________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૭૧
कम्मीणां धन संपडइ, धम्मीणां परलोअ ।
जिहिं सूत्ता रवि उव्वमई, तिहिं नर आओ न होय || હે મનુષ્ય! "કામકાજ કરનારા લોકો જો વહેલા ઊઠે તો તેઓને ધનની પ્રાપ્તિ થાય અને ધર્મી પુરુષ જો વહેલા ઊઠે તો તેઓને પોતાને પોતાના પારલૌકિક કૃત્યો શાંતિથી બની શકે છે. જે પ્રાણીને ઊંઘતા જ સૂર્ય ઉદય થાય છે તેમને બુદ્ધિ, ઋદ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે."
કોઈકની નિદ્રા ઘણી હોવાને લીધે કે બીજા કંઈ કારણથી જો પાછલો પહોર રાત્રિ રહેતાં ઊઠી ન શકાય તો પણ તેણે છેવટે ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે નવકાર ઉચ્ચાર કરતાં ઊઠીને પ્રથમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો ઉપયોગ કરવો. એટલે દ્રવ્યથી વિચારવું કે, "હું કોણ છું, શ્રાવક છું કે કેમ?" ક્ષેત્રથી વિચાર કરે કે, શું હું પોતાને ઘેર છું કે પર-ઘેર છું, દેશમાં છું કે પરદેશમાં છું? માળ ઉપર સૂતો છું કે નીચે સૂતો છું?" કાળથી વિચાર કરે કે, "અવશેષ રાત્રિ કેટલી છે, સૂર્ય ઊગ્યો છે કે નહીં ?" ભાવથી વિચાર કરે કે, લઘુનીતિ-વડીનીતિની પીડાયુક્ત થયો છું કે કેમ ?" એમ વિચાર કરવાપૂર્વક નિદ્રા રહિત થાય. આ પ્રમાણે વિચારવા છતાં જો નિદ્રા ન રોકાય તો નાકના શ્વાસને રોકીને નિદ્રા-મુક્ત બને ત્યાર પછી દરવાજો કઈ દિશાએ, લઘુનીતિ કરવાનું ક્યાં છે? એવો વિચાર કર્યા પછી વડીનીતિ-લઘુનીતિ (ઝાડો-પેશાબ) કરે. સાધુ આશ્રયી ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે :
दवाइ उवओगं, उस्सासनिरुंभणालोयं ॥ લઘુનીતિ પાછલી રાત્રે કરવી હોય ત્યારે જાગૃત થઈને દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)નો ઉપયોગ દીધા પછી નાસિકા બંધ કરીને શ્વાસોચ્છવાસ દબાવે જેથી નિદ્રા વિચ્છિન્ન થયા પછી લઘુનીતિ કરે. રાત્રે જો કાંઈપણ કાર્ય કોઈકને જણાવવા વિગેરેનું પ્રયોજન પડે તો મંદ-સ્વરે (હળવેથી) બોલે. વળી રાત્રે ખાંસી ખાવી કે ખુંખારો ખાવો કે હુંકારો કરવો પડે તો પણ ધીમેથી જ કરવું, મોટા અવાજથી કરવું નહીં. કેમકે એમ કરવાથી જાગેલાં ગરોળી પ્રમુખ હિંસક જીવો માખી વગેરે હણવાનો ઉદ્યમ કરે; પાડોશી જાગે તો પોતાનો આરંભ આચરે; પાણીવાળી, રાંધનારી, વ્યાપાર કરનાર, મુસાફરો, ખેતી ખેડનારા, વનમાં જઈ પાન-ફૂલ-ફળ છેદનારા, રહેટના વહેનારા, કોસના વહેનારા, ઘાણી પીલનારા, શીલાવટ, રેંટિયો ફેરવનારા, ધોબી, કુંભાર, સુથાર, જુગારી, શસ્ત્રકાર, દારૂની ભઠ્ઠી કરનારા, માછી, ખાટકી, વાઘરી-મૃગજાળ નાંખનારા, પારધી, વાટમાડા, લૂંટારા, પારદારિક, તસ્કર, ધાડ પાડનાર વગેરે એક-એકની પરંપરાથી જાગૃત થઈ પોતાના હિંસાના કામમાં પ્રવર્તે; તેથી પરંપરાએ આ બધા દોષોના ભાગી બનાય છે અને એ રીતે અનર્થદંડની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કહેલું છે કે -
जागरिआ धम्मीणं अधम्मीणं तु सुत्तया सेया । वच्छाहिव भयणीए, अकहिंसु जिणो जयंतीए ||१||