________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૫
કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા વગેરેનો દોષ લાગતો નથી. એમ આચરણા અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે :
કોઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ઋદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનનો પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કોઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધના નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કોઈક પંચપરમેષ્ઠીના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા ભરાવે છે. કોઈક વળી ચોવીસ તીર્થકરના કલ્યાણક તપના આરાધન નિમિત્તે એક પટ્ટક ઉપર ચોવીસ તીર્થકરની ચોવીસી ભરાવે છે. કોઈક વળી અત્યંત ભક્તિની તીવ્રતાથી અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એકસો સીત્તેર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ધનવંત હોય તે ભરાવેછે.
તેમજ પૂર્વધર આચાર્યોના વારામાં બનાવેલી પ્રતિમાઓ વગેરે કેટલાક નગરોમાં હાલ છે. તેમાં કેટલીક પ્રતિમાઓ વક્તા નામની છે, કેટલીક ક્ષેત્રા નામની છે, તથા કેટલીક મહા નામની છે. વળી બીજી પણ ગ્રંથોક્ત પ્રતિમાઓ છે. અરિહંતની એકજ પાટ ઉપર એક જ પ્રતિમા હોય તો તે વક્તા કહેવાય: એક જ પાટ પ્રમુખ ઉપર ચોવીસ પ્રતિમાઓ હોય તો તે ક્ષેત્રા નામથી કહેવાય, અને એકજ પાટપ્રમુખ ઉપર એકસો સિત્તેર પ્રતિમાઓ હોય તો તે મહા નામથી કહેવાય.
તે માટે ત્રણ તીર્થી, પંચતીર્થી, ચોવીસી વગેરેમાં ઘણા તીર્થકરોની પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે. એ પ્રમાણે અંગપૂજાનો અધિકાર સમાપ્ત થયો.
અગ્રપૂજા અધિકાર સોના-રૂપાના અક્ષત કરાવીને તેથી, કે ઉજ્વળ શાલિ વગેરે અખંડ ચોખાથી અથવા સફેદ સરસવથી પ્રભુ આગળ અષ્ટ મંગલિક કરવાં. જેમ શ્રેણિક રાજા દરરોજ સોનાના યવથી શ્રીવીર પ્રભુના સન્મુખ જઈ સ્વસ્તિક કરતા હતા. અથવા રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના આરાધન નિમિત્તે પ્રભુ આગળ ત્રણ ઢગલી કરીને ઉત્તમ પાટલા ઉપર ઉત્તમ અક્ષત ચઢાવવા.
તેમજ વિવિધ પ્રકારનાં ભાત વગેરે રાંધેલાં અશન, સાકરનું પાણી, ગોળનું પાણી વિગેરે પાણી, પફવાન, ફળાદિક ખાદિમ, તંબોળ પાનના બીડાં વગેરે સ્વાદિમ, એમ ચાર પ્રકારના આહાર પવિત્ર હોય તે દરરોજ પ્રભુ આગળ ધરવા. તેમજ ગોશીષચંદનના રસ કરી પંચાંગુલીના મંડળ તથા ફૂલના પગર ભરવા, આરતી ઉતારવી, મંગળદીપક કરવો, એ સર્વે અગ્રપૂજામાં ગણાય છે. ભાગ્યમાં કહેલ છે કે :- ગાયન કરવું, નાટક કરવું, વાજિંત્ર વગાડવાં, લુણ ઉતારવું, પાણી ઉતારવું, આરતી ઉતારવી, દીવા કરવા, એવી જે કરણીઓ છે તે સર્વ અગ્રપૂજામાં અવતરે (ગણાય) છે.
નૈવેધપૂજા દરરોજ પોતાને ઘેર રાંધલા અનાથી પણ કરવા વિષે નૈવેદ્યપૂજા દરરોજ કરવી. કેમકે, એ સુખેથી થઈ શકે છે અને મહાફળદાયક છે. રાંધેલું અન્ન આખા જગતનું જીવન હોવાથી સર્વથી ઉત્કૃષ્ટ રત્ન ગણાય છે એટલા જ માટે વનવાસથી આવીને શ્રી રામચંદ્રજીએ પોતાના મહાજનને અન્નનું કુશળપણું પૂછયું. વળી કલહની નિવૃત્તિ અને પ્રીતિની પરસ્પર