________________
૧૩૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શાન્તિજન અંગે રામના ચરિત્રના ઓગણત્રીસમા ઉદેશામાં અષાડ સુદ ૮થી આરંભીને દશરથ રાજાએ કરાવેલા અષ્ટાનિકા (અઠ્ઠાઈ) મહોત્સવના અધિકારમાં કહેલ છે કે તે હવણ શાંતિ જળ, રાજાએ પોતાના મસ્તકે લગાડીને પછી તે તરૂણ સ્ત્રીઓ સાથે પોતાની રાણીઓને મોકલાવ્યું અને તે રાણીઓએ પોતાના મસ્તકે ચઢાવ્યું. પણ પટરાણીને વૃદ્ધ કંચુકી સાથે મોકલાવ્યાથી તેને જતાં વાર લાગવાને લીધે પટરાણી શોક અને ક્રોધ પામવા લાગી. એટલામાં ઘણીવારે પણ વૃદ્ધ કંચુકીએ હવણ જળ લાવીને પટરાણીને આપ્યું, અને કહેવા લાગ્યો કે, હું વૃદ્ધ છું તેથી વાર લાગી; તો માફ કરો. ત્યારપછી તે પટરાણીએ તે શાંતિજળ પોતાને મસ્તકે લગાવ્યું, તેથી તેનો માનરૂપી અગ્નિ શમી ગયો અને ત્યારપછી હૃદયમાં પ્રસન્નભાવને પામી.
વળી મોટી શાંતિમાં પણ કહેલ છે. કે, શાંતિપનીય મસ્ત વાતવ્ય શાંતિજળ મસ્તકે લગાડવું. વળી પણ સંભળાય છે કે, પ્રતિવાસુદેવ જરાસંઘે મૂકેલી જરાના ઉપદ્રવથી પોતાના સૈન્યને મુક્ત કરવા ભગવાન શ્રી નેમિનાથના વચનથી શ્રીકૃષ્ણ મહારાજે અઠ્ઠમનો તપ કરી આરાધન કરેલા ધરણેન્દ્ર પાસે પાતાળલોકમાંથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા શંખેશ્વર ગામમાં મંગાવી અને તે પાર્શ્વનાથ પ્રભુના હવણ જળથી ઉપદ્રવ શાંત થયો.
વળી જિનેશ્વર ભગવંતની દેશનાં થઈ રહ્યા પછી તે ભૂમિના અધિપતિ વગેરેએ ત્યાં ઉછાળેલી કૂરરૂપ બલિ અરધી ધરતી ઉપર નહીં પડતાં જ પ્રથમથી દેવતા લઈ જાય છે અને તેમાંથી અર્ધ રાજા લે છે, બાકીની સર્વજન લે છે. બળી મસ્તક ઉપર નાખવાના પ્રભાવથી પણ રોગોષદ્રવની શાંતિ થાય છે, એટલું જ નહિ પણ આવતા છ માસ સુધી તેને નવો રોગ ઉત્પન્ન થતો નથી એમ આગમમાં પણ પ્રસિદ્ધ છે. તે માટે સદગુરુપ્રતિષ્ઠિત મોટા મહોત્સવ કરી લાવેલા રેશમી ધ્વજ-પતાકાને દેરાસરને ત્રણ પ્રદક્ષિણા દેવરાવી દિપાળાદિકને બલિદાન આપી ચતુર્વિધ શ્રીસંઘ સાથે વાજતેગાજતે ધ્વજ ચઢાવવો. પછી બધાએ યથાશક્તિ પહેરામણી કરવી. હવે આરતી ઉતારવા પ્રથમથી મંગળદીવો પ્રભુની સન્મુખ પ્રગટાવવો. મંગળદીવાની પાસે એક અગ્નિનું પાત્ર ભરીને મૂકવું. તેમાં લવણ જળ નાંખવું. ફૂલ લઈ ત્રણ વાર પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
"તીર્થ પ્રવર્તનના અવસરે જિનેશ્વર ભગવંતના સન્મુખ ઝંકાર શબ્દ કરતી ભ્રમરની પંક્તિ જેમાં છે એવી દેવતાની મૂકેલી (આકાશથી પડતી) કુસુમવૃષ્ટિ (ફૂલની વૃષ્ટિ) શ્રીસંઘને મંગળ પમાડો.”
લૂણ ઉતારવા અંગે એમ કહીને પ્રભુના સન્મુખ પ્રથમ પુષ્પવૃષ્ટિ કરવી. ત્યારપછી લવણ, જળ, ફૂલ, હાથમાં લઈ પ્રદક્ષિણા ભ્રમણ કરાવતાં નીચે પ્રમાણે બોલવું.
"સર્વ પ્રકારે ભાંગ્યો છે સંસારનો પ્રસાર જેથી એવી પ્રદક્ષિણા કરી શ્રી જિનરાજ ભગવંતના શરીરની અનુપમ લાવણ્યતા દેખીને લજવાયું જ હોય નહીં ! એવું લૂણ અગ્નિમાં પડી બળી મરે છે તે જુઓ.”