________________
૧૫૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જોયો, ત્યારે ધર્મદરે વિચાર્યું કે, "હમણાં મે દેવતાનું સ્મરણ નહીં કર્યું હતું, તો પણ તેણે પોતાની શક્તિથી મને મારા સ્થાનકે લાવી મૂક્યો. અથવા પ્રસન્ન થયેલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કઠણ છે?"
હવે ધર્મદત્ત રાજપુત્રે પોતાના મેળાપથી માબાપને, બીજા સગાવહાલાને તથા પોતાના ચાકરોને આનંદ પમાડયો, પુણ્યનો મહિમા અદ્ભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ઘણી ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી, અને પછી પારણું કર્યું. ધર્મનિષ્ઠ પુરુષોનો આચાર ઘણો આશ્ચર્યકારી હોય છે.
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજાઓની સર્વેને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઈ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજીનું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચોથીનું ધર્મણી. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા, તે ચારે કન્યાઓ વખત જતાં તરુણ અવસ્થામાં આવી ત્યારે લક્ષ્મીદેવીએ જ પોતાનાં ચાર રૂપ બનાવ્યાં હોય નહીં ! એવી રીતે તેઓ દેખાવા લાગી. એક દિવસે તે કન્યાઓ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામી.
તેથી "જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભોજન કરવું ન કલ્પ." એવો નિયમ લઈ હંમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એકદિલ થઈ એવો નિયમ કર્યો કે, "આપણા પૂર્વભવનો મિલાપી ધનનો મિત્ર જ્યારે મળે ત્યારે તેને જ આપણે વરીશું. અને બીજા કોઈને વરીશું નહીં. તે જાણી પૂર્વદેશના રાજાએ પોતાની પુત્રી ધર્મરતિને અર્થે મોટો સ્વયંવર મંડપ કરાવ્યો, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ આપ્યું હતું તો પણ ધર્મદત્ત ત્યાં ગયો નહીં, કારણ કે તેણે વિચાર્યું કે જ્યાં ફળપ્રાપ્તિ થાય કે નહીં? તેનો નિશ્ચય નથી એવા કાર્યમાં કયો સમજુ માણસ જાય !”
એટલામાં વિચિત્રગતિ નામે વિદ્યાધરોનો રાજા ચારિત્રવંત થયેલા પોતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયા, તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂછયું કે, "મારી પુત્રીને પરણી હારું રાજ્ય ચલાવવા યોગ્ય કોણ પુરુષ છે?” પ્રજ્ઞપ્તિએ કહ્યું, "તું તારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત કુમારને આપજે." વિદ્યાના એવા વચનથી વિચિત્રગતિ ઘણો હર્ષ પામ્યો અને ધર્મદત્તને બોલાવવાને અર્થે રાજપુરનગરે આવ્યો. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણી, તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઈ દેવતાની જેમ અદશ્ય થઈ કૌતુકથી ધર્મરતિનાં સ્વયંવરમંડપે આવ્યો. અદશ્ય રહેલા બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવરમંડપમાં જોયું તો કન્યાએ અંગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયા હોય નહિ ! એવા નિસ્તેજ થયેલા સર્વ રાજાઓ જોવામાં આવ્યા. આ સર્વ લોકો "હવે શું થશે?" એમ મનમાં વ્યાકુળ થઈ ગયા. એટલામાં વિચિત્રગતિ અરૂણ સહિત સૂર્ય જેમ પ્રાતઃકાળે પ્રગટ થાય, તેમ પોતે અને ધર્મદત્ત ત્યાં શીધ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા