________________
૧૩૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
સર્વોપચારિકી પૂજા "જળપૂજા, ચંદનપૂજા, વસ્ત્રપૂજા, આભૂષણપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, દીપપૂજા, નાટકપૂજા, ગીતપૂજા, આરતી ઉતારવી, તે સર્વોપચારિકી પૂજા સમજવી. એમ બૃહભાષ્યમાં ઉપર બતાવ્યા પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા કહેલી છે." કહેલું છે કે -
પોતે પોતાના હાથે પૂજાના ઉપકરણો લાવે તે પ્રથમ પૂજા, બીજા પાસે પૂજાના ઉપકરણ મંગાવે તે બીજી પૂજા અને મનથી પોતે ફળ-ફૂલ વગેરે પૂજા કરવાને મંગાવવાનો વિચાર કરવારૂપે ત્રીજી પૂજા સમજવી. અથવા એ મન, વચન અને કાયાના યોગથી કરવી, કરાવવી અને અનુમોદવી; એમ પણ ત્રણ પ્રકાર થાય છે તથા પુષ્પથી, નૈવેદ્યથી, સ્તુતિથી અને આજ્ઞાપાલન એમ ચાર પ્રકારની પૂજા યથાશક્તિ કરવી.
લલિતવિસ્તરામાં કહેવું છે કે :- પૂજામાં પુષ્પપૂજા, આમિષ (નૈવેદ્ય) પૂજા, સ્તુતિ (ગાયન) પ્રતિપત્તિ (આરાધન અથવા વિધિ-પ્રતિપાલન), એ ચાર વસ્તુઓ યથોત્તર અનુક્રમથી પ્રધાન છે. એમાં આમિષ શબ્દથી પ્રધાન અશનાદિ ભોગ્ય વસ્તુ સમજવી. જે માટે ગૌડકોશમાં લખેલ છે કે, "આમિય શબ્દથી ભોગવવા યોગ્ય અશનાદિક વસ્તુ સમજવી."
પ્રતિપત્તિ પુનરવિનાતોપવેશપરિપત્રના પ્રતિપત્તિ એટલે "સર્વજ્ઞના વચનનું યથાર્થ પાલન કરવું તે.” એમ આગમોક્ત પૂજાના ચાર ભેદ સંપૂર્ણ થયા.
જિનેશ્વર ભગવંતની પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા અને બીજી ભાવપૂજા. તેમાં દ્રવ્યપૂજા તે શુભ દ્રવ્યથી પૂજા કરવી અને ભાવપૂજા તે જિનેશ્વર ભગવંતની આજ્ઞા પાળવી. ફૂલ ચડાવવાં, સુગંધ વાસ ચડાવવો, એ આદિક સત્તર ભેદ, સ્નાત્ર પૂજા એ આદિક એકવીસ પ્રકારની પૂજાના ભેદો. વળી અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા, એમ પૂજાના ત્રણ ભેદમાં સર્વ પૂજાના ભેદ અંતભૂત થાય છે.
પૂજાના સત્તર ભેદ ૧. સ્નાત્રપૂજા, વિલેપનપૂજા, ૨. વાસપૂજા, ચક્ષુયુગલપૂજા (ચક્ષુયુગલ ચઢાવવાં), ૩. ફલપૂજા, ૪. પુષ્પમાળપૂજા, ૫. પંચરંગી છૂટાં ફૂલ ચઢાવવાની પૂજા, ૬. ચૂર્ણપૂજા (બરાસનું ચૂર્ણ ચઢાવવું) ધ્વજ, ૭. આભરણ (મુગટ) પૂજા, ૮. પુષ્પગૃહપૂજા, (ફુલનું ઘર ચઢાવવું), ૯. પુષ્પ-ફુલપ્રગરપૂજા (છૂટા ફૂલોનો ઢગલો કરવો), ૧૦. આરતી ઉતારવી, મંગળદીવો કરવો, અષ્ટ મંગલિક સ્થાપવા, ૧૧. દીપક પૂજા, ૧૨. ધૂપપૂજા, ૧૩. નૈવેદ્યપૂજા, ૧૪. ફળપૂજા, ૧૫. ગીત પૂજા, ૧૬. નાટક પૂજા, ૧૭. વાજિંત્રપૂજા.
પૂજા સંબંધી ઉપયોગી સૂચનો ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલાંક ઉપયોગી સૂચનો તથા એકવીસ પ્રકારી પૂજાનો વિધિ નીચે મુજબ લખેલ છે.