________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
એમ જ આજે કઈ તિથિ છે અથવા અરિહંત ભગવંતના કલ્યાણકોમાં કયું કલ્યાણક છે? અથવા આજે મારે શું શું કરવું જોઈએ? ઈત્યાદિ વિચાર કરે.
આ ધર્મ-જાગરિકામાં ભાવથી પોતાનું કુલ, ધર્મ, વ્રત ઈત્યાદિકનું ચિંતવન, દ્રવ્યથી સદ્દગુરુ આદિનું ચિંતવન, ક્ષેત્રથી હું કયા દેશમાં? પુરમાં? ગામમાં? અથવા સ્થાનમાં છું? કાળથી હમણાં પ્રભાત કે રાત્રિ બાકી છે? ઈત્યાદિ વિચાર કરવો. પ્રસ્તુત ગાથાના “સવથપ્પનિયમરૂ' એ પદમાં આદિ શબ્દ છે તેથી ઉપર કહેલ વિચારનો અહીં સંગ્રહ કર્યો છે.
એવી ધર્મ-જાગરિકા કરવાથી પોતાનો જીવ સાવધાન થાય છે. પોતાનાં કરેલાં પાપ, દોષ યાદ આવવાથી તેને તજવાની તથા પોતે ગ્રહણ કરેલા નિયમનું પાલન કરવાની અને નવા ગુણ તથા ધર્મને ઉપાર્જન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એમ કરતાં મહાલાભની પ્રાપ્તિ થાય છે. સંભળાય છે કે આનંદ, કામદેવાદિક શ્રાવકો પણ પાછલી રાત્રે ધર્મ-જાગરિકા કરતાં પ્રતિબોધ પામીને શ્રાવકની પડિયા વહેવાની વિચારણા કરવાથી તેના લાભને પણ પામ્યા, માટે "ધર્મ-જાગરિકા જરૂર કરવી; ધર્મ-જાગરિકા કર્યા પછી જો પડિક્કમણું કરતો હોય તો તે કરે; પડિક્કમણું ન કરતો હોય તેણે પણ "રાગ” એટલે મોહ, માયા અને લોભથી ઉત્પન્ન થયેલા તે "કુસ્વપ્ન” અને "ષ" એટલે ક્રોધ, માન, ઈર્ષ્યા અને વિષાદથી ઉત્પન્ન થયેલ તે "દુઃસ્વપ્ન" તથા ખરાબ ફળનું સૂચક સ્વપ્ન એ ત્રણમાં પહેલાના પરિહાર માટે એકસો આઠ શ્વાસોચ્છવાસનો અને બાકીના બેના પરિહાર માટે સો શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ન કરવો. વ્યવહાર-ભાષ્યમાં કહ્યું છે કે, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અને પરિગ્રહ આ સંબંધી સ્વપ્ન આવ્યું હોય તો સંપૂર્ણ સો શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો. તેમજ જો સ્વપ્નમાં મૈથુન સેવ્યું હોય તો એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કરવો.
કાયોત્સર્ગ "ચંદે સુનિમલયરા” સુધી એક લોગસ્સના પચ્ચીસ શ્વાસોચ્છવાસ ગણાય છે. એવો ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવાથી એકસો શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કર્યો ગણાય છે. એકસો આઠ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરવો હોય તો લોગસ્સ ચાર વાર “સાગરવરગંભીરા' સુધી ગણવા જોઈએ.”
અથવા દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવ્રત ચિંતવવાં, અથવા હરકોઈ પણ સઝાય કરવા યોગ્ય પચ્ચીશ શ્લોકનું ધ્યાન કરવું - એ પ્રમાણે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં લખેલું છે. પહેલાં પંચાશકની વૃત્તિમાં તો એમ લખેલું છે કે કદાચિત મોહના ઉદયથી સ્ત્રી સેવવારૂપ કુસ્વપ્ન આવ્યું હોય તો તત્કાળ ઊઠીને ઈરિયાવહિ પડિક્કમીને એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વિગેરે પ્રમાદ થાય તો ફરીવાર કાઉસ્સગ્ન કરવો. કદાપિ દિવસે સૂતાં જો કુસ્વપ્ન થયું હોય તો પણ કાયોત્સર્ગ કરવો. પણ તે જ વખતે કરવો કે સંધ્યાના પ્રતિક્રમણ વખતે કરવો, તેનો નિર્ણય કોઈ ગ્રંથમાં ન દેખવાથી (લખ્યો નથી) તેથી તે બહુ શ્રુતો પાસે જાણવા યોગ્ય છે.
સવપ્ન વિચાર વિવેકવિલાસમાં તો વળી સ્વપ્નવિચાર વિષે એમ લખેલું છે કે -