________________
૧૦૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
ફુકારેલ પાણી, ઝામેલ પાણી તથા કપૂર, એલચી, કાથો, એરસાર, સેલ્લક, વાળો, પાડળ વગેરેથી વાસેલ પાણી નીતરેલ (સ્વચ્છ થયેલ) ગાળેલું હોય તો કહ્યું, પણ ગાળેલ ન હોય તો ન કલ્પે.
યદ્યપિ શાસ્ત્રોમાં મધ, ગોળ, સાકર, ખાંડ, પતાસાં સ્વાદિમપણે ગણાવેલાં છે અને દ્રાક્ષનું પાણી, સાકરનું પાણી અને છાશ પાનકમાં (પાણીમાં) ગણાવેલ છે; પણ દુવિહાર પ્રમુખમાં ન કલ્પે એવો વ્યવહાર છે. નાગપુરીયગચ્છના ભાષ્યમાં કહેલ છે કે :
. દ્રાક્ષનું પાણી તે પાણી (પાન) અને ગોળ વિગેરેને સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહેલ છે તો પણ તૃપ્તિ કરનાર હોવાથી વાપરવાની આજ્ઞા આપી નથી. - સ્ત્રી-સંભોગ કરવાથી ચોવિહાર ભાંગતો નથી, પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી ચોવિહાર ભાંગે છે. દુવિહારવાળાને કહ્યું છે. કેમકે પચ્ચકખાણ જે છે તે લોમઆહાર (શરીરની ત્વચા શરીરમાં આહારનું પ્રવેશ થવું)થી નથી, પણ ફકત કવળ આહાર (કોળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે તે)નું જ પચ્ચખાણ કરાય છે. જો એમ ન હોય તો ઉપવાસ; આંબિલ એકાસણમાં પણ શરીર ઉપર તેલમર્દન કરવાથી કે ગાંઠ-ગુમડાં ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચ્ચકખાણ ભંગ થવાનો પ્રસંગ આવશે, પણ તેવો તો વ્યવહાર નથી. વળી લોમઆહારનો તો નિરંતર સંભવ થયા જ કરે છે, ત્યારે પચ્ચકખાણ કરવાના અભાવનો પ્રસંગ આવશે.
અણાહારી ચીજોનાં નામ લીંબડાનું પંચાંગ (મૂળ, પત્ર, ફૂલ, ફળ અને છાલ) પેશાબ, ગળો, કડુ, કરિયાતું, અતિવિષ, કુડો, ચીડ, ચંદન, રાખ, હળદર, રોહિણી (એક જાતની વનસ્પતિ છે) ઉપલોટ, ઘોડાવજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કોઈક આચાર્ય કહે છે), ધમાસો, નાવ્ય (કોઈક દવા છે), આસંઘ, રીંગણી (ઉભી બેઠી), એળીયો, ગુગળ, હરડેદળ, વણ (કપાસનું ઝાડ), બોરડી, કેથેરી, કેરડામૂળ, jઆડ, બોડથોડી, આછી, મજીઠ, બોળ, બીઓ (કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરૂક, વિગેરે કે જેનો સ્વાદ મુખને ગમે નહીં એવો હોય તે અણહાર જાણવાં, તે ચઉવિહારમાં પણ રોગાદિક કારણે વાપરવાં કલ્પ છે. કલ્પસૂત્રની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે - | સર્વથા એકલો જે ભૂખને શમાવે તેને આહાર કહે છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનો છે. તથા તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે.
કૂર (ભાત) સર્વ પ્રકારે સુધા શમાવે છે, છાશ-મદિરાદિક તે પાન (પાણી), ખાદિમ તે માંસાદિક, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારનો આહાર સમજવો.
વળી સુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહીં મળેલ હોય એવાં જે લૂણ, હીંગ, જીરું વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં.
પાણીમાં કપૂરાદિક, કેરી વિગેરે ફળમાં, સુત્ત આદિ અને સુંઠમાં + ગોળ નાંખેલ હોય તે કાંઈ સુધા શમાવી શકતાં નથી પણ આહારને ઉપકાર કરનાર હોવાથી આહારમાં ગણાવેલ છે. • ૧. તિવિહાર પણ ઓષ્ઠ ચર્વણથી ભાંગે છે. + ગોળનો વિકાર ઢીલો ગોળ, ઉકાળેલો શેરડીનો રસ,