________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૯. સયણ (શય્યા) : ખાટલા, પલંગ, ખુરશી, કોચ, બાંકડા વિગેરે ઉપર બેસવાનો નિયમ રાખવો. ૧૦. વિલેવણ (વિલેપન) : પોતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તૂરી વિગેરેનો નિયમ કરવો. નિયમ કીધા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્ત કંકણ, ધૂપ વિગેરે ક૨ે છે. ૧૧. બંભ (બ્રહ્મચર્ય) : દિવસે કે રાત્રે સ્ત્રી-સેવનનો ત્યાગ.
૧૨. દિસિ (દિશાપરિમાણ) : અમુક અમુક દિશાએ આટલા કોશ અથવા યોજનથી આગળ ન જવાનો નિયમ કરવો.
૯૮
૧૩. રહાણ (સ્નાન) : તેલ ચોળીને ન્હાવું તે કેટલીવાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી.
૧૪. ભાત – રાંધેલ ધાન્ય અને સુખડી વિગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિમાણ કરવું.
-
અહીંયાં સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક વિગેરેનો યથાશક્તિ નિયમ કરવો. પચ્ચક્ખાણ કરવાની રીતિ
એવી રીતે નિયમ ધાર્યા પછી પચ્ચક્ખાણ કરવાં. તે નવકારશી, પોરસી વિગેરે કાલ-પચ્ચક્ખાણ જો સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય તો શુદ્ધ થાય; નહીં તો નહીં. બાકીનાં પચ્ચક્ખાણ સૂર્યોદય પછી પણ કરાય છે. નવકારસહી જો સૂર્યના ઉદય પહેલા ઉચ્ચરેલી જે જે પચ્ચક્ખાણનો જેટલો જેટલો કાળ છે તેની અંદર કરાય છે. નમુક્કારસી ઉચ્ચાર કર્યા વગર સૂર્યના ઉદય પછી કાળ પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી. જો સૂર્યના ઉદય પહેલાં નમુક્કારસહી વિના પોરસી આદિ પચ્ચક્ખાણ કર્યાં હોય તો તે પચ્ચક્ખાણની પૂર્તિ ઉપર બીજું કાળ પચ્ચક્ખાણ શુદ્ધ થતું નથી અને તેની અંદર તો શુદ્ધ થાય છે. એવી રીતે વૃદ્ધ-વ્યવહાર છે. નવકારસહી પચ્ચક્ખાણનું પ્રમાણ તેના આગાર થોડા હોવાથી મુહૂર્ત માત્ર (બે ઘડી)નું છે અને બે ઘડી કાળ વિત્યા પછી પણ જો નવકાર ગણ્યા વિના ભોજન કરે છે તો તેના પચ્ચક્ખાણનો ભંગ થાય છે કેમ કે “હાએ સૂરે નમુક્કારસહિઅં” એમ પાઠમાં નવકાર ગણવાનું અંગીકાર કરેલું છે.
પ્રમાદનો ત્યાગ કરવાવાળાએ ક્ષણમાત્ર પણ પચ્ચક્ખાણ વિના નહીં જ રહેવું. નવકારશી પ્રમુખ કાળ પચ્ચક્ખાણ પૂરું થાય તે વખતે જ ગ્રંથિસહિતાદિ પચ્ચક્ખાણ કરવાં. ગ્રંથિસહિત પચ્ચક્ખાણ બહુ વાર ઔષધ ખાનાર તથા બાળ-ગ્લાનાદિક (માંદા વિગેરે)થી પણ સુખે બની શકે એવું છે. વળી નિરંતર અ-પ્રમાદપણાનું નિમિત્ત હોવાથી મહાલાભકારક છે. જેમકે, નિત્ય માંસાદિકમાં આસક્ત એવા વણકરે માત્ર એક વાર ગ્રંથિસહિત પચ્ચક્ખાણ કર્યું હતું. તેથી તે કપર્દિક નામનો યક્ષ થયો. કહેલું છે કે :
"જે પ્રાણી નિત્ય અપ્રમાદી ગણાતા ગ્રંથિસહિત પચ્ચક્ખાણ પારવા માટે ગ્રંથિ બાંધે છે તે પ્રાણીએ સ્વર્ગ અને મોક્ષનું સુખ પોતાની ગાંઠે બાંધ્યું છે. જે પ્રાણીઓ અચૂક નવકાર ગણી ગંઠિસહિત પચ્ચક્ખાણ પાળે છે (પારે છે) તેઓને ધન્ય છે; કેમકે તેઓ ગંઠિસહિત પચ્ચક્ખાણને પાળતા પોતાના કર્મની ગાંઠને પણ છોડે છે. જો મુક્તિનગર જવાના ઉદ્યમને વાંછતા હો તો ગ્રંથિસહિત પચ્ચક્ખાણ કરો, કેમકે, જૈનસિદ્ધાંતના જાણ પુરુષો ગ્રંથિસહિત પચ્ચક્ખાણનું અણસણના જેટલું પુણ્ય પામવાનું બતાવે છે.”