________________
૧૪૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરતાં પ્રાણી સમ્યક્ત્વને શોભાવે છે, તેમજ તીર્થકર નામકર્મ શ્રેણિક રાજાની જેમ બાંધે છે. ગયા છે દોષ જેના એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ જે પૂજા કરે છે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવાને કદાપિ દેવેન્દ્ર પ્રવર્તે તો પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંતગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તો આયુષસમાપ્તિ પર્યત પણ પૂજાનો કે ગુણનો અંત આવે નહીં, માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કોઈ સમર્થ નથી, પણ યથાશક્તિ સર્વજન પૂજા કરે એમ બની શકે છે. હે પ્રભુ! તમે અદશ્ય છો એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તો બની શકતી નથી, ત્યારે તો અત્યંત બહુમાનથી તમારા વચનનું પરિપાલન કરવું એ જ શ્રેયસ્કર છે.
પૂજામાં બહુમાન-વિધિની ચતુર્ભાગી જિનેશ્વર ભગવંતની પૂજામાં યથાયોગ્ય બહુમાન અને સમ્યફ વિધિ એ બન્ને હોય તો જ તે પૂજા મહાલાભકારી થાય છે. તે ઉપર ચોભંગી બતાવે છે.
૧. સાચું રૂપું અને સાચી મહોર છાપ, ૨. સાચું રૂપું અને મોટી મોહોર છાપ, ૩. સાચી મોહોર છાપ, પણ ખોટું રૂપું, ૪. ખોટી મોહોર છાપ અને રૂપું પણ ખોટું. • ૧. દેવપૂજામાં પણ (૧) સાચું બહુમાન અને સાચી વિધિ. એ પહેલો ભાંગો સમજવો. ૨. સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ બીજો ભાંગો સમજવો. ૩. સાચી વિધિ છે, પણ સમ્યગું બહુમાન નથી, આદર નથી, એ ત્રીજો ભાંગો સમજવો. ૪. સાચી વિધિ પણ નથી અને સમ્યગું બહુમાન પણ નથી એ ચોથો ભાંગો સમજવો.
ઉપર લખેલા ભાંગામાંથી પ્રથમ અને દ્વિતીય યથાનુક્રમે લાભકારી અને ત્રીજો તથા ચોથો ભાંગો બિલકુલ સેવન કરવા લાયકન થી.
એટલા જ માટે બૃહતુભાષ્યમાં કહે છે કે - વાંદરાના અધિકારમાં (ભાવપૂજામાં) રૂપા સમાન મનથી બહુમાન સંમજવું અને મોહોર છાપ સમાન સર્વ બહારાની ક્રિયાઓ સમજવી. બહુમાન અને ક્રિયા એ બંનેનો સંયોગ મળવાથી વંદના સત્ય જાણવી; જેમ રૂપું અને મોહોર સત્ય હોય તે રૂપિયો બરાબર ચાલે છે, તેમ વંદના પણ બહુમાન અને ક્રિયા એ બંને હોવાથી સત્ય સમજવી. બીજા ભાંગા સરખી વંદના પ્રમાદિની ક્રિયા તેમાં બહુમાન અત્યંત હોય પણ ક્રિયા શુદ્ધ નથી, તે પણ માનવા યોગ્ય છે, બહુમાન છે, ક્રિયા અખંડ કરે, પણ અંતરંગ પ્રેમ નથી તેથી ત્રીજા ભાંગાની વંદના કશા કામની નથી. કેમકે ભાવ વિનાની કેવળ ક્રિયા શા કામની છે? એ તો કેવળ લોકોને દેખાડવારૂપ જ ગણાય છે, એ નામની જ ક્રિયા છે, તેથી આત્માને કાંઈ ફળીભૂત થતી નથી. ચોથો ભાંગો પણ કશા કામનો નથી, કેમકે અંતરંગ બહુમાન પણ નથી અને ક્રિયા પણ શુદ્ધ નથી. એ ચોથા ભાંગાને તત્ત્વથી વિચારીએ તો વંદના જ ન ગણાય. દેશ-કાળને આશ્રયીને થોડો અથવા ઘણો વિધિ અને બહુમાન સંયુક્ત એવો ભાવસ્તવ કરવો.