________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૬૭
આવે છે. માટે શ્રાવકે ચરવલો, મુહપત્તિ વગેરે વિધિપૂર્વક જ વાપરવાં, અને વાપરીને પાછાં યોગ્ય સ્થાનકે રાખવાં. જો અવિધિએ વાપરે અથવા જ્યાં ત્યાં રખડતાં મૂકે તો ચારિત્રના ઉપકરણની અવગણના કરી કહેવાય અને આશાતના લાગે વિગેરે દોષની ઉત્પત્તિ થાય; માટે વિવેકપૂર્વક વિચાર કરી વાપરવાં.
ઉસૂત્રભાષણ આશાતના વિષે આશાતનાના વિષયમાં ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરુદ્ધ) બોલવા દ્વારા અરિહંતની કે ગુરુની અવગણના કરવી એ મોટી આશાતનાઓ અનંત સંસારનો હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણાથી સાવઘાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણા જીવોએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે :- ઉસૂત્રના ભાષકને બોધિબીજનો નાશ થાય છે અને અનંત-સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જતાં પણ ધીર પુરુ પો ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન (જૈનશાસન), જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિક એની આશાતના કરતાં પ્રાણી ઘણું કરીને અનંત-સંસારી થાય છે.
દેવદ્રવ્યાદિ નાશ-આશાતના કરવાનું ફળ એવી જ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણદ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્ર-પાત્રાદિકનો નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહેવું છે કે -
દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુનો ઘાત કરે, જૈનશાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત ભંગાવે તો તેના બોધિલાભ (ધર્મની પ્રાપ્તિ)રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિકનો નાશ ભક્ષણ કરવાથી અવગણના કરવાથી સમજવો.
શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણમાં તો એમ કહેવું છે કે :
દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્યને મોહિત મતિવાલો દૂભવે છે તે કાં તો ધર્મને જાણતો નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધેલું હોય છે.
સાધારણદ્રવ્યનું લક્ષણ દેવદ્રવ્ય તો પ્રસિદ્ધ જ છે, પણ સાધારણદ્રવ્ય તે-દેરું, પુસ્તક, આપ ગ્રસ્ત શ્રાવક વિગેરેને ઉદ્ધરવાને (સહાય કરવાને) યોગ્ય દ્રવ્ય ઋદ્ધિવંત શ્રાવકોએ મળી મેળવ્યું હોય, તેનો વિનાશ કરવો અથવા વ્યાજ કે વ્યાપાર આદિવડે તેનો ઉપભોગ કરવો તે સાધારણ દ્રવ્યનો વિનાશ કર્યો કહેવાય છે. કહેલું છે કે –
જેનો બે બે પ્રકારના ભેદની કલ્પના કરાય છે, એવા દેવદ્રવ્યનો નાશ થતાં દેખી સાધુ પણ જો ઉપેક્ષા કરે તો અનંતસંસારી થાય છે. અહીંયાં દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના કેમ કરવી તે બતાવે છે. દેવદ્રવ્ય અને કાષ્ઠ, પાપાણ, ઈટ, નળીયા વિગેરે જે હોય (જે દેવદ્રવ્ય કહેવાય) તેનો વિનાશ, તેના પણ બે ભેદ છે, એક યોગ્ય અને બીજો અતીતભાવ. યોગ્ય તે નવાં લાવેલાં અને અતીતભાવ તે દેરાસરમાં લગાડેલાં. તેના પણ મૂળ અને ઉત્તર નામના બે ભેદ છે. મૂળ તે થંભ, કુંભી વિગેરે, ઉત્તર તે છાજ, નળીયા વિગેરે, તેના પણ સ્વપક્ષ અને પરપક્ષ નામના બે ભેદ છે. સ્વપક્ષ તે શ્રાવકાદિકે કરેલો વિનાશ અને પરપક્ષ તે મિથ્યાત્વી વિગેરે લોકોએ કરેલો વિનાશ. એમ દેવદ્રવ્યના બે બે ભેદની કલ્પના