________________
૧૦૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ રુધિર ભેગાં મળેલાં હોય તેમાં, બહાર કાઢી નાખેલ વીર્યના પુદગલમાં, નિર્જીવ કલેવરમાં, સ્ત્રીપુરુષના સંયોગમાં, નગરની જાળમાં, સર્વ અપવિત્ર સ્થાનમાં, સંમૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. પણ તે કેવા ઉત્પન્ન થાય? તેનો ઉત્તર) એક અંગુલના અસંખ્ય ભાગ માત્ર શરીરની અવગાહના (દખાવ)વાળા, અસંશી (મન વગરના), મિથ્યાત્વી, અજ્ઞાની, સર્વ પર્યાપ્તિથી અપર્યાપ્તા અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી કાળ કરનારા એવા સંમૂર્છાિમ જીવ ઉપજે છે, માટે બળખા, સળેખમ ઉપર ધૂળ કે રાખ નાંખીને તેને જરૂર ઢાંકવા."
દાતણ અંગે માર્ગદર્શન દાતણ વિગેરે કરવું હોય તો નિર્દોષ સ્થાનમાં જાણીતા વૃક્ષના પ્રાસુક અને કોમલ દંતકાથી અથવા દાંતની દઢતા કરનાર તર્જની આંગળીથી કરવું. દાંત આદિના મલ ઉપર ધૂળ નાખવી.
વ્યવહારશાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે કે :
"દાંત દઢ કરવા માટે દાંતની પીઠિકા (પેઢીયા-પેઢાં) પ્રથમ તર્જની અંગુલીથી ઘસવી પછી આદરપૂર્વક (જરૂર) દાતણ કરવું."
દાતણ કરતાં શુભસૂચક અગમચેતી. દાતણ કરતી વખતે જે પાણીના કોગળા કરવામાં આવે છે તેમાં પહેલો કોગળો કરતાં તેમાંથી જો એક બિંદુ ગળામાં ઊતરી જાય તો તે દિવસે તુરત ઉત્તમ ભોજન પામે.
દાતણનું પ્રમાણ અને તે કરવાનની રીતિ વાંકું નહીં, વચ્ચે ગાંઠ વિનાનું જેનો કૂચો સારો થઈ શકે એવું, જેની અણી પાતળી હોય, દશ આગળ લાંબુ પોતાની ટચલી આંગળીના અગ્રભાગ જેટલું જાડું, જાણીતા ઝાડનું, સારી જમીનમાં ઉત્પન્ન થયેલા દાતણથી ટચલી અને દેવપૂજાની અંગુલીની વચ્ચે રાખીને પહેલાં ઉપલી જમણી દાઢ અને પછીથી ઉપલી ડાબી દાઢને ઘસીને પછી બન્ને નીચેની દાઢને ઘસવી. ઉત્તર કે પૂર્વ દિશા સામે સ્થિર આસને દાતણ કરવામાં જ ચિત્ત સ્થાપીને દાંતને કાંઈ પીડા ન થાય તેમ મૌન રહી દાતણ કરવું. દુર્ગન્ધવાળું, પોલું, સુકું, મીઠું, ખાટું અને મારું દાતણ ઉપયોગમાં લેવું નહીં.
દાતણ ન કરવા વિષે. વ્યતિપાતમાં, રવિવારે, સંક્રાંતિને દિને, ગ્રહણ દિને, અને પડવો, પાંચમ, આઠમ, નવમી, પુનમ, અમાવાસ્યા એ છ તિથિઓએ દાતણ ન કરવું.
વગર દાતણે મુખશુદ્ધિ કરવાની રીતિ દાતણ ન હોય તો મુખશુદ્ધિ કરવાનો વિધિ એવો છે કે- બાર કોગળા પાણીના કરવા અને જીભની ઊલ તો જરૂર દરરોજ ઉતારવી, જીભ ઉપરથી ઊલ ઉતારવાની દાતણની ચીર, જીભને ધીરે ધીરે ઘસીને, તે ચીર, પોતાની સન્મુખ પવિત્ર જગ્યાએ ફેંકવી.