________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૫૭
શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડ્યું. હંમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારો તે ધર્મદત્ત અનુક્રમે મધ્યમ વય પામ્યો. ત્યારે જાડી શેલડીની જેમ તેનામાં લોકોત્તર મીઠાશ આવી. એક દિવસે કોઈ પરદેશી પુરુષે ધર્મદત્તને અર્થે ઈન્દ્રના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનું રાજાને ભેટશું કર્યું.
જગતમાં તે અશ્વ પણ પોતાની માફક અસાધારણ છે, એમ જાણી યોગ્ય વસ્તુઓ યોગ કરવાની ઈચ્છાથી તે જ સમયે પિતાની આજ્ઞા લઈને ધર્મદત્ત તે અશ્વ ઉપર ચઢયો. સમજુ માણસને પણ મોહ વશ કરી લે છે. એ ઘણી ખેદની વાત છે! ધર્મદત્તના ઉપર ચડતાં જ પોતાનો અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને અર્થે જ હોય કે શું! અથવા ઈન્દ્રના અશ્વને મળવાની ઉત્સુકતાથી જ કે શું? તે અશ્વ એકદમ આકાશમાં ઉડી ગયો, થોડીવારમાં દેખાતો હતો, તે ક્ષણમાત્રમાં અદશ્ય થયો અને હજારો યોજના ઉલ્લંઘી તે ધર્મદત્તને ઘણી વિકટ અટવીમાં મૂકી કયાંય ચાલ્યો ગયો. | સર્પના ફૂત્કારથી, વાનરોના બત્કારથી, સૂઅરના ધુત્કારથી, દીપડાના ચીત્કારથી, ચમરી ગાયના ભોંકારથી, રોઝના ત્રટકારથી અને શિયાળીયાના ખરાબ ફત્કારથી ઘણી જ ભયંકર એવી તે અટવીમાં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદરે લેશ માત્ર પણ ભય મનમાં રાખ્યો નહીં. એ તો ખરું છે કે સારાં પુરુષ વિપત્તિના વખતે ઘણી જ ધીરજ રાખે છે અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની જેમ અટવીમાં યથેષ્ટ ફરનારો ધર્મદત્ત તે શૂન્ય અટવીમાં પણ જેમ પોતાના રાજમંદિરના ઉદ્યાનમાં રહેતો હોય તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો.
પરંતુ જિન-પ્રતિમાનું પૂજન કરવાને યોગ ન મળવાથી માત્ર દુઃખી થયો. તો પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારો નિર્જલ ચઉવિહારો ઉપવાસ કર્યો. શીતળ અને જાત જાતના ફળ ઘણાં હોવા છતાં પણ સુધા-તૃષાથી અતિશય પીડાયેલા ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પોતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એ કેવી આશ્ચર્યકારી દઢતા છે ! લૂ લાગવાથી અતિશય કરમાઈ ગયેલી ફૂલની માળાની જેમ ધર્મદત્તનું આખું શરીર કરમાઈ ગયું હતું તો પણ ધર્મની દઢતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું.
આથી એક દેવ પ્રગટ થઈ તેને કહેવા લાગ્યો. અરે સત્યપુરુષ ! બહુ સારું ! કોઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું વૈર્ય ! પોતાના જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષે જ તમારી દઢતા નિરૂપમ છે, શકેન્દ્ર તમારી પ્રકટ પ્રશંસા કરી તે યોગ્ય છે. તે વાત મહારાથી ખમાઈ નહિ તેથી મેં અહીં અટવીમાં લાવીને તમારી ધર્મમર્યાદાની પરીક્ષા કરી છે. હે સુજાણ ! તમારી દઢતાથી હું પ્રસન્ન થયો છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માંગવું હોય તે માગો."
દેવતાનું એવું વચન સાંભળી ધર્મદત્તે વિચાર કરી કહ્યું કે, "હે દેવ! જ્યારે તને યાદ કરું ત્યારે તું પાછો આવી જે હું કહું તે હારું કાર્ય કરજે.”
પછી તે દેવ "એ ધર્મદત્ત અદ્ભુત ભાગ્યનો નિધિ ખરો. કારણ કે એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધો.” એમ કહેતો ધર્મદાનું વચન સ્વીકારી તે જ વખતે ત્યાંથી તે જતો રહ્યો. પછી "મને હવે મ્હારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે?" એવા વિચારમાં છે એટલામાં તેણે પોતાને પોતાના મહેલમાં