________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૧૦૫
દાતણની ચીરી ફેંકવાથી જણાતી અગમચેતી
જો દાતણની ચીર પોતાની સામે પડે તો સર્વ દિશાઓમાં સુખ-શાંતિ પામે. વળી દાતણની ચીર ઊભી રહે તો સુખ માટે થાય, એથી વિરૂદ્ધ હોય તો દુઃખદાયી સમજવું. ક્ષણવાર ઉભી રહીને પછી જો દાતણની ચી૨ પડી જાય તો શાસ્ત્ર જાણનારે એમ કહેવું કે આજે જરૂ૨ મિષ્ટઆહાર મળશે.
દાતણ કરવાના નિષેધ વિષે
ખાંસી, શ્વાસ, અજીર્ણ, શોક, તૃષા, મોઢું આવવું, મસ્તક, નેત્ર, હૃદય, કર્ણ એટલા રોગવાળાઓએ દાતણ કરવું નહીં.
વાળ સમારવા વિષે
માથાના વાળ નિત્ય સ્થિર થઈને કોઈની પાસે સાફ કરાવવા, પણ પોતે એક સાથે બે હાથવડે વાળ સમારવા નહીં.
દર્પણ જોવાથી અગમચેતી
તિલક ક૨વાને કે મંગળ માટે દ૨૨ોજ દર્પણ જોવું, પણ દર્પણમાં જે દિવસે પોતાના મસ્તક વિનાનું પોતાનું ઘડ દેખાય તે દિવસથી પંદર દિવસે પોતાનું મૃત્યું જાણવું.
જે દિવસે ઉપવાસ, આયંબિલ અને એકાસણાદિકનું પચ્ચક્ખાણ કરેલ હોય તે દિવસે મોઢું, દાતણ · મુખશુદ્ધિ કીધા વિના પણ શુદ્ધ જ સમજવું; કેમકે, તપ એ જ મહાફળકારી છે લૌકિકમાં પણ એ જ વ્યવહા૨ છે કે, "ઉપવાસાદિક તપમાં દાતણ કીધા વિના પણ દેવપૂજા કરવી.” ઉપવાસાદિકમાં દાતણનો નિષેધ લૌકિકશાસ્ત્રોમાં પણ કહેલ છે. વિષ્ણુભક્તિચંદ્રોદયમાં કહેલું છે કે :
પડવે, અમાવાસ્યા, છ, મધ્યાહ્ન, નવમી અને સંક્રાંતિને દિવસે દાતણ કરવું નહીં. ઉપવાસમાં કે શ્રાદ્ધમાં દાતણ ન કરવું, કેમકે દાંતને દાતણનો સંયોગ સાત કુળને હણે છે. બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય, માંસત્યાગ, એ ચાર વાનાં કોઈપણ વ્રતમાં જરૂર પાળવાં. વારંવાર પાણી પીવાથી, તાંબૂલ ખાવાથી, દિવસે સુવાથી અને મૈથુન સેવવાથી ઉપવાસનું ફળ હણાય છે. સ્નાન કરવું હોય તો પણ જ્યાં કીડીનું દ૨, નીલફૂલ, સેવાલ, કુંથુંઆ જીવ વિગેરે ઘણા થતા ન હોય, જ્યાં વિષમભૂમિ ન હોય, જ્યાં જમીનમાં પોલાણ ન હોય એવી જમીન ઉ૫૨, ઉપરથી ઉડીને આવી પડતા જીવોની યતનાપૂર્વક ગળણાથી ગાળેલા પરિમિત પાણીથી સ્નાન કરવું. શ્રાવકદિનકૃત્યમાં કહેલ છે કે :
ત્રસાદિક જીવરહિત પવિત્ર ભૂમિ ઉપર અચિત્ત કે સચિત્ત અને ગાળેલા પ્રમાણવંત પાણીથી વિધિપૂર્વક સ્નાન કરે.
વ્યવહારમાં કહેલું છે કે :
નગ્ન થઈને, રોગી હોય ત્યારે, પરદેશથી આવીને, બધાં વસ્ત્ર સહિત, ભોજન કીધા પછી, આભૂષણ પહેરીને અને ભાઈ વગેરે સગાં-વહાંલાને મંગળ માટે વળાવી આવીને તરત સ્નાન ન કરવું.