________________
૧૮૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
યશોમતી દ્વારા સુભદ્રાએ અને તેની દ્વારા સુરેન્દ્રદત્તને આની જાણ થઈ. શેઠે કમને ધમિલને જુગારીઓની સોબતમાં મુકયો. જાગારમાંથી તે વેશ્યાગામી બની અંતે વસંતસેનાની પુત્રી વસંતતિલકામાં આસક્ત બન્યો. પિતા પાસેથી તે જે ધન મંગાવે તે પિતા મોકલવા માંડયા, સમય જતાં એટલો બધો લુબ્ધ બન્યો કે પિતાની અને માતાની માંદગી પ્રસંગે તેને કહેણ મોકલ્યું પણ તે તેણે ગણકાર્યું નહિ. હાથનાં કર્યા હૈયે વાગ્યાં'ના બળાપાપૂર્વક સુરેન્દ્રદત્ત અને સુભદ્રા બળતરા સાથે મૃત્યુ પામ્યાં. સાસુ સસરાના મૃત્યુ પછી સુભદ્રાએ પણ પતિભક્તિને મુખ્ય રાખી ધન મોકલ્યું. તે ધન ખૂટયું ત્યારે સર્વ વેચી યશોમતી પિયર ગઈ.
હવે વસંતસેનાને ધમ્મિલ ધન વિનાનો હોવાથી અકારો લાગ્યો. વસંતતિલકાને તેણે કહ્યું કે, 'તું વેશ્યાપુત્રી છે માટે તે નિર્ધનનો સંગ છોડી દે' હે માતા હૃદયના પ્રાણાધાર ધમિલને હું નહિ છોડી શકું ? તેના ત્યાગમાં મારો પ્રાણ ત્યાગ છે' તેમ જવાબમાં વસંતતિલકાએ આમ કહ્યું : વસંતસેનાએ સમય જતાં એકવાર ચંદ્રહાસ મદિરા પાઈ બંનેને બેભાન કર્યા અને ધમ્મિલને ઉપાડી દૂર જંગલમાં મૂકયો. ધમ્મિલ ઘેર પાછો ફર્યો. ઘર સૂનું જોયું પુછતાં ખબર પડી કે માતા પિતા મૃત્યુ પામ્યા છે અને નિર્ધન બનેલી પત્ની પિયર ગઈ છે.” કર્તવ્ય મૂઢ બની તે આપઘાત કરવા તૈયાર થયો પણ તેને દિવ્ય પ્રેરણાએ રોકયો. તે આગળ જંગલમાં વધ્યો ત્યાં તેને અગડદત્ત મુનિ મળ્યા. મુનિએ તેને વિષય વાસના છોડી ધર્મ માર્ગે પ્રવર્તવા ખૂબ સમજાવ્યું પણ તેમાં તેને પોતાની જાત અસમર્થ લાગી. મુનિના ઉપદેશથી છ માસ તક તેણે આયંબિલ તપ કર્યું. છ માસને અંતે આકાશવાણી થઈ કે ધમિલ! તું ૩૨ રાજકન્યાઓનો સ્વામી થઈશ, પુષ્કળદ્ધિ મેળવીશ અને અંતે કલ્યાણ સાધીશ.’ તે જ રાત્રિએ કોઈ ધમ્મિલને બદલે આ ધમિલ્લને વિમળા ભેટાણી. અને ત્યાર પછી ધમિલ્લ ૩ર રાજકન્યાઓ પરણ્યો. યશોમતી અને વસંતતિલકાને પણ મળ્યો અને કુશાગ્રપુરમાં આવ્યો. અંતે વિમળાના પુત્ર પદ્મનાભને ગૃહભાર ભળાવી ધમ્મિલ્લ વિમળા અને યશોમતી સાથે ચારિત્ર અંગીકાર કરી બારમે દેવલોકે ગયો. આ રીતે આ ભવમાં તપ કરવાના ફળ ઉપર ધમિલ્લનું દષ્ટાંત છે.
દઢપ્રહારીની કથા વસંતપુરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે પોતાનું ધન વિષયાદિકમાં ગુમાવ્યું પછી તે ચોરી કરવા લાગ્યો. ઘણીવાર તેને રાજાએ શિક્ષા કરી પણ તે ન અટકયો એટલે તેને ગામ બહાર કાઢી મૂકયો તેથી તે ચોરની પલ્લીમાં ગયો. ચોરને પુત્ર ન હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી તે દૂર હોવાથી અને બળવાન હોવાથી જેને પ્રહાર કરતો તે તુરત જ મરી જતો આથી લોકો તેને દઢપ્રહારી કહેવા લાગ્યા.
એક વખત દઢપ્રહારીએ પોતાના સાથીદારો સહિત કુશસ્થળમાં ધાડ પાડી. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હોત. તેને ઘણાં છોકરાં હતાં. છોકરાઓએ એક વખત ખીર ખાવાની હઠ લીધી. બ્રાહ્મણે જ્યાં ત્યાંથી દૂધ-ચોખા ભેગા કરી ખીર બનાવરાવી હતી. ધાડપાડુઓ લુંટતા લુંટતા આ બ્રાહ્મણના ઘેર આવ્યા. ઘણું શોધ્યું પણ તેમને ખીરપાત્ર સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. તેમણે આ ખીરપાત્ર