________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
ક ૧૧૯
છે, એટલે પૂજા માટે કહ્યા પછી બીજા ઉપયોગમાં વપરાય નહીં, પણ દેવની પૂજામાં ઉપયોગી છે. ૨. અક્ષત, ફળ(બદામ), નૈવેધ, વસ્ત્રાદિક જે એક વાર પૂજાના ઉપયોગમાં આવી ગયું એવો દ્રવ્યનો સમુદાય તે પૂજા કીધા પછી નિર્માલ્ય ગણાય છે, અને તે દ્રવ્યનો દેરાસરમાં ઉપયોગ થાય છે.
અહીંયાં પ્રભુ આગળ ચડાવેલા ચોખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કોઈપણ આગમમાં કે પ્રકરણમાં કે ચરિત્રોમાં કયાંય પણ એવો આશય બતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષોનો સંપ્રદાય પણ તેવો કોઈપણ ગચ્છમાં દેખાતો નથી. જે કોઈ ગામમાં આવકનો ઉપાય ન હોય, ત્યાં અક્ષત, બદામ, ફળાદિકથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાનો પણ વિધિ છે. જો અક્ષતાદિક પણ નિર્માલ્ય સિદ્ધ થતા હોય તો તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય? માટે અમો આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે જ નિર્માલ્ય છે, એ જ ઉક્તિ ખરી ઠરે છે;
કેમકે શાસ્ત્રોમાં લખેલ જ છે કે “મો વિખä વિતિ શીયસ્થા' એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય. એ ઉપરાંત વિશેષ તત્ત્વ તો સર્વજ્ઞ જાણે.
કેસર, ચંદન, પુષ્પાદિક પૂજા પણ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, મુખ વગેરે આચ્છાદન ન થાય અને શોભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આફ્લાદ થવાથી પૃથ્યવૃદ્ધિનું કારણ બની શકે.
પૂજાના ત્રણ પ્રકાર અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાર્જના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુંચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલી મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા દેવી, ધૂપિત સ્વચ્છ મૂદુ ગંધ કાષાયિકાદિક વસ્ત્ર કરી અંગલુછણાં કરવાં. કેસર, ચંદન, કપૂર આદિથી ગોશીષચંદનનું વિલેપન અને પ્રભુની આંગી કરવી. ગૌચંદન, કસ્તુરી પ્રમુખે કરી તિલક કરવાં. પત્રરચના કરવી, વચમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરવી, બહુ મૂલ્યવાળા રન, સુવર્ણ, મોતીનાં આભૂષણ અને સોના-રૂપાનાં ફૂલથી આંગીની શોભનિક રચના કરવી; જેમકે,
વસ્તુપાળ મંત્રીએ પોતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુંજય તીર્થ ઉપર રહેલાં સર્વ જિનબિંબોને રત્ન તથા સોનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી દમયંતીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચોવીસ તીર્થકરો માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રેયસ્કારી છે. કહેલું છે કે :
ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્યપૂજાની રચના અત્યુત્તમ હોય તો ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજો કાંઈ શ્રેષ્ઠતર ઉપયોગ નથી, માટે એવા કારણનો સદાય ખપ કરવો, જેથી પુષ્ટતર પુણ્ય બંધાય છે.