________________
૬૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ
શા માટે એને કાઢે છે? ધર્મમાં ચિત્ત પરોવ અને આત્માનું કલ્યાણ સાધ.” આ પછી હું, મારા દિવસો ધર્મક્રિયામાં પસાર કરું છું. જુદા જુદા તીર્થોની યાત્રા કરતાં શ્રેણિક મહારાજા અને તમારા ધર્મધુરંધરપણાની ખ્યાતિ સાંભળી હું અહિં આવી અને ધર્મી એવા તમારા દર્શનથી મારો જન્મ ખરેખર કૃતાર્થ થયો છે.” અભયકુમારે ભોજન અવસરે કપટશ્રાવિકાના ઉતારે જઈ સપરિવાર તેને પોતાના ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. મહાઅમાત્ય અભયકુમાર પીરસતી વખતે જાતે હાજર રહ્યો. કપટશ્રાવિકા દરેક રસવતીમાં કેટલા દિવસનો આટો છે, સચિત્ત છે કે અચિત્ત છે, વિગેરે પૂછી તપાસી પછી જ લેતી. આ પ્રમાણેની તેની ચોક્કસાઈ અને ધર્મ લાગણીથી મહાઅમાત્યને તેના ઉપર વધુ ભક્તિ ઉત્પન્ન થઈ. કેટલાક વખત પછી કપટ નિધાન તેણીએ આગ્રહપૂર્વક મહાઅમાત્ય અભયકુમારને પોતાને ત્યાં ભોજનનું નિમંત્રણ આપ્યું. ધર્મભગિની માની મહાઅમાત્ય અભયકુમારે તેનો સ્વીકાર કર્યો. ભોજનને અંતે અભયકુમારને તેણે ચંદ્રહાસ મદિરા પાયો. અને તેથી અભયકુમાર નિદ્રાધીન થઈ ભાન ભૂલ્યો કે તુર્ત તેણે બીજા દ્વારથી રથદ્વારા જલદીથી ચંડપ્રદ્યોતનના નગરે પહોંચાડ્યો અને ચંડપ્રદ્યોતનને સોંપ્યો. મદિરાનું ઘેન ઉતરતાં અભયકુમારને ખ્યાલ આવ્યો કે તે શ્રાવિકા સાચી શ્રાવિકા નહોતી પણ મને પકડવા શ્રાવિકારૂપધારી વેશ્યા હતી. અહિં ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરતી હોવાથી ગણિકા તે દ્રવ્યશ્રાવિકા ગણાય.
૪થો-ભાવશ્રાવક - ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે ભાવશ્રાવક કહેવાય છે. આ ભાવનિક્ષેપો ગણાય છે.
જેમ નામગાય, સ્થાપનાગાય અને દ્રવ્યગાયથી દૂધની પ્રાપ્તિ થતી નથી. તેમ નામશ્રાવક, સ્થાપનાશ્રાવક અને દ્રવ્યશ્રાવકપણે મુક્તિનું સાધક થતું નથી. આ ગ્રંથમાં ભાવશ્રાવકનો અધિકાર કથન - કરવામાં આવશે. (ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ આ ગ્રંથ છે.)
ભાવશ્રાવકના ત્રણ ભેદ ભાવશ્રાવકના ત્રણ ભેદ છે. ૧. દર્શનશ્રાવક, ૨. વ્રતશ્રાવક અને ૩. ઉત્તરગુણ શ્રાવક.
૧. દર્શનશ્રાવક તે કેવળ સમ્યક્ત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવર્તી, શ્રેણિક તથા કૃષ્ણાદિક જેવા 'પુરુષો સમજવા.
૨. વતશ્રાવક તે, સમ્યક્ત્વમૂળ સ્થૂળ અણુવ્રતધારી. (પાંચ અણુવ્રત ધનરા : ૧. પ્રાણાતિપાત-ત્યાગ, ૨. અસત્ય-ત્યાગ, ૩. ચોરી-ત્યાગ, ૪. મૈથુન-ત્યાગ, ૫. પરિગ્રહ-પરિમાણ, એ પાંચે સ્થૂળથી તજાય છે માટે એને અણુવ્રત કહેવાય, તેના ત્યાગી તે વ્રતશ્રાવક). આ વ્રતશ્રાવક સંબંધમાં સુરસુંદરકુમારની પાંચ સ્ત્રીઓનું વૃત્તાંત જાણવા યોગ્ય હોવાથી તે દષ્ટાંતરૂપ બતાવે છે.
સુરસુંદરકુમાર શેઠની પાંચ સ્ત્રીઓનાં દાંત સુરસુંદરકુમાર એક વખત પોતાની પાંચ સ્ત્રીઓની પરીક્ષા માટે ગુપ્ત રહીને છિદ્રમાંથી તેઓનાં ચરિત્ર જોતો હતો. તેવામાં ત્યાં ગૌચરી ફરતા એક મુનિ આવ્યા. તેમણે ઉપદેશ કરતાં તેણીઓને કહ્યું કે,