________________
૧૩૬
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વળી સ્નાત્રાદિકમાં સામાચારીના ભેદથી વિવિધ પ્રકારનો વિધિમાં પણ ભેદ દેખાય છે, તો પણ તેમાં કાંઈ મુંઝાઈ જવું નહીં. કેમકે અરિહંતની ભક્તિથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધરાદિકની સામાચારીમાં પણ ઘણા ભેદ હોય છે તે માટે જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અર્હત્ ભગવંતની ભક્તિનું પોષક હોય તે કોઈ આચાર્યને અસમંત નથી, એમ સર્વ ધર્મકૃત્યમાં સમજી
લેવું.
અહીંયાં જિનપૂજાના અધિકારમાં આરતી ઉતારવી, મંગળદીવો ઉતારવો, લુણ ઉતારવું એ વિગેરે કેટલીક કરણીઓ કેટલાક સંપ્રદાયથી સર્વ ગચ્છોમાં અને પરદર્શનમાં પણ જમણી બાજુથી કરાય છે.
શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તો એવી રીતે સ્પષ્ટાક્ષરથી લખેલું છે કે :लवणाई उतारणं पायलित्तसूरियाई पुव्वपुरिसेहि, संहारेण अणुन्नयंपि संपयं सिट्ठिए कारिज्जई ।
લવણ આરતીનું ઉતારવું. પાદલિપ્તસૂરિ આદિક પૂર્વપુરુષોથી સંહારક્રમથી કરવું. અનુજ્ઞાત છે, પણ હમણાં તો જમણી બાજુથી કરાય છે.
સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારથી પૂજા-પ્રભાવનાદિકના સંભવથી પરલોકના ઉત્તમફળની પ્રાપ્તિ સ્પષ્ટપણે દેખાય છે. વળી જિનજન્માદિ-સ્નાત્ર ચોસઠ ઈન્દ્રો પણ કરતા હતા, તેમની જેમ આપણે પણ કરીએ તે તેમને અનુસાર કર્યું કહેવાય, તેથી આલોકના ફળની પ્રાપ્તિ જરૂર થાય જ છે એમ
સમજવું.
કેવી પ્રતિમા પૂજવી? પ્રતિમાઓ વિવિધ પ્રકારની હોય છે, તેના ભેદ પૂજાવિધિ સમ્યકત્વ પ્રકરણમાં કહેલ છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે ગુરુકારિતા' ગુરૂ જે માતા-પિતા, દાદા, પરદાદા પ્રમુખ, તેણે ભરાવેલી (કરાવેલી) પ્રતિમા પૂજવી," કોઈક આચાર્ય એમ કહે છે કે "પોતે વિધિપૂર્વક પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવીને પૂજવી." વળી કેટલાક આચાર્ય એમ કહે છે કે "વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાની પૂજા કરવી” એવી પ્રતિમાની પૂજા કરવાની રીતિમાં બતાવેલી વિધિપૂર્વક પૂજા કરવી.
માતા-પિતા પ્રમુખે કરાવેલી પ્રતિમાં જ પૂજવી, એવો વિચાર ચિત્તમાં ધરવો નહીં. મમકાર કે આગ્રહ રાખીને અમુક જ પ્રતિમા પૂજવી-એવો આશય રાખવો નહીં. જ્યાં જ્યાં પ્રભુમુદ્રા-સમ-આકારવાળી દેખાય ત્યાં ત્યાં તે પ્રતિમા પૂજવી. કેમકે સર્વ પ્રતિમામાં તીર્થકરનો આકાર દેખવાથી પરમેશ્વરની બુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે, અને જો એમ ન હોય તો ખરેખર પોતાનો હઠવાદ કરવાથી અત્ બિંબની અવગણના કરવાથી અનંત સંસાર પરિભ્રમણ કરવાનો પ્રસંગ બળાત્કારથી તેના ઉપર આવી પડે.
વળી કોઈના મનમાં એવો વિચાર આવે કે અવિધિકૃત પ્રતિમાપૂજનથી ઉલટો દોષ લાગે છે, પણ એમ ધારવું નહીં કે, અવિધિની અનુમોદનાના પ્રકારથી આજ્ઞાભંગનો દોષ લાગે. અવિધિકૃત પ્રતિમા પૂજનથી પણ કાંઈ દોષ લાગતો નથી એમ આગમમાં લખેલ છે. જે માટે કલ્પભાણમાં કહેલ છે કે :