________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નહીં. કારણ કે, મનના પરિણામ જ પ્રમાણભૂત છે. એમ ન હોય તો, પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકે છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ.
૧૭૮
શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર-પાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ ન વાપરવી. કારણ કે, તેથી નિર્ધ્વસ પરિણામ વગેરે દોષની પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી, તો પણ લોકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતે જ જઈને આપવું. તેમાં જો કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તો તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું, કારણ કે, તેવો લોકવ્યવહાર છે, પરંતુ જે પોતાના અર્થે એકાદ માળ નવો ચણાવ્યો અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તો તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ આવે છે.
કોઈ સાધર્મીભાઈ સીદાતો હોય, તો તે સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાં જ જો ઘણીવાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરો આપવો, થોડો નકરો આપે તો સાક્ષાત્ દોષ જ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોનારૂપાની પાટી, કળશ, ફૂલ, પક્વાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યોમાં સારો નકરો આપ્યા વિના ન મૂકવી. 'ઉજમણા આદિ કૃત્યોમાં પોતાના નામથી મોટા આડંબરે માંડયા હોય તો લોકમાં ઘણી પ્રશંસા થાય' એવી ઈચ્છાથી થોડો નકરો આપીને ઘણી વસ્તુ મૂકવી એ યોગ્ય નથી. આ વાત ઉપર લક્ષ્મીવતીનું દૃષ્ટાંત છે.
થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાંત
કોઈ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ઠ અને પોતાની મ્હોટાઈ ઈચ્છનારી હતી. તે હંમેશાં થોડો નકરો આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણાં આદિ ધર્મકૃત્યો કરે અને કરાવે, તથા મનમાં એમ જાણે છે કે, "હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી અને સ્વર્ગે ગઈ, તો પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ થતાં સ્વર્ગથી આવી કોઈ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રીપણે ઉત્પન્ન થઈ.
પણ તે ગર્ભમાં આવી ત્યારે ઓચિંતો પરચક્રનો મ્હોટો ભય આવ્યાથી તેની માતાનો સીમંતનો ઉત્સવ ન થયો, તથા જન્મોત્સવ, છઠ્ઠીનો જાગરિકોત્સવ, નામ પાડવાનો ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ મ્હોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તો પણ રાજા તથા મંત્રી આદિ મ્હોટા લોકના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા, તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તો પણ ચોરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા લોકોને પણ ઘણી માન્ય હતી તો પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવા પીવાની તથા પહેરવા-ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું