________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૨૭
બૃહત્કલ્પમાં પણ કહે છે કે, તીર્થકરો સાધુના સાધર્મિક નથી તે કારણથી તીર્થકરને અર્થે કરેલો આહાર સાધુને જ્યારે કહ્યું, ત્યારે પ્રતિમાને માટે કરેલા બળી નૈવેદ્યની તો શી વાત?
પ્રતિષ્ઠાપાહુડમાંથી શ્રી પાદલિપ્તસૂરિએ ઉદ્ધરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં કહેલ છે કે - "આરતી ઉતારીને મંગળદીવો કર્યા પછી ચાર ઉત્તમ સ્ત્રીઓએ મળી નિત્ય વિધિથી નૈવેદ્ય કરવો.”
મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં પણ કહે છે કે, "અરિહંત ભગવંતને બરાસ, ફૂલમાળા, દીવો, મોરપીંછીથી પ્રમાર્જન, ચંદનાદિનું વિલેપન, વિવિધ પ્રકારના બલિ (નૈવેદ્ય), વસ્ત્ર, ધૂપાદિ પૂજા સત્કાર કરીને, પ્રતિદિન પૂજા કરતાં પણ તીર્થની ઉન્નતિ કરીએ.” આ મુજબ અગ્રપૂજાનો અધિકાર સમાપ્ત થયો,
ભાવપૂજાનો અધિકાર ભાવપૂજા તો જિનેશ્વર ભગવંતની દ્રવ્યપૂજાના વ્યાપાર નિષેધરૂપ ત્રીજી નિસીહિ' કરવાપૂર્વક કરવી. જિનેશ્વર ભગવંતની જમણી તરફ પુરુષોએ અને ડાબી તરફ સ્ત્રીઓએ આશાતના દૂર કરવા માટે ઓછામાં ઓછું ઘર દેરાસરમાં એક હાથ કે અર્ધ હાથ અને મોટા દેરાસરમાં નવ હાથ અને વિશેષ તો સાઠ હાથ તેમજ મધ્યમ ભેદતો દશ હાથથી માંડી ઓગણસાઠ હાથનો અવગ્રહ રાખીને (દૂર રહીને) ચૈત્યવંદન કરવા બેસવું. શાસ્ત્રમાં કહેલું છે કે :
ત્રીજી ભાવપૂજામાં ચૈત્યવંદન કરવાના ઉચિત પ્રદેશ (અવગ્રહ રાખી) બેસીને યથાશક્તિ સ્તુતિ, સ્તોત્ર, સ્તવને કરી ચૈત્યવંદન કરે.
નિશીથસૂત્રમાં કહેલ છે કે - "તે ગંધાર શ્રાવકસ્તવન-સ્તુતિઓને ભણતો તે ગિરિગુફામાં રાત-દિવસ રહ્યો."
વસુદેવહિંડીમાં પણ કહેવું છે કે :- "સમ્યકત્વને ધારણ કરનાર વસુદેવ પ્રાત:કાળે શ્રાવકના સામાયિકાદિક પચ્ચકખાણ લઈને કર્યા છે કાઉસ્સગ્ગ સહિત થઈ વંદન (દવવંદન) જેણે એવો” એમ અનેક ઠેકાણે શ્રાવકાદિકે કાયોત્સર્ગ સ્તુતિ કરીને ચૈત્યવંદન કર્યા છે એમ કહ્યું છે.
ચૈત્યવંદનના ભેદ જઘન્યાદિ ભેદથી ચૈત્યવંદનના ભેદ ત્રણ કહ્યા છે. ભાષ્યમાં કહેવું છે કે -
બે હાથ જોડી શિરનમન આદિ સ્વરૂપ નમસ્કાર માત્રથી નમો નાઈ એમ કહી પ્રભુને નમસ્કાર કરવો તે; અથવા નમો રિહંતા એમ આખો નવકાર કહીને અથવા એક શ્લોક, સ્તવન વિગેરે કહેવાથી, નાની જાતિના શ્લોક કહેવાથી ઘણા નમસ્કારો પણ થાય; અથવા પ્રણિપાત એવું નામ મુસ્થા નું હોવાથી એકવાર મુલ્યુi જેમાં આવે એવું ચૈત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે તેમ) એ જઘન્યચૈત્યવંદન કહેવાય છે. | મધ્યમચૈત્યવંદન તે પ્રથમથી ગરિરંતવેથા થી માંડી કાઉસ્સગ્ન કરી એક થોઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચૈત્યવંદન કરીને એક થોઈ છેલ્લી કહેવી તે મધ્યમચૈત્યવંદન કહેવાય છે.