________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૫
કેપ હોય છે. એટલા જ માટે ખરેખર તત્ત્વના જાણ પુષ્પો જિનબિંધ ઉપર કે જિનપ્રણિત ધર્મ ઉપર અનાદિકાળના અશુભ અભ્યાસના ભયથી દ્વેષનો લેશ પણ વર્જે છે.
ધર્મફત્ય ઉપર દ્વેષ રાખવા સંબંધી કુંતલા રાણીનું દષ્ટાંત પૃથ્વીપુર નામે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને કુંતલા રાણી નામે પટ્ટરાણી હતી. તે જિનધર્મમાં દઢ હતી અને વળી બીજી રાણીઓને પણ વારંવાર ધર્મના કામમાં યોજનારી હતી. તેના ઉપદેશથી તેની સર્વ શોકય પણ ધર્મિષ્ઠ થઈને તેનું બહુમાન કરતી હતી.
એક વખતે રાણીઓએ પોતપોતાના નામનાં દેરાં, દેરીઓ, પ્રતિમાઓ ભરાવીને તેની પ્રતિષ્ઠાનો મહોત્સવ કરવા શરૂ કર્યો. તેમાં દરરોજ ગીત, ગાયન, પ્રભાવના, સાધર્મિકવાત્સલ્ય ઘણી ઘણી અધિકતાથી થવા લાગ્યાં. તે દેખી પટ્ટરાણી શોકય-સ્વભાવથી પોતાના મનમાં ઘણી અદેખાઈ કરવા લાગી, પોતે પણ નવીન દેરાસર સર્વથી અધિક રચનાવંત કરાવેલ હોવાથી તેનો સર્વથી અધિક ઠાઠમાઠ કરાવે છે, પણ જ્યારે કોઈ પણ શોકયનાં દેરાં, દેરીઓનાં બહુમાન કે પ્રશંસા કરે ત્યારે તે ઘણી અદેખાઈ કરે છે.
પોતાનાં દેરાંની પ્રશંસા કરે તે સાંભળી પ્રમોદ(હર્ષ) પામે, શોક્યોનાં દેરાંની કે મહોત્સવની કોઈપણ પ્રશંસા કરે તો તેથી તે બળી મરે છે. અહોહો! મત્સરની દુરંતતા ! ધર્મ ઉપર પણ આટલો બધો લેષ આવા ષનો પાર પણ પામવો અતિદુઃસહ છે. એટલા જ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં કહ્યું છે કે :
ઈર્ષારૂપ સમુદ્રમાં વહાણ પણ ડૂબી જાય છે ત્યારે તેમાં બીજા પાષાણ જેવાં ડૂબે તેમાં શું નવાઈ? વિદ્યામાં, વ્યાપારમાં, વિશેષજ્ઞાનની વૃદ્ધિમાં, સંપદામાં, રૂપાદિક ગુણોમાં, જાતિમાં, પ્રખ્યાતિમાં, ઉન્નતિમાં, મોટાઈ, આદિમાં લોકોને મત્સર હોય છે, પણ ધિક્કાર છે કે ધર્મનાં કાર્યમાં પણ મત્સર છે!
બીજી રાણીઓ તો બીચારી સરળ સ્વભાવની હોવાથી પટ્ટરાણીનાં કૃત્યોની અનુમોદના વારંવાર કરે છે. પણ આના (પટ્ટરાણીના) મનમાંથી ઈર્ષ્યા સ્વભાવ જતો નથી. ઈષ્યમાં ને ઈષ્યમાં રહેતાં તેને એવો કોઈક દુર્નિવાર રોગ ઉત્પન્ન થયો કે જેથી તે સર્વથા જીવવાની આશાથી નિરાશ થઈ. છેવટે રાજાએ પણ તેનાં સર્વ આભૂષણ લીધાં, તેથી શોક્યો ઉપરના દ્વેષભાવથી અત્યંત દુર્ગાનમાં મરણ પામીને શોક્યોનાં દેરાં, પ્રતિમા, મહોત્સવ, ગીતાદિકની ઈર્ષ્યા કરવાથી પોતાના બનાવેલા દેરાસરના બારણા આગળ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ, તે પૂર્વના અભ્યાસથી દેરાના દરવાજા આગળ જ બેસી રહે. તેને દેરાના નોકરો મારે, કૂટે તો પણ દેરાસર મૂકે નહીં. પાછી ફરી ફરીને ત્યાં ને ત્યાં જ આવીને બેસે. આમ કેટલોક કાળ વીત્યા પછી ત્યાં કોઈક કેવળજ્ઞાની આવ્યા. ત્યારે તેમને તે રાણીઓએ મળી પૂછયું કે, કુંતલા મહારાણી મરણ પામી કયાં ઉત્પન્ન થયાં?
ત્યારે કેવળી મહારાજે યથાસ્થિત સ્વરૂપ કહ્યું. તે સાંભળી સર્વ રાણીઓ પરમ વૈરાગ્ય પામીને તે કૂતરીને દરરોજ ખાવાનું નાખી પરમ સ્નેહથી કહેવા લાગી કે, હે મહાભાગ્યા! તું પૂર્વભવે અમારી ધર્મદાત્રી, મહાધર્માત્મા હતી. હા ! હા ! તે ફોકટ અમારી કરણી ઉપર દ્વેષ કર્યો, તેથી તું અહીં કૂતરી