________________
૧૫૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
આદિ લોકો મુનિરાજને બહુમાનપૂર્વક આસન દઈ, વંદના આદિ કરી પોતપોતાને ઉચિત સ્થાને બેઠા પછી ધન્ય વિનયથી તે કમળનું મુનિરાજ આગળ ભેણું મૂક્યું. ત્યારે ચારણમુનિએ કહ્યું કે, "જો તારતમ્યથી કોઈપણ મનુષ્યમાં શ્રેષ્ઠપણું આવતું હોય તો તેનો છેડો અરિહંતને વિષે જ આવવો યોગ્ય છે.
કારણ કે, અરિહંત ત્રણે લોકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતને જ આ કમળ ધારણ કરવું ઉચિત છે. આ-લોકમાં પરલોકમાં વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક નવી ઉત્પન્ન થયેલી કામધેનુ સમાન છે." - ભદ્રક સ્વભાવનો ધન્ય, ચારણમુનિના વચનથી હર્ષ પામ્યો અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવંતને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું, તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયો અને શુભ ભાવના ભાવવા લાગ્યો.
એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જોવામાં આવ્યું. તે શુભ કર્મની અનુમોદના કરી તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજ હોય નહીં? એવું એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક જ છે. શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કોઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઈત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે.
પછી પોતાના જીવને ધન્ય માનતો ધન્ય અને તે ચારે કન્યાઓ પોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી ધન્ય ભગવાનને પ્રાયઃ દરરોજ વંદના કરવા આવે અને એવી ભાવના ભાવે કે "રાંક પશુની જેમ
અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ ભગવાનને વાંદવાનો નિયમ પણ લેવાતો નથી, એવા મને ધિક્કાર થાઓ.” કુપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલોકે ગયા.
ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવલોકે મહદ્ધિક દેવતા થયો; અને તે ચારે માળીની કન્યાઓ તેની ધન્યની) મિત્રદેવતા થઈ. કૃપ રાજાનો જીવ દેવલોકથી ચ્યવી જેમ સ્વર્ગમાં ઈન્દ્ર છે, તેમ વૈતાઢય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભનગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધરનો રાજા થયો. મંત્રીનો જીવ દેવલોકથી આવીને ચિત્રગતિ વિદ્યાધરનો પુત્ર થયો. તેની ઉપર માતાપિતા ઘણી જ પ્રીતિ કરવા લાગ્યાં. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં આવી એક વખતે રાજ્યના લોભથી પોતાના બાપને મારી નાખવા માટે દઢ અને ગુપ્ત વિચાર કર્યો. લોભાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ ! સારા દૈવયોગથી ગોત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો.
એકાએક ઘણો ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજ્વલ વૈરાગ્ય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે, "હાય હાય! હવે હું શું કરું? કોના શરણે જાઉં? કોને શું કહું? પૂર્વભવે પુણ્ય ઉપાજર્યું નહીં, તેથી પોતાના પુત્રથી જ મહારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાનો પ્રસંગ આવ્યો, તો હજી પણ હું ચેતી જઉં.”