવી જેમ સાધુને સુખશાતા પૂછવાનું બતાવ્યું, તેમજ (સાધુની જેમ) સાધ્વીને પણ સુખશાતા પૂછવી. વળી સાધ્વીમાં એટલું વિશેષ વિચારવાનું છે કે, કુશીળીયા અને નાસ્તિકોથી રક્ષણ આપવું. પોતાના ઘરની પાસે ચોતરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં વસવાને ઉપાશ્રય આપવો. પોતાની સ્ત્રીઓ પાસે સાધ્વીની સેવા-ભક્તિ કરાવવી. પોતાની દીકરીઓ વગેરેને તેઓની પાસે નવા અભ્યાસ વિગેરે કરવા રાખવી તથા વ્રતની સન્મુખ થયેલી સ્ત્રી, પુત્રી, ભગિની વગેરેને તેઓની પાસે શિપ્યારૂપે સમર્પવી.
વિસ્મૃત થઈ ગયેલી કરણીઓ તેઓને સ્મરણ કરાવી આપવી. અન્યાયની પ્રવૃત્તિથી તેઓને બચાવવાં. એક વાર અયોગ્ય વર્તણુક થાય તો કઠણ, નિષ્ફર વચન કહીને ધમકાવવાં; તેમ કરતાં પણ જો ન માને તો પછી કઠોર વચન કહીને પણ તાડના-તર્જના કરવી. ઉચિત સેવા-ભક્તિમાં ઉચિત વસ્તુઓ આપીને તેમને સદાય વિશેષ પ્રસન્ન રાખવાં.
ગુરુ પાસે અભ્યાસ કરવો. ગુરુ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરવો. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે