________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
અથવા ભૂખથી પીડાયેલો જીવ જે કાંઈ કાદવ સરખી ચીજ પેટમાં નાંખે તે સર્વ આહાર જાણવો. ઔષધ વિગેરેની ભજના છે. ઔષધાદિક કોઈ આહારરૂપ છે અને કોઈક અણાહારરૂપ છે.
૧૦૧
ઔષધાદિકમાં કેટલાક સાકર પ્રમુખ હોય છે તે આહાર ગણાય છે અને સર્પ કરડેલાને માટી આદિક ઔષધ અપાય છે તે અણાહાર છે.
અથવા જે પદાર્થ ક્ષુધાવંતને પોતાની મરજીથી ખાતાં સ્વાદ આપે છે તે સર્વે આહાર ગણાય છે અને ક્ષુધાવંતને જે ખાતાં પોતાના મનને અપ્રિય લાગે છે તે અણાહાર કહેવાય છે.
મૂત્ર, લીંબડાની છાલ અને મૂળ તે પંચમૂળનો કાઢો (ઘણો કડવો હોય છે તે), ફળ તે આમળાં, હરડે, બહેડાદિક એ સર્વ અણાહાર ગણવાં, એમ ચૂર્ણીમાં કહેલ છે. નિશીથચૂર્ણમાં એવી રીતે લખેલ છે કે, "મૂળ, છાલ, ફળ અને પત્ર એ સર્વ લીંબડાના અણાહાર સમજવાં.”
પચ્ચક્ખાણના પાંચ સ્થાન (ભેદ)
પચ્ચક્ખાણમાં પાંચ સ્થાન (ભેદ) કહેલા છે. તેમાં પહેલા સ્થાનમાં નવકારશી, પોરસી વિગેરે કાળ પચ્ચક્ખાણ પ્રાયઃ ચોવિહાર કરવાં. બીજા સ્થાનમાં વિગઈનું, આંબિલનું, નીવિનું પચ્ચક્ખાણ કરવું, તેમાં જેને વિગઈનો ત્યાગ ન કરવો હોય તેણે પણ વિગઈનું પચ્ચક્ખાણ લેવું; કેમકે પચ્ચક્ખાણ કરનારને પ્રાયે મહાવિગઈ (દારૂ, માંસ, માખણ, મધ)નો ત્યાગ જ હોય છે, તેથી વિગઈનું પચ્ચક્ખાણ સર્વને લેવા યોગ્ય જ છે. ત્રીજા સ્થાનમાં એકાસણું, બીયાસણું (બેસણું); દુવિહાર, તિવિહાર, ચોવિહારનું પચ્ચક્ખાણ કરવું. ચોથા સ્થાનમાં પાણસ્સ (પાણીના આગારો (પાઠ) લેવા)નું પચ્ચક્ખાણ કરવું. પાંચમા સ્થાનમાં પહેલાં ગ્રહણ કરેલા સચિત્તાદિક ચૌદ નિયમ સાંજ-સવારે સંક્ષેપ કરવારૂપ દેશાવગાસિકનું પચ્ચક્ખાણ લેવું. ઉપવાસ, આંબિલ, નીવિ પ્રત્યે તિવિહાર-ચોવિહાર થાય છે, પણ અપવાદથી તે નીવિ પ્રમુખ પોરસી પ્રમુખનાં પચ્ચક્ખાણ દુવિહારાં પણ થાય છે. કહેલું છે કે :
સાધુને રાત્રિએ ચોવિહાર હોય અને નવકારશી ચોવિહાર હોય. ભવચરિમ, ઉપવાસ અને આયંબિલ તિવિહાર અને ચોવિહાર બન્ને હોય છે. બાકીનાં પચ્ચક્ખાણો દુવિહાર, તિવિહાર અને ચોવિહાર હોય છે.
નીવિ અને આયંબિલ આદિનો કલ્પ્યાકલ્પ્ય વિભાગ, સિદ્ધાન્તના અનુસારે પોતપોતાની સામાચારીવડે જાણવો. તેમજ પચ્ચક્ખાણભાષ્યથી અનાભોગ (અજાણતાં મુખમાં પડેલ), સહસારેનં (અકસ્માત્ મુખમાં પડેલ) એવા પાઠનો આશય સમજવો. એમ જો ન કરે તો પચ્ચક્ખાણની નિર્મળતા ન થાય. એમ પડિલ્લામિય એ પદનું પ્રાસંગિક વ્યાખ્યાન કર્યું. હવે ‘સૂ પુડ્સ’ એ પદનું વ્યાખ્યાન બતાવે છે.
જિનપૂજા કરવા માટે દ્રવ્યશુદ્ધિ
સૂચિ એટલે મળોત્સર્ગ (લઘુનીતિ-વડીનીતિ) કરવાં, દાતણ કરવું, જીભની ઉલ ઉતારવી, કોગળા કરવા, સર્વ સ્નાન-દેશસ્નાનાદિકે કરી પવિત્ર થવું, આ અનુવાદવાકય છે. કારણ કે-મલ-મૂત્ર વિગેરે