________________
૧૨૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વૃદ્ધિ પણ રાંધેલા અન્નના ભોજનથી થાય છે. રાંધેલા અન્નના નૈવેદ્યથી દેવતા પણ પ્રાયઃ પ્રસન્ન થાય છે. સંભળાય છે કે આગીયો વૈતાળ દરરોજના સો મુડા નૈવેદ્યના આપવાથી રાજા વિક્રમાદિત્યને વશ થયો હતો. ભૂત-પ્રેતાદિક પણ રાંધેલા ખરી, ખીચડા, વડા વગેરેનાં ભોજન કરવા માટે જ ઉત્તરાયણાદિકમાં યાચના કરે છે. તેમજ દિપાળાદિકને જે બળી દેવાય છે તે તથા તીર્થકરની દેશના થઈ રહ્યા પછી જે બળી દેવાય છે તે પણ અન્નથી જ થાય છે. .
નૈવેધપૂજાના ફળ ઉપર દષ્ટાંત એક સાધુના ઉપદેશથી એક નિર્ધન ખેડૂતે એવો નિયમ લીધો હતો કે, આ ખેતરની નજીક આવેલા દેરાસરમાં દરરોજ નૈવેદ્ય ચઢાવ્યા પછી જ ભોજન કરીશ. કેટલોકકાળ પોતાના દઢ નિયમથી વીત્યા પછી એક દિવસ નૈવેદ્ય ચઢાવવાને મોડું થઈ ગયાથી અને ભોજનનો સમય થઈ જવાથી તેને ઉતાવળથી નૈવેદ્ય ચઢાવવા આવતાં માર્ગમાં સિંહરૂપથી ત્રણ ભિક્ષુ દેખાડી અધિષ્ઠાયકે પરીક્ષા કરી, પણ તે ખેડૂત પોતાના દ્રઢ નિયમથી ચળ્યો નહિ. તે દેખીને તે અધિષ્ઠાયક તેના પર તુષ્ટમાન થઈ બોલવા લાગ્યો કે, "જા, તને આજથી સાતમે દિવસે રાજ્યની પ્રાપ્તિ થશે.”
સાતમે દિવસે તે ગામના રાજાની કન્યાનો સ્વયંવર મંડપ હતો, તેથી તે ખેડૂત ત્યાં ગયો. એટલે દૈવિક પ્રભાવથી સ્વયંવરા તેને જ વરી. તેણી ઘણા રાજાઓ તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. છેવટે તેણે દૈવિક પ્રભાવથી સર્વને જીતી તે ગામના અપુત્રિયા રાજાનું રાજ્ય મેળવ્યું. લોકોમાં પણ કહેવાય છે કે, ધૂપપૂજાથી પાપ બળી જાય છે, દીપપૂજાથી અમર થાય છે, નૈવેદ્યથી રાજ્ય પામે છે અને પ્રદક્ષિણાથી સિદ્ધિ પમાય છે.”
અન્નાદિક સર્વ વસ્તુની ઉત્પત્તિના કારણરૂપ અને પફવાનાદિક ભોજનથી પણ અધિક અતિશયવાળું પાણી પણ જરૂર દરરોજ પ્રભુ આગળ બની શકે તો વાસણમાં ભરીને ચઢાવવું. નૈવેધ અને આરતી આદિ માટે આગમમાં પણ કહેલું છે;
નૈવેધ ચઢાવવા સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણ આવશ્યકનિયુક્તિમાં કહેલ છે કે, "ફીડુ વી” બળી (નૈવેદ્ય) કરાય છે. શ્રી નિશીથમાં પણ કહેલું છે કે - "(ત્યારપછી) પ્રભાવતી રાણીએ સર્વે બળી આદિક નૈવેદ્ય વિગેરે આદિ શબ્દના ગ્રહણથી ધૂપ, દીપ, જળ, ચંદન તૈયાર કરાવીને (તે કાષ્ઠની પેટી સન્મુખ મૂકીને) દેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીની પ્રતિમા પ્રગટ થાઓ.” એમ કહીને ત્રણ વાર (પેટી પર) કુહાડો માર્યો. ત્યારપછી તે પેટીના બે ભાગ થવાથી સર્વાલંકાર-વિભૂષિત ભગવંતની પ્રતિમા જુએ છે.”
નિશીથસૂત્રની પીઠિકામાં પણ કહે છે કે, તે બળી કહેવાય છે, જે અશિવની ઉપશાંતિ નિમિત્તે રાંધેલા ચોખા કરાય છે.
નિશીથની ચૂર્ણિમાં પણ કહે છે કે:- સંઘરૂરીયા રમો વિવિફર્સ્ટ ઉમુન્નો ન વસ્થમાફ વિરને ઝરે સંપ્રતિ રાજા તે રથજાત્રા આગળ વિવિધ પ્રકારનાં ફળ, ખાદ્ય, શેકેલાં ધાન્ય, કવડક(કોડા), વસ્ત્ર આદિનું ભેટશું કરે.