________________
૭
શ્રાદ્ધવિધિ પ્રકરણ
નમસ્કાર મહામંત્રનું સ્મરણ परमिट्टिचिंतणं माणसंभि, सिज्जागएण कायब् ।
सुत्ताविणयपवित्ती, निवारिया होइ एवं तु । શયામાં રહ્યા નવકાર મંત્ર ગણવો હોય તો, સૂત્રનો અવિનય નિવારવાને માટે મનમાં જ ચિંતવનરૂપે ગણવો.
કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, કોઈ પણ એવી અવસ્થા નથી કે જેમાં નવકાર મંત્ર ગણવાનો અધિકાર ન હોય, માટે (એમ માનીને) જ્યારે ત્યારે વગર અચકાયે નવકારનો પાઠ કરવો શ્રેયકારી છે. (આવા બે મત પહેલાં પંચાશક વૃત્તિમાં લખેલા છે.) શ્રાદ્ધ-દિનકૃત્યમાં તો એમ કહ્યું છે કે :
सिज्जाद्वाणं पमत्तुणं चिठ्ठिज्जा धरणियले ।
भावबंधुजगन्नाहं णमुक्कारं तओ पढे ।। શયાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને પછી ભાવ-ધર્મબંધુ જગન્નાથ નવકાર મંત્ર ભણવો. યતિ-દિનચર્યામાં વળી એમ લખેલું છે કે
जामिणिपच्छिमजामे, सब्वे जग्गंति बालवुड्ढाई।
परमिष्ठिपरममंतं, भणंति सत्तट्ट वाराओ ॥ રાત્રિના પાછલા પહોરે બાળ વૃદ્ધ વિગેરે સર્વ લોકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમ મંત્રને સાત-આઠ વાર ભણે (ગણે).
નવકાર ગણવાની રીત મનમાં નવકારમંત્રને યાદ કરતો ઊઠીને (પલંગ) વિગેરેથી ઊઠી નીચે ઉતરી, પવિત્ર ભૂમિએ ઊભો રહીને કે પદ્માસન વિગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવાં સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશાએ જિન પ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિત્તે કમળબંધે અને કરજાપ આદિથી નવકાર ગણવો.
કમળબંધ ગણવાની રીત આઠ પાંખડીવાળા કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર "નમો અરિહંતાણં” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં "નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં” એ પદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદો (એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ) ચાર કોણ (વિદિશા)માં સ્થાપીને ગણે, એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે.