________________
૧૪૦
,
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૪. જે વંદનયોગ્ય નહિ પરંતુ સ્મરણીય=માત્ર સ્મરણ કરવા યોગ્ય તે ૧ શાસનદેવ છે. ૧૫. નામ સ્થાપનાં દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના જિન=અરિહંત.
૧૬. થોય એટલે સ્તુતિ તે એક જ થોયજોડામાં ૪ પ્રકારની કહેવામાં આવે છે.
૧૭..ચૈત્યવંદન કરવાથી જે આઠ પ્રકારનાં ફળ મેળવવાની ઈચ્છા રાખવામાં આવે છે તે ૮
નિમિત્ત.
૧૮. તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન (કારણરૂપ) તે ૧૨ હેતુ.
૧૯. કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગનો ભંગ ન ગણાય તે ૧૬ આગાર (એટલે અપવાદ).
૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યોગ્ય છે તે ૧૯ દોષ.
૨૧. કયાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેનો કાળનિયમ દર્શવવો તે ૧ ભેદ.
૨૨. પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાનો ૧ ભેદ.
૨૩. એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કયે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ.
૨૪. દેરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦ પ્રકારની (મોટી આશાતના) કહેવાય છે, કે જે અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
એ પ્રમાણે ૩૦ ૫ ૨૩ ૩ ૧ ૧ ૧૬૪૭-૧૮૧૯૭ ૫ ૧૨ ૪ ૧ -૪ ૪ ૮૧૨ ૧૬ ૧૯-૧-૧--૭ ૧૦=૨૦૭૪ ઉત્તરભેદ થયા.
વિધિપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન મહાફળને આપનાર છે અને જો કોઈ વખત અવિધિથી કરાય તો અલ્પફળ આપનાર બને છે. કષ્ટની પ્રાપ્તિનો હેતુ પણ થાય છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે :
જેમ ઔષધ અપથ્યથી ખાવામાં આવે તો તેથી ભયંકર દુખની પ્રાપ્તિ થાય છે, તેમ ધર્માનુષ્ઠાન પણ જો વિપરીત કરવામાં આવે તો તેથી ભયંકર મહાકષ્ટ થાય છે.
ચૈત્યવંદનાદિથી જો અવિધિથી થાય તો તેને ઉલટું પ્રાયશ્ચિત આવે છે જે માટે મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું પણ છે કે :
અવિધિથી ચૈત્યોને વાંદતા બીજા ભવ્ય જીવોને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે, એ જ કારણ માટે અવિધિથી ચૈત્યને વાંદે, તેને પ્રાયશ્ચિત્ત આપવું.”
દેવતા, વિદ્યા અને મંત્રાદિક પણ વિધિપૂર્વક આરાધે, તો જ તેનું ફળ સિદ્ધ થાય. અન્યથા તેને તત્કાળ અનર્થની પ્રાપ્તિનો હેતુ થાય છે.
ચિત્રકારનું દૃષ્ટાંત
અયોધ્યાનગરીમાં સુરપ્રિય નામે યક્ષ હતો, તેની દર વર્ષે વર્ષગાંઠની યાત્રા ભરાતી હતી. તેમાં એટલું આશ્ચર્ય હતું કે જે દિવસે તેની યાત્રા ભરાવવાની હોય, તે દિવસે એક ચિતારો તેના મંદિરમાં જઈ તેની મૂર્તિ આલેખે કે, તત્કાળ તે ચિતારો મરણ પામે.