________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૧ (જીણો) અશિધર ધનુધર કુંતધર, સત્તીધરાય છે બહુઆ;
શત્રુશલ્ય રણી સૂરનર, જણણીએ વિરલ પસુય. ૨ ઘોડો, શસ્ત્ર, શાસ્ત્ર, વિણા, વાણી, પુરુષ, નારી એટલા વાનાં સારા પાસે આવે તો સારાં બને છે, અને નઠારા પાસે આવે તે નઠારાં બને. આવાં તેનાં વચન સાંભળીને પ્રસન્ન થઈને રાજાએ જીણહાકને આખા દેશની કોટવાળની પદવી આપી. તેણે પણ એવું પરાક્રમ કરી બતાવ્યું કે આખા ગુજરાત દેશમાં “ચોર' એવું નામ પણ ન રહ્યું.
એક વખતે સોરઠ દેશનો ચારણ જીણહાકની પરીક્ષા કરવા પાટણ આવ્યો, તેણે તે જ ગામમાંથી ઊંટની ચોરી કરી. તેને પોતાના ઘાસના ઝુંપડા આગળ બાંધ્યું. છેવટે કોટવાળનો સુભટ તેને પકડી જીણહાકની પાસે લાવ્યો, તે વખતે જીણહાક દેવ-પૂજા કરવા લાગેલો હોવાથી મુખથી બોલ્યો નહીં પણ પોતાના હાથમાં ફૂલ લઈ તેને મસળી નાખી સુભટોને જણાવ્યું કે એને મારી નાંખો. સુભટો તેને લઈ જવા લાગ્યા ત્યારે ચારણ બોલવા લાગ્યો કે -
જીણહાનઈ, જીણવરહ, ન મિલઈ તારોતાર;
જિણી કરી જિનવર પૂજિઈ, તે કિમ મારણહાર. ૧ ચારણનું આવું બોલવું સાંભળીને જીણહાક લજવાઈ ગયો અને તેનો ગુન્હો માફ કરી છોડી દઈને તેને કહ્યું કે, હવે પછી આવી ચોરી કરીશ નહીં. તે સાંભળી ચારણ બોલ્યો કે -
એક્કા ચોરી સા કીયા, જા ખોલડઈ ન માઈ;
બીજી ચોરી કિમ કરેઈ, ચારણ ચોર ન થાઈ. ૨ આવાં તેનાં વાકય સાંભળીને, આ તો ચારણ છે એમ ધારી તત્કાળ તેને બહુમાન આપીને પૂછયું કે, આ તું શું બોલે છે? તેણે જણાવ્યું કે ચોર હોય તે ઊટની ચોરી કરે? કદાપિ કરે તો શું તેને પોતાને ખોલડાઈ એટલે ઝુંપડે બાંધે? આ તો મેં તારી પાસે દાન લેવાને જ યુક્તિ કરી છે. ત્યારે તેણે ખુશી થઈને તેને દાન આપી વિદાય કર્યો. ત્યારપછી જીણહાકે તીર્થયાત્રા, ચૈત્ય, પુસ્તકભંડાર વગેરે ઘણાં શુભ કૃત્યો કર્યા. એ વિગેરે વાત હજી સુધી લોકમાં ચાલે છે. | મૂળ બિંબની વિસ્તારપૂર્વક પૂજા પછી અનુક્રમે જેને જેમ ઘટે તેમ યથાશક્તિ સર્વ બિંબની પૂજા કરવી.
દ્વારબિંબ અને સમવસરણબિંબ પૂજા દ્વારબિંબ અને સમવસરણબિંબ (દરવાજા ઉપરની એક ચોમુખ પ્રતિમા)ની પૂજા મૂળનાયકની અને બીજાં બિંબોની પૂજા કીધા પછી જ કરવી સંભવે છે, પણ ગભારામાં પ્રવેશ કરતાં સંભવતી નથી. કદાપિ ગભારામાં પ્રવેશ કરતાં જ લારબિંબની પૂજા કરે અને ત્યારપછી જેમ જેમ પ્રતિમાઓ અનુક્રમે
૦ તલવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તો જગમાં ઘણા પુરુષો હોય છે પણ શત્રુઓને શલ્યરૂપ અને રણમાં શૂરવીર - પુરુષોને જણનારી તો કોઈ વિરલ માતા જ હોય છે.