________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૪૩
જેની ક્રિયા વિધિ-સંયુક્ત હોય તેમને ધન્ય છે, વિધિ-સંયુક્ત કરવા ધારતા હોય તેમને ધન્ય છે, વિધિ-માર્ગના ઉપર આદર-બહુમાન રાખનારને ધન્ય છે, વિધિ-માર્ગને નિંદે નહીં એવા પુરુષોને પણ ધન્ય છે.
થોડાભવમાં મોક્ષપદ પામનારને વિધિ-સંયુક્ત કરવાનો પરિણામ સદાકાળ હોય છે, અને અભવ્ય તથા દુર્ભ (ઘણા ભવે મોક્ષપદ પામનાર)ને વિધિ-માર્ગનો ત્યાગ અને અ-વિધિ-માર્ગનું આસેવન ઘણું જ પ્રિય હોય છે.
ખેતીવાડી, વ્યાપાર, નોકરી, ભોજન, શયન, ઉપવેશન, ગમન, આગમન, વચન વિગેરે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેથી વિચારીને વિધિપૂર્વક (રીત મુજબ) સેવન કરે તો સંપૂર્ણ ફળદાયક છે, અને જો વિધિ ઉલ્લંઘન કરીને સેવન કરે તો કેટલીક વખત અલ્પ લાભકારી થાય છે.
અવિધિથી થતા અલ્પ લાભ ઉપર દષ્ટાંત સંભળાય છે કે - દ્રવ્યાર્થી કોઈ બે પુરુષ દેશાંતરે જઈ કોઈક સિદ્ધપુરુષની સેવા કરતા હતા. ઘણી સેવાથી તેના ઉપર તુષ્ટમાન થઈને સિદ્ધપુરુષે તેઓને દેવાધિષ્ઠિત મહિમાવંત તુંબ-ફળના બીજ આપી તેનો આમ્નાય બતાવ્યો કે - સો વાર ખેડેલા ખેતરમાં મંડપની છાયા કરી અમુક નક્ષત્ર, વાર, યોગે એને વાવવાં. જ્યારે તેનો વેલો ઉત્પન્ન થાય ત્યારે પ્રથમથી ફળનાં બીજ લઈ સંગ્રહ કરી રાખવો અને પછી પત્ર, પુષ્પ, ફળ, ડાંખળી સહિત તે વેલાને ખેતરમાં જ એમ ને એમ રાખી નીચે એવો કાંઈક સંસ્કાર કરવો કે જેથી એના ઉપર પડેલી રાખ વ્યર્થ ન જાય. પછી તે સૂકેલા વેલાને બાળી નાંખવો. તેની જે રાખ થાય તે સિદ્ધ ભસ્મ ગણાય છે. ચોસઠ તોલા તામ્ર ગાળી તેમાં એક રતી સિદ્ધ ભસ્મ નાંખવી કે જેથી તે તત્કાળ સુવર્ણ બની જશે.
એમ બંને જણાને સરખી રીતે શિખવી રજા આપી. તે બંને જણ પોતપોતાને ઘેર ગયા. તે બેમાંથી એક જણે યથાવિધિ કરવાથી તેને તેના કહ્યા પ્રમાણે સુવર્ણ થયું અને બીજાએ તેની વિધિમાં કાંઈક ચૂક કરી તેથી તેને સુવર્ણને બદલે ચાંદી થઈ, પણ સુવર્ણ ન થયું, માટે યથાવિધિ થાય તો જ સંપૂર્ણ ફળદાયક નીવડે છે.
હરકોઈ પણ ધર્માનુષ્ઠાન પોતાની શક્તિ પ્રમાણે યથાવિધિ કરીને છેવટે અજાણતાં બનેલી અવિધિ-શાતાનાનો દોષ દૂર કરવા માટે અવિધિ-આશાતના મિચ્છા મિ દુક્કડ' એમ બોલવું કે જેથી તેનો વધારે દોષ લાગતો નથી.
ત્રણ પ્રકારની પૂજાનું ફળ પહેલી અંગપૂજા વિજ્ઞોપશમની (વિનોનો નાશ કરનારી); બીજી અગ્રપૂજા અભ્યદય પ્રસાધની (મોટો લાભ આપનારી); અને ત્રીજી ભાવપૂજા નિવૃત્તિકારિણી (મોક્ષપદ આપનારી); એમ ત્રણેના અનુક્રમે નામથી ગુણ યથાર્થ જાણવા.
અહીં આગળ કહી ગયા છીએ કે, અંગપૂજા, અગ્રપૂજા, દેરાસર કરાવવાં, બિંબ ભરાવવાં,