________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૭
નિશ્રાકૃત તે કોઈક ગચ્છનું ચૈત્ય, અનિશ્રાકૃત તે ગચ્છ વગરનું (સર્વને સાધારણ) ચૈત્ય, એવા બન્ને પ્રકારના ચૈત્યે ત્રણ સ્તુતિ કહેવી. એમ કરતાં જો ઘણીવાર લાગે અને તેટલીવાર ટકી શકાય એમ ન હોય તો એકેક થોય (સ્તુતિ) કહેવી. પણ જે જે દેરે ગયા ત્યાં સ્તુતિ કહ્યા વિના પાછું ન ફરવું.
ચેત્ય સંભાળ. જે દેરાસરની સારસંભાળ કરનારા શ્રાવક વગેરે ન હોય એવા દેરાસરને અસંવિજ્ઞ દેવકુલિકા કહીએ. તેમાં (અસંવિજ્ઞ દેવકુલિકા-દેરાસરમાં) જો કરોળિયાએ જાળ બાંધેલ હોય, ધૂળ જામી ગઈ હોય, તો તે દેરાસરના સેવકોને સાધુ પ્રેરણા કરે કે મંખ ચિત્રામણના પાટીયા પેટીમાં રાખીને તે ચિત્રામણનાં પાટીયાં બાળકોને દેખાડીને પૈસા લેનાર લોકોની જેમ તેનાં પાટીયાં રંગબેરંગી વિચિત્ર દેખાવનાં હોવાથી તેની આજીવિકા સુખે ચાલે છે, તેમ તમે પણ જો દેરાસરની સારસંભાળ સારી રાખીને વર્તશો તો તમારા માન-સત્કાર થશે. વળી તે સેવકો એટલે દેરાસરના ચાકરો જો દેરાનો પગાર ખાતા હોય તો તથા તે દેરાસરની પાછળ ગામની લાગત (લાગી) ખાતા હોય કે ગામ ગરાસ જમીન ભોગવતા હોય તો તેને નિર્ભર્જના પણ કરે (ઠપકો આપે) કે તમે દેરાસરની લાગત ખાઓ છો; છતાં પણ તેની દિરાસરની) સારસંભાળ સારી રાખતા નથી. એમ ઠપકો આપવાથી પણ તેની યતના ન કરે તો તેમાં દેખતા જ્યારે જીવ ન હોય ત્યારે તે કરોળીયાના પડને સાધુ પોતાને હાથે ઉખેડી નાખે તો તેમાં તેને દોષ નથી. એમ વિનાશ પામતાં ચૈત્ય જ્યારે સાધુએ પણ ઉવેખવાં નહીં, ત્યારે શ્રાવકની શી વાત?
અર્થાત્ શ્રાવકોએ દેરાસરોની પૂરતી સારસંભાળ રાખવી જ જોઈએ અને તેમાં કોઈપણ પ્રકારની આશાતના થવા દેવી જોઈએ નહીં, કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને પણ શ્રાવક વગેરેના અભાવે છૂટ આપવામાં આવેલી છે, તો તે કૃત્ય શ્રાવકનું હોવાથી શ્રાવકે કદીપણ વિસારી મૂકવું નહીં. જરૂર યથાશક્તિ દેરાસરની સારસંભાળ કરવી જોઈએ. આ બધો પૂજાનો અધિકાર હોવાથી પ્રસંગથી આવેલો અધિકાર બતાવ્યો છે.
નિર્ધનને દ્રવ્ય-ભાવ-પૂજા ઉપર લખેલી સ્નાત્રાદિકની વિધિનો વિસ્તાર તો ધનવાન શ્રાવકથી જ બની શકે એવો છે પણ ધનરહિત શ્રાવક તો સામાયિક લઈને જો કોઈની પણ સાથે તકરાર વગેરે કે પોતાને માથે ઋણ (કરજ) ન હોય તો ઈર્યાસમિતિ વગેરેના ઉપયોગ સહિત સાધુની જેમ ત્રણ નિશીહિ આપવાપૂર્વક ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરાસર આવે. ત્યાં જો કદાચિત્ કોઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તો સામાયિક પારીને તે ફૂલ ગુંથવા વગેરે કાર્યમાં પ્રવર્તે. કેમકે, એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે નહીં અને એટલો ખર્ચ પોતાના નિર્ધનપણાને લીધે થઈ શકે એમ નથી તો પારકી સામગ્રીથી તેનો લાભ લઈ લે.
પ્રશ્ન :- સામાયિક ત્યાગીને દ્રવ્યસ્તવ કરવું કેમ ઘટમાન હોય?
ઉત્તર - સામાયિક તો પોતાને સ્વાધીન છે, તે તો જ્યારે ધારે ત્યારે બની શકે એમ છે, પરંતુ દેરાસરમાં આ ફૂલ વગેરે કૃત્ય તો પરાધીન છે, સામુદાયિક કામ છે પોતાને સ્વાધીન નથી, અને કોઈક વખતે બીજો કોઈક દ્રવ્ય ખરચ કરનાર હોય, ત્યારે જ બની શકે એમ છે, માટે સામાયિક કરતાં પણ