________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ધર્મદત્તનો જીવ મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકરદેવ થયો અને ચારે રાણીઓના જીવ તેના ગણધર થયા. ધર્મદત્તનો જીવ તીર્થંકરનામકર્મ વેદીને અનુક્રમે ગણધર સહિત મુક્તિએ ગયો. આ ધર્મદત્તનો અને ચારે રાણીઓનો સંયોગ કેવો આશ્ચર્યકારી છે ? સમજુ જીવોએ આ રીતે જિનભક્તિનું ઐશ્વર્ય જાણી ધર્મદત્ત રાજાની જેમ જિનભક્તિ તથા બીજાં શુભકૃત્ય કરવાને અર્થે હંમેશાં તત્પર રહેવું. આ રીતે વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે ઉપર આ ધર્મદત્ત રાજાની કથા છે.
દેરાસરની ઉચિત ચિંતા, સારસંભાર
૧૬૦
હવે "પત્તિઅવિંતરો" (ઉચિત ચિંતામાં રક્ત રહે) એ પદનું વ્યાખ્યાન બતાવે છે. દેરાસરની ઉચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી-કરાવવી; વિનાશ પામતા દેરાંના ખૂણા-ખાંચરા તથા પૂજાના ઉપકરણ, થાળી, વાટકા, રકેબી, કુંડી, લોટા, કળશ વિગેરેને સમારવા, મંજાવવા, શુદ્ધ કરાવવા; પ્રતિમા, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા; દીવા-દીવીઓ પ્રમુખ ચોખ્ખા (સાફ) કરવા; આગળ કહેવાશે એવી આશાતના વર્જન કરવી; દેરાસરના બદામ, ચોખા, નૈવેદ્યને સંભાળવા, રાખવા, વેચવાની યોજના કરવી; ચંદન, કેસર, ધૂપ, ઘી, તેલ વગેરેનો સંગ્રહ કરવો; આગળ યુક્તિ કહેવાશે એવી ચૈત્યદ્રવ્યની દક્ષા(સંભાળ) કરવી, ત્રણ ચાર અગર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરનાં નામાં લેખાં અને ઉઘરાણી કરવી-કરાવવી; તે દ્રવ્ય યતનાથી સર્વને સંમત થાય એવા ઉત્તમ સ્થાનકે સ્થાપન કરવું.
તે દેવદ્રવ્યની આવક અને ખર્ચ વિગેરેનું સાફ ચોખ્ખી રીતે નામું લેખું કરવું-કરાવવું. પોતે જઈને કરવું. તથા દેવના કામ માટે રાખેલા ચાકરોને મોકલી દેવદ્રવ્ય વસુલ કરાવવા; તેમાં દેવદ્રવ્ય ખોટું ન થાય તેમ યતના કરવી; તે કામમાં યોગ્ય પુરુષોને રાખી તેની તપાસ કરવી એ સર્વ દેરાસરની ઉચિત ચિંતા ગણાય છે. તેમાં નિરંતર યત્ન કરવો. એ ચિંતા (સારસંભાળ) અનેક પ્રકારની છે. જે સંપદાવંત શ્રાવક હોય તે પોતે તથા પોતાના દ્રવ્યથી તે પોતાના શરીરથી દેરાસરનાં જે કાંઈપણ કામ બની શકે તે કરે અથવા પોતાના કુટુંબમાંથી કોઈકની પાસે કરાવવા યોગ્ય હોય તો તેની પાસે કરાવી આપે. જેવું સામર્થ્ય હોય તે પ્રમાણે કરીને કામ કરાવી આપે, પણ શક્તિનું ઉલ્લંઘન ન કરે. થોડા વખતમાં બની શકે એવું કાંઈ કામ દેરાસરનું હોય તો તે બીજી નિસીહિ પહેલાં કરી લે અને થોડા વખતમાં બની શકે એમ ન હોય તો બીજી નિસીહિની ક્રિયા કરી લીધા પછી યથાયોગ્ય-યથાશક્તિ કરે.
એવી જ રીતે ધર્મશાળા, પૌષધશાળા, ગુરુ, જ્ઞાન વગેરેની સારસંભાળ પણ દ૨૨ોજ યથાશક્તિયે કરવામાં ઉદ્યમ કરવો. કેમકે દેવ-ગુરુ-ધર્મના કામની સારસંભાળ શ્રાવક વિના બીજો કોણ કરે ? માટે શ્રાવકે જ જરૂ૨ ક૨વી. પણ ચાર બ્રાહ્મણ વચ્ચે મળેલી એક સારણગૌની જેમ આળસમાં ઉવેખવાપણું કરવું નહીં. કેમકે દેવ, ગુરુ, ધર્મનાં કામને ઉવેખી નાંખે અને તેની બનતી મહેનતે સારસંભાળ ન કરે તો સમકિતમાં પણ દૂષણ લાગે, જ્યારે તેનું મન દુઃખાય, ત્યારે તેને અત્યંત ઉ૫૨ ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક દૃષ્ટાંત છે કે, "કોઈક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કોઈકે આંખ કાઢી નાખેલી, તેના ભક્ત ભીલે તે દેખી, મનમાં અત્યંત દુઃખ લાવી તત્કાળ પોતાની આંખ કાઢીને તેમાં