________________
૧૧૨
विधिना जिनं जिनगृहे गत्वाऽर्चति उचितचिन्तारतः उच्चरति प्रत्याख्यानं दढपंचाचारः गुरुपार्श्वे ||६||
શ્રાદ્ધવિધિ પ્રકરણ
વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતના મંદિરે જઈ વિધિપૂર્વક ઉચિત ચિંતવના કરીને (દેરાસરની દેખરેખ કરી) વિધિપૂર્વક જિનની પૂજા કરે. પછી પંચાચારમાં દ્રઢ થયેલો શ્રાવક ગુરૂ પાસે પચ્ચક્ખાણ કરે. એમ સામાન્ય અર્થ બતાવી વિશેષ અર્થ બતાવે છે.
સમૃદ્ધિવાનને જિનમંદિર જવાનો વિધિ
મંદિર જનાર જો રાજા પ્રમુખ મહર્ષિક હોય તો સર્વ ઋદ્ધિથી, સર્વ ઐશ્વર્યથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ પરાક્રમથી, જૈનશાસનનો મહિમા વધારવા માટે મોટી ઋદ્ધિપૂર્વક મંદિરે જાય. જેમ દશાર્ણભદ્ર રાજા શ્રી વીતરાગને વંદન કરવા ગયો હતો તેવી રીતે જાય.
દશાર્ણભદ્ર રાજાની કથા
ન
દશાર્ણ નામના દેશમાં દશાર્ણ નગરને વિશે દશાર્ણ નામે રાજા હતો. તેને પાંચસો રાણીઓ હતી. એક વખતે સેવકે આવી ખબર આપ્યા કે, 'પ્રાતઃકાળે મહાવીર ૫૨માત્મા આપણા ઉદ્યાનમાં પધારવાના છે.’ રાજા હર્ષિત થયો અને તેણે સંકલ્પ કર્યો કે, કોઈએ ભગવંતને વાંઘા ન હોય તેથી ઋદ્ધિથી હું કાલે વંદન કરૂં.’ આ રીતે મોટા અહંકારથી પોતાની સર્વઋદ્ધિથી ભગવંતને વાંદવા નીકળ્યો. તેણે પોતાની સ્ત્રીઓને સુંદર આભૂષણોથી સોના ચાંદી અને હાથીદાંતની પાંચસો પાલખીઓમાં બેસાડી અને નગરના શેઠશાહુકારોને સાથે લીધા. અઢાર હજાર હાથી, ચોવીસલાખ ઘોડા, એકવીસ હજા૨ ૨થ, એકાણું કરોડ પાયદળ લશ્કર, એક હજાર સુખપાળ, સોળ હજર ધ્વજાઓ સહિતના આડંબરપૂર્વક સમવસરણ સમીપે આવ્યો. અને હાથી ઉપરથી ઉતરી અભિગમ સાચવવાપૂર્વક મહાવીર પરમાત્માને વંદન કર્યું."
આ પ્રસંગ સૌધર્મેન્દ્રે અવધિજ્ઞાનથી જાણ્યો અને દશાર્ણભદ્રનું અભિમાન દૂર કરવા તેણે પોતાની દિવ્યઋદ્ધિ વિકુર્તી. તેણે પાંચસોબાર સૂંઢવાળા-મસ્તકવાળા ચોસઠહજાર હાથી વિષુર્વ્યા. દરેક મસ્તકે આઠ આઠ દંતશૂળ, પ્રત્યેક દંતુશૂળે આઠ આઠ વાવો, પ્રત્યેક વાવે આઠ આઠ કમળો, પ્રત્યેક કમળે લાખ લાખ પાંખડીઓ અને પ્રત્યેક પાંખડીયે બત્રીસ બદ્ધ નાટકો વિકર્યાં. દરેક કમળની મધ્યકર્ણિકાના ભાગ ઉપર એક એક ઈન્દ્રપ્રસાદ કર્યો અને તેની અંદર આઠ આઠ પટ્ટરાણીઓ સાથે ઈન્દ્ર પોતે બેઠો હોય તેમ વિકર્યું અને તેણે પણ હસ્તિ ઉપરથી ઉતરી ભગવંતને વિધિપૂર્વક વંદન કર્યું.
દશાર્ણભદ્રરાજાને ઈન્દ્રની આવી સમૃદ્ધિ જોઈ પોતાની સમૃદ્ધિનો ગર્વ ઉતરી ગયો. વિચારધારામાં દશાર્ણભદ્રને વૈરાગ્ય થયો. અને તેને પોતાની સમૃદ્ધિ તુચ્છ લાગી. છેવટે જેને સર્વ ઈન્દ્રો અને જગત્નાં સર્વપ્રાણીઓ પ્રણમે એવી કૈવલ્ય લક્ષ્મીઋદ્ધિ પ્રાપ્ત કરવા ભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. દશાર્ણભદ્રને ચારિત્ર અંગીકાર કરેલ દેખી સૌધર્મેન્દ્ર વિસ્મય પામ્યો અને દશાર્ણભદ્રરાજર્ષિને વંદના કરી કહેવા લાગ્યો કે, 'હે ભગવંત આપ મારો અપરાધ ક્ષમા કરજો આપ પરાક્રમી, તેજસ્વી છો ?’ ઈન્દ્ર અપરાધ ખમાવી સ્વર્ગે ગયો. દશાર્ણભદ્ર રાજર્ષિ ઘણા પ્રકારની તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.”