________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૯૩
સાધુને સુખશાતા પૂછવી તથા વહોરવા વિગેરે ષેિ એવી રીતે ગુરુ વાણી સાંભળીને ઉઠતી વખતે સાધુના કાર્યનો નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે કે- સ્વામી, આપને સંયમયાત્રા સુખે વર્તે છે? અને ગઈ રાત્રિ નિરાબાધ સુખે વર્તા? આપના શરીરમાં કાંઈ પીડા તો નથી? આપના શરીરમાં કંઈ વ્યાધિ તો નથી ને? કાંઈ વૈદ્ય કે ઔષધાદિકનું પ્રયોજન છે? આજે આપના કાંઈ આહાર વિષયમાં પથ્ય રાખવા જેવું છે? એમ પ્રશ્ન કરવાથી (પૂછવાથી) મહાનિર્જરા થાય છે, કહેલું છે કે -
ગુરુની સામા જવું, વંદન કરવું, નમસ્કાર કરવો, સુખશાતા પૂછવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષનાં કરેલાં પણ કર્મ એક ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ગુરુવંદનાવસરે પૂર્વમાં ઈચ્છકાર સુહરાઈ ઈત્યાદિ પાઠવડે સુખશાતા પૂછેલી હોવા છતાં પણ, અહીં સંપૂર્ણપણે જાણવા માટે અને તેનો ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરુને પગે લાગીને નીચે પ્રમાણે પાઠ બોલવો.
ગુરુને પહેલી વંદના બતાવ્યા પ્રમાણે સામાન્યથી કીધા પછી વિશેષથી કરવી, જેમકે, "સુહરાઈ સુહદેવસી સુખતા શરીર નિરાબાધ ઈત્યાદિક" બોલી શાતા પૂછવાથી વિશેષ લાભ થાય છે. આ પ્રશ્ન ગુરુના સમ્યક સ્વરૂપ જાણવા માટે છે તથા તેના ઉપાયની યોજના કરનાર શ્રાવકને માટે છે. ત્યારપછી પગે લાગીને, રૂછારી ભવન પસાય છરી સુખU TU નેvi મસા-પાઇ વાફ-સાફમેvi वत्थपडिग्गहकंबलपायपुच्छणेणं पाडिहारिअपीठफलगसिज्जासंथारएणं ओसहभेसज्जेणं भयवं अणुग्गहो कायव्वो।
ઈચ્છા કરી હે ભગવન્! મારા ઉપર દયા કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ (સુખડી વિગેરે), સ્વાદિમ (મુખવાસ), વસ્ત્ર, પાત્ર, કંબળ, પાયપુંછણું પ્રાતિહાર્ય તે સર્વ કામમાં વાપરવા યોગ્ય બાજોઠ, પાછળ મૂકવાનું પાટિયું, શયા (જેમાં પગ પસારીને સુવાય તે), સંથારો (શયાથી કાંઈક નાનો), ઔષધ (એક વસાણાનું), ભેષજ (ઘણા વસાણાવાળું), તેણે કરીને હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરવો (મારી પાસેથી લેવું જોઈએ,) એમ પ્રગટપણે નિમંત્રણા કરવી.
આવી નિમંત્રણા તે વર્તમાનકાળે બૃહતુવંદના કીધા પછી શ્રાવકો કરે છે, પણ જેણે ગુરુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય તે તો સૂર્ય ઊગ્યા પછી જ્યારે પોતાને ઘેર જાય ત્યારે નિમંત્રણા કરે. જેને ગુરુની પાસે પ્રતિક્રમણ કરવાનો યોગ બન્યો ન હોય તેણે તો જ્યારે ગુરુને વાંદવા આવવાનું બની શકે ત્યારે આવી ઉપર લખ્યા પ્રમાણે નિમંત્રણા કરવી. ઘણેભાગે તો દેરાસરમાં જિનપૂજા કરી નૈવેદ્ય ચઢાવી ઘેર ભોજન કરવા જવાના અવસરે ફરી ગુરુ પાસે ઉપાશ્રયે આવી નિમંત્રણા કરવી; એમ શ્રાદ્ધદિનકૃત્યમાં લખેલ છે. પછી યથાવસરે વૈદ્યાદિકની પાસે ચિકિત્સા (રોગની પરીક્ષા) કરાવી ઔષધાદિક આપે. જેમ યોગ્ય હોય એમ પથ્યાદિક વહોરાવે. જે જે કાંઈ કાર્ય હોય તે કરાવી આપે. જે માટે કહેવું છે કે -
જ્ઞાનાદિક ગુણવાળા સાધુઓને સહાયભૂત આહારાદિક, ઔષધ અને વસ્ત્ર વિગેરે જે જે જેમ યોગ્ય લાગે તેમ આપવું.