________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૧
જો કોઈ વરસે યાત્રાના દિવસે કોઈપણ ચિતારો ચિતરવા ન જાય તો તે વર્ષે ગામના ઘણા લોકોને મરણ પમાડે, એથી કેટલાક ચિતારા તે ગામ મૂકી નાસવા લાગ્યા, તેથી જાણે સાંકળમાં બાંધી રાખ્યા ન હોય શું? એમ તે રાજાએ બધા ચિતારાઓને પકડી અનુક્રમથી તેમનાં નામ ઉતારી લઈ તે દરેકના નામની ચીકી કરી એક ગોળામાં ભરી રાખી અને એવો ઠરાવ કર્યો કે દર વર્ષે એક ચીઠ્ઠી કાઢવી. તેમાં જે નામની ચીઠ્ઠી આવે તે ચિતારો તે વર્ષે ચિતરવા જાય.
એમ કરતાં કેટલાંક વર્ષ વિતી ગયા બાદ એક વરસે એક વૃદ્ધા સ્ત્રીને એક જ પુત્ર હતો, તેમના નામની ચીઠ્ઠી નીકળવાથી તેને જવાનો વારો આવ્યો. ત્યારે તે વૃદ્ધા કકળવા લાગી, જેથી તે વૃદ્ધા સ્ત્રીને ઘેર એક ચિત્રકાર કે જે તેના ધણીની જ પાસે ચિત્રકારની કળા શીખેલો હોવાથી તે વૃદ્ધાના પુત્રને ભાઈ સમાન ગણીને તેને ફકત મળવા માટે જ આવેલો હતો.
તેણે તે કારણ જાણીને વિચાર કર્યો કે, ખરેખર આ બધા ચિત્રકાર અવિધિથી યક્ષની મૂર્તિ ચિતરે છે કે જેથી તેના પર કોપાયમાન થઈને યક્ષ તેનો પ્રાણ લે છે, માટે આ વર્ષને વારે હું જઉં અને તે યક્ષની મૂર્તિ યથાવિધિ કરૂં, જેથી મારા આ ગુરુ-ભાઈને બચાવી શકીશ અને જો મારી કલ્પના ખરી ઠરશે તો હું પણ બચીશ, વળી આ ગામના બધા ચિતારાઓનું ચિરકાળનું કષ્ટ કાપી નાખીશ.
એમ ધારીને વૃદ્ધ સ્ત્રીને કહેવા લાગ્યો કે, હે માતા! જો તને તારા પુત્ર માટે આટલું બધું દુઃખ થાય છે, તો આ વર્ષે તારા પુત્રને બદલે હું જ પોતે યક્ષની મૂર્તિ ચિતરવા જઈશ. તેણીએ તેને ઘણું સમજાવ્યો, પરંતુ તેણે માન્યું નહીં. છેવટે જ્યારે ચિતરવાનો દિવસ આવ્યો, ત્યારે તે ચિતારાએ પ્રથમથી છઠ તપ કર્યો અને શરીર સ્નાન કરી શુદ્ધ કર્યું. વળી શુદ્ધ વસ્ત્ર પહેરી ધૂપ, નૈવેદ્ય, બલિદાન, રંગ, રોગાન, પીંછી બધાં શુદ્ધ લઈ ત્યાં ગયો. અષ્ટપટનો મુખકોશ બાંધી પ્રથમથી દેરાસરની જમીનને નિર્મળ જળથી ધોવરાવી, પવિત્ર મૃત્તિકા (માટી) અને ગૌના છાણથી લીંપાવીને તેને ઉત્તમ ધૂપથી ધૂપીને મન, વચન, કાયા સ્થિર કરી શુભ નિમિત્ત કરીને પછી યક્ષને નમસ્કાર કરી સન્મુખ બેસીને યક્ષની મૂર્તિ આલેખી.
ત્યાર પછી ફળ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ, પ્રમુખથી પૂજા કરી નમસ્કાર કરતો ખમાવવા લાગ્યો કે, "હે યક્ષરાજ ! આ તમારી મૂર્તિ આલેખતાં જો કાંઈ મારી ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો.” તે વખતે યક્ષે આશ્ચર્ય પામીને પ્રસન્ન થઈ તેને કહ્યું કે 'માગ, માગ, હું તારા ઉપર તુષ્ટમાન છું.” ત્યારે તે હાથ જોડીને બોલ્યો કે, યક્ષરાજ ! જો તમે મારા ઉપર તુષ્ટમાન છો, તો આજ પછી કોઈપણ ચિતારાને મારવો નહીં.” તેણે તે કબૂલ કરી કહ્યું કે, 'એ તો તેં પરોપકાર માટે માંગ્યું, પણ હવે તું તારા માટે કાંઈક માંગ.” તેણે ફરીથી કાંઈ માંગ્યું નહીં. ત્યારે પ્રસન્ન થઈને યક્ષે કહ્યું કે, જેનું તે એક અંશ અંગ દીઠું હશે, તેનું આખું અંગ તું ચીતરી શકીશ. એવી કળાની શક્તિ તને આપું છું. ત્યારપછી ચિતારો તેને પ્રણામ કરીને પોતાને સ્થાનકે ગયો.
- એક વખતે તે કૌશાંબીના રાજાની સભામાં ગયેલો, તે વખતે રાજાની રાણીનો એક અંગુઠો જાળી વિગેરેમાંથી દીઠેલ હતો, તેથી તેણે તે મૃગાવતી રાણીનું આખું રૂપ ચીતર્યું. રાજા તે જોઈ ખુશી થયો, પણ છબી તપાસતાં રાણીની જંધા ઉપર તિલક હતું, તે પણ તેમાં દેખીને તત્કાળ શંકા ઉત્પન્ન થવાથી.