________________
૧૬૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૨૮. ગુરુએ કથા કહ્યા પછી સભા બરખાસ્ત થઈ હોય ત્યારે પોતાનું ડહાપણ જણાવવા માટે તે તે
કથાનો વિસ્તાર કરીને પોતે બોલવા મંડી જાય તો પણ અપમાન કીધું ગણવાથી આશાતના
સમજવી. ર૯. ગુરુની શય્યા (આસન)ને પગ લગાડવાથી આશાતના થાય. ૩૦. ગુરુના સંથારા (સુવાના બીછાના)ને પગ લગાડવાથી આશાતના થાય છે. ૩૧. ગુરુના આસન ઉપર પોતે જ બેસી જાય તો પણ આશાતના ગણાય છે. ૩૨. ગુરુથી ઉંચા આસને બેસે તો આશાતના થાય. ૩૩. ગુરુથી સરખે આસને બેસે તો પણ આશાતના થાય.
આવશ્યકચૂર્ણમાં તો "ગુરુ કહેતા હોય તે સાંભળી વચમાં જ પોતે બોલે કે હા એમ છે.” એમ કહે તો પણ આશાતના થાય. એ એક આશાતના વધી પણ તેના બદલામાં તેમાં ઉચ્ચાસન અને સમાસન (બત્રીસ અને તેત્રીસમી) એ બે આશાતનાને એક ગણાવી તેત્રીસ જ રાખી જણાય છે.
ગુરુની ત્રિવિધ આશાતના ગુરુની વળી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના છે.
૧. ગુરુને પગ વગેરેથી સંઘદૃન કરવું તે જઘન્ય આશાતના ૨. સળેખમ, બળખો અને થુંકનો છાંટો અડકાડવો એ મધ્યમ આશાતના; અને ૩. ગુરુનો આદેશ માને નહીં, અથવા માન્ય કરે તો પણ વિપરીત કરે, કહેલું સાંભળે જ નહીં, અને સાંભળ્યું હોય તો પાછો ઉત્તર વાળે કે અપમાનપૂર્વક બોલે તે ઉત્કૃષ્ટ આશાતના.
સ્થાપનાચાર્યની આશાતના સ્થાપનાચાર્યની આશાતના પણ ત્રણ પ્રકારની છે. જ્યાં સ્થાપેલ હોય ત્યાંથી આમ તેમ ફેરવતાં વસ્ત્ર-સ્પર્શ, અંગ સ્પર્શ કે પગથી સ્પર્શ કરવો તે જધન્યઆશાતના; ૨. ભૂમિ પર પાડવા, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમઆશાતના સમજવી. ૩. સ્થાપનાચાર્ય ગુમાવે, ભાંગે તો ઉત્કૃષ્ટઆશાતના સમજવી.
| દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના " એવી રીતે જ્ઞાનના ઉપકરણની જેમ દર્શન-ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. કેમકે, રજોહરણ (ઓશો), મુહપત્તિ, દાંડો, દાંડી વગેરે પણ ગરવી નાળતિય અથવા જ્ઞાનાદિક ત્રણના ઉપકરણો પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય' જો વધારે રાખે તો આશાતના થાય માટે યથાયોગ્ય જ રાખવાં, વધારે નહીં, તેમજ જેમ તેમ રખડતાં મૂકવાં નહીં, કેમકે રખડતાં મૂકતા આશાતના લાગે છે અને તેની પછી આલોયણ લેવી પડે છે, જે માટે મહાનિશીથસૂત્રમાં કહેવું છે કે -
"અવિધિથી ઉપર ઓઢવાનો કપડો (કપડું), રજોહરણ, દાંડો, જો વાપરે તો ઉપવાસની આલોયણ