________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
૧૦૨
પ્રકાર લોક-પ્રસિદ્ધ હોવાથી શાસ્ત્ર તે ક૨વા માટે ઉપદેશ કરતું નથી, જે વસ્તુ લોકસંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તે જ વસ્તુનો ઉપદેશ કરવો એમાં જ શાસ્ત્રનું સાફલ્ય છે. મલિન પુરુષે ન્હાવુ, ભૂખ્યાએ ખાવું એમાં શાસ્ત્ર ઉપદેશની આવશ્કયતા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ત એવા ઈહ-પરલોક હિતકારી ધર્મમાર્ગને ઉપદેશવાથી જ તેની સફળતા છે. એ મુજબ અન્ય સ્થળોએ પણ જાણવુ. શાસ્ત્રકારને સાવદ્ય આરંભમાં એ વાચિક અનુમોદના કરવી યોગ્ય નથી. કહેલું છે કે :
પાપવર્જિત વચનનું અધિકું ઓછું અંતર સમજી શકે નહીં, એટલે આ બોલવાથી મને પાપ લાગશે કે નહીં લાગે એવું સમજી શકે નહીં તેને બોલવું પણ યોગ્ય નથી. તો પછી ઉપદેશ આપવો કેમ યોગ્ય હોય ?
મલોત્સર્ગનો ત્યાગ મૌનધારી થઈને નિદૂર્ષણ યોગ્ય સ્થાનકે વિધિપૂર્વક કરવો ઉચિત છે. કહેલું છે કે :
લઘુનીતિ, વડીનીતિ, મૈથુન, સ્નાન, ભોજન. સંધ્યાદિકની ક્રિયા, પૂજા અને જાપ, એટલાં મૌન થઈને કરવાં.
વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે :
લઘુનીતિ-વડીનીતિ કરવાની દિશા
વસ્ત્ર પહેરી મૌનપણે દિવસે અને બન્ને સંધ્યા વખતે (સવારે-સાંજે) જો મળમૂત્ર ક૨વા હોય તો ઉત્તર દિશા સન્મુખ કરવાં અને રાત્રે કરવાં હોય તો દક્ષિણ દિશા સામે કરવાં.
પ્રભાતની સંધ્યાનું લક્ષણ
· સર્વ નક્ષત્ર તેજ રહિત બની જાય અને જ્યાં સુધી સૂર્યનો અર્ધ ઉદય ન થાય ત્યાં સુધી પ્રભાતની સંધ્યાનો કાળ ગણાય છે.
સાયંકાળની સંધ્યાનું લક્ષણ
જે વખતે અર્ધ સૂર્ય અસ્ત થયો હોય અને આકાશતળમાં જ્યાં સુધી બે ત્રણ નક્ષત્રો દેખાતાં ન હોય ત્યાં સુધી સાયંકાળ (સંધ્યા) ગણાય છે.
મળમૂત્ર કરવાનાં સ્થાન
રાખનો કે છાણનો ઢગલો પડયો હોય તેમાં, ગાયને બેસવા-બાંધવાના ઠેકાણામાં, રાફડા ઉપર, ઘણાં માણસે જ્યાં મળમૂત્ર કીધા હોય તેમાં, આંબા, ગુલાબ પ્રમુખના થડમાં, અગ્નિમાં, સૂર્ય સામે, માર્ગ વચ્ચે, પાણીના સ્થાનમાં, સ્મશાન આદિ ભયંકર સ્થાનમાં, નદીને કાંઠે, નદીમાં, સ્ત્રી તથા પોતાના પૂજ્યના દેખતાં. એટલાં ઠેકાણાં મૂકીને મળમૂત્ર કરવાં; પરંતુ આકરી પીડા થઈ હોય તો એટલા ઠેકાણે પણ મળમૂત્ર કરવાં.
ઓધનિર્યુક્તિ વગેરે આગમમાં પણ સાધુ આશ્રયીને એમ કહેલું છે કે :
-