________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૯
બીજે સ્થળે પણ કહ્યું છે કે, "સવારે ચૈત્ય તથા સાધુઓને વિધિપૂર્વક વંદન કર્યા વગર પાણી પીવું, મધ્યાહને ફરીવાર વંદન કર્યા વગર બપોરનું ભોજન અને સાંજના વંદન કર્યા વગર શયન કલ્પતું નથી."
ગીત, નૃત્ય, વાજિંત્ર, સ્તોત્ર એ અગ્રપૂજામાં ગણાવેલાં ભાવપૂજામાં પણ અવતરે છે, વળી એ મહાફળદાયી હોવાથી ઉદયનરાજા અને પ્રભાવતી રાણીની જેમ બને ત્યાં સુધી પોતે જ કરવાં.
નિશીથચૂર્ણિમાં કહેલું છે કે - "સ્નાન કરીને કર્યા છે કૌતુકમંગળ જેણે એવી પ્રભાવતી રાણી સફેદ વસ્ત્ર પહેરીને, યાવત્ આઠમ-ચૌદશના દિવસે ભક્તિરાગે કરી પોતે જ નાટક કરતી હતી અને રાજા પણ તેની મરજી પ્રમાણે મૃદંગ વગાડતો."
ત્રણ અવસ્થા ભાવના - જિનપૂજા કરવાના અવસરે અરિહંતની છદ્મસ્થ, કેવળી અને સિદ્ધ, એવી ત્રણ અવસ્થા ભાવવી. જે માટે ભાષ્યમાં કહેવું છે કે -
ભગવંતને સ્નાન કરાવનારે, ભગવંતના પાસે રહેલા પરિકરમાં ઘડેલા હાથી ઉપર ચડેલા દેવના હાથમાં રહેલા કળશના દેખાવથી તથા વળી પરિકરમાં રહેલા માળાધારી દેવના રૂપે કરી, ભગવંતની છબસ્થાવસ્થા ભાવવી. (છબસ્થાવસ્થા એટલે કેવળજ્ઞાન પામ્યા પહેલાંની અવસ્થા).
છદ્મસ્થાવસ્થા ત્રણ પ્રકારે છે. (૧) જન્મની અવસ્થા, (ર) રાજ્ય અવસ્થા, (૩) સાધુપણાની અવસ્થા. તેમાં હવણ કરતી વખતે જન્માવસ્થા ભાવવી, માળાધારક દેવતાનાં રૂપ દેખી ફૂલમાળા પહેરવાના રૂપ દેખાવથી, રાજ્યાવસ્થા ભાવવી, કેશ રહિત મસ્તક અને મુખ દેખાવથી સાધુપણાની અવસ્થા ભાવવી, પ્રાતિહાર્યમાં પરિકરના ઉપરના ભાગે કળશના બે તરફ રહેલા પત્રના આકારને દેખી અશોકવૃક્ષની ભાવના, માળાધારી દેવના દેખવાથી પુષ્પવૃષ્ટિ ભાવવી. પ્રતિમાની બે પાસે રહેલા દેવતાના હાથમાં રહેલી બંસી વીણાના આકાર દેખી દિવ્યધ્વનિની ભાવના કરવી. એમ બીજી પણ યથાયોગ્ય સર્વ ભાવના પ્રગટપણે જ થઈ શકે એમ છે માટે તેની ભાવના કરવી. ભાવપૂજાનો વિચાર સંપૂર્ણ થયો.
સામગ્રીના ભેદે પૂજાના પ્રકારો (૧) પંચ ઉપચારિકી પૂજા, (૨) અષ્ટ ઉપચારિકી પૂજા (૩) ઋદ્ધિવંતની કરવા યોગ્ય સર્વોપચારિકી પૂજા એમ ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોમાં ગણાવી છે.
પંચોપચારિકી પૂજા “પુષ્પપૂજા, અક્ષતપૂજા, ગંધપૂજા, ધૂપપૂજા, દીપપૂજા એમ પંચોપચારિકી પૂજા સમજવી.” અષ્ટોપચારિકી પૂજા
"જળપૂજા, ચંદનપૂજા, પુષ્પજા, દીપપૂજા, ધૂપપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજ, અક્ષતપૂજા, એ અષ્ટ પ્રકરના કર્મને હણનારી હોવાથી અષ્ટોચારિકી પૂજા ગણાય છે."