________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૩૫
ઉપર પ્રમાણે કહીને જિનેશ્વર ભગવંતને ત્રણ વાર પુષ્પ સહિત લવણ જળ ઉતારવું. ત્યારપછી આરતી અને તે વખતે ધૂપ કરવો. બે બાજુએ ઉંચી અને અખંડ જલધારા કરવી. તે પછી શ્રાવકોએ ફૂલનાં પગર વિખેરવાં, પછી શ્રેષ્ઠ પાત્રમાં રાખેલી આરતી આ પાઠ બોલવાપૂર્વક ઉત્સવ સહિત ત્રણ વાર ઉતારવી.
આરતી અંગે "મરકતરત્નના ઘડેલા વિશાળ થાળમાં માણેકથી મંડિત મંગળદીવાને સ્નાત્ર કરનારના હાથથી જેમ ભમાડાય છે, તેમ ભવ્ય પ્રાણી-જીવોની ભવની આરતી (ચિંતા) ભમો (દૂર થાઓ.)”
| ત્રિષષ્ટિશલાકાપુરુષના ચરિત્રમાં પણ કહેવું છે કે - "કરવા યોગ્ય કરણી કરીને કૃતકૃત્ય થઈને ઈન્દ્ર હવે કાંઈક પાછા ખસીને વળી ત્રણ જગતના નાથની આરતી ઉતારવા માટે હાથમાં આરતી ગ્રહણ કરી. જ્યોતિવંત ઔષધીના સમુદાયવાળા શિખરથી જેમ મેરુપર્વત શોભે તેમ તે આરતીના દીપકની કાંતિથી ઈન્દ્ર પણ પોતે દીપવા લાગ્યો. શ્રદ્ધાળુ એવા જે બીજા ઈન્દ્રોએ જે વખતે છૂટાં ફૂલોનો સમુદાય વિખેર્યો છે તે વખતે સૌધર્મેન્દ્ર પોતે ત્રણ જગતના નાયકની ત્રણ વાર આરતી ઉતારી." ત્યારપછી મંગળદીવો પણ આરતીની જેમ પૂજવો અને નીચે લખેલી ગાથાઓ બોલવી.
મંગળ દીવા અંગે "ચંદ્ર સમાન સૌમ્ય છે દર્શન જેનું એવા હે નાથ ! તમે જ્યારે કૌસાંબી નગરીએ વિચરતા હતા, ત્યારે સંકોચાઈ ગયો છે પ્રતાપ જેનો એવો સૂર્ય પોતાનાં શાશ્વતા વિમાનથી આપનાં દર્શન કરવા આવ્યો, ત્યારે તમને જેમ પ્રદક્ષિણા કરતો હતો તેમ આ મંગળદીવો પણ તમારી પ્રદક્ષિણા કરે છે. મેરુ પર્વતને પ્રદક્ષિણા કરતાં જેમ સૂર્ય શોભે છે! તેમ હે નાથ ! સુરસુંદરીયે સંચરિત (પ્રદક્ષિણા કરતાં ભમાડેલો) આ મંગળદીપક પણ પ્રદક્ષિણા કરતો શોભે છે.”
એમ પાઠ ઉચ્ચાર કરતાં ત્રણ વાર મંગળદીવો ઉતારી, પ્રભુના ચરણકમળ આગળ દેદીપ્યમાન લાગે એમ સન્મુખ મૂકવો. મંગળદીવો ઉતારતાં આરતી જો ઓલવાઈ જાય તો કાંઈ દોષ લાગતો નથી. આરતી મંગળદીવામાં મુખ્ય વૃત્તિએ (મુખ્યતાએ) ઘી, ગોળ, કપૂર મૂકવો જેથી મહાલાભ પમાય.
લૌકિક શાસ્ત્રમાં કહેલ છે કે :
પરમેશ્વરની પાસે કપૂરથી દીવો કરે તો અશ્વમેધ યજ્ઞનું ફળ પામે, અને તેના કુળનો પણ ઉદ્ધાર થાય છે.”
"શ્રી હરિભદ્રસૂરિએ કરેલા સમરાદિત્ય કેવળીના ચરિત્રની આદિમાં અવળે મા વા એવો પાઠ દેખાય છે. તેથી આ સ્નાત્રવિધાનમાં દર્શાવેલી 'મુવતારૂંવાર' એ ગાથા તેમની (શ્રીહરિભદ્રસૂરિની) કરેલી સંભવે છે.” આ સ્નાત્રવિધાનમાં જે જે ગાથા આવેલી છે તે બધી તપાગચ્છમાં પ્રસિદ્ધ છે તે માટે લખી નથી, પણ સ્નાત્રપૂજાના પાઠથી જોઈ લેવી.