________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૯૩
દૂધ, દહીં, છાશનો વિનાશકાળ
જો કાચા (ઉકાળ્યા વગરના) ગોરસ (દૂધ, દહીં, છાશ)માં મગ, અડદ, ચોળા, વટાણા, વાલ, વિગેરે દ્વિદલ પડે તો તત્કાળ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે અને દહીં તો બે દિવસ ઉપરાંતનું થયું કે તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. આ ગાથામાં દુદિણુવરિ' (બે દિવસ ઉપરાંત)ને બદલે ‘તિવિષ્ણુવરિ’ (ત્રણ દિવસ ઉપરાંત) એવો પાઠ વિંચત છે. પણ તે ઠીક નથી તેમ જણાય છે; કારણ કે ‘થ્થઇર્દિતયાતીતમિતિ’ એવું શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનું વચન છે.
દ્વિદળ કોને કહેવું?
જે ધાન્યને પીલવાથી તલ ન નીકળે અને સરખા બે ફાડચાં થઈ જાય તેને દ્વિદળ કહે છે. બે ફાડચાં થતાં હોય પણ જેમાંથી ચીકણો રસ (તેલ) નીકળે તે દ્વિદળ ન કહેવાય.
અભક્ષ્ય કોને કહેવાં ?
વાસી અન્ન, દ્વિદળ, નરમ પુરી વિગેરે, એકલા પાણીથી રાંધેલો ભાત વિગેરે બીજાં સર્વ જાતિનાં કોહેલાં અન્ન, જેમાં ફુગ વળી ગઈ હોય તેવાં ઓદન પાન્નાદિ, બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય-એ સર્વનું સ્વરૂપ અમારી કરેલી વંદિત્તા સૂત્રની વૃત્તિથી જાણવું.
કાય,
વિવેકવંત પ્રાણીએ જેમ અભક્ષ્ય વર્જવાં, તેમજ ઘણા જીવથી વ્યાપેલાં બહુબીજવાળાં વેંગણ, માટી, ટીંબલં, જાંબુ, લીલાં પીલુ, પાકા કરમદા, બિલીફલ, ગુંદા, પીચુ, મહુડાં, આંબા વિગેરેના મહોર, શેકેલા ઓળા, મોટાં બોર, કાચા કોઠીંબડાં, ખસખસ, તલ, સચિત્ત લુણ પણ વર્જન કરવાં; તેમજ લાલ વિગેરે હોવાથી જેના ઉપર બરાબર તેજ નથી એવા પાકાં ગોલાં, પાકાં કંકોડાં, ફણસ ફળ, વળી જે દેશમાં જે જે વિરુદ્ધ કહેવાતાં હોય, કડવાં તુંબડાં, કોહલાં, વિગેરે પણ તે દેશમાં વર્જવાં તે દેશમાં ન વર્ષે તો ફોગટ જૈનધર્મની નિંદા થાય; અને અનંતકાય તો પારકે ઘેર ગંધાઈ અચિત્ત થયા હોય તો પણ નિઃચૂકતાના પ્રસંગની અથવા ખાનારા લોકોની વૃદ્ધિ થવાના ભયથી ન જ ગ્રહણ કરવાં. જૈનધર્મની નિંદા ન થવા દેવા માટે રાંધેલું સુરણ, આદુ, વેંગણ વિગેરે જો કે અચિત્ત થયાં હોય અને પોતાને પચ્ચક્ખાણ ન હોય તો પણ વર્ઝન જ કરવાં અને વળી મૂળો તો પંચાંગથી તજવા યોગ્ય છે, સુંઠ, હળદર તો નામ અને સ્વાદના બદલાવાથી સુકાયા પછી કલ્પે છે.
ઉકાળેલા પાણીની રીતિ
ઉનું પાણી ત્રણ વાર ઉકાળા ન આવે ત્યાં સુધી તો મિશ્ર ગણાય છે એટલા માટે પિંડનિર્યુક્તિમાં કહેલ છે કે ઃ
જ્યાં સુધી ત્રણ વાર ઉકાળા આવ્યા ન હોય ત્યાં સુધીનું ઊનું પાણી પણ મિશ્ર ગણાય છે. (ત્યાર પછી અચિત્ત ગણાય). જ્યાં ઘણા માણસોની આવ-જાવ થયા કરતી હોય એવી ભૂમિ ઉપર પડેલું વરસાદનું પાણી જ્યાં સુધી ત્યાંની જમીનની સાથે ન પરિણમે, ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય. ત્યારપછી અચિત્ત થઈ જાય છે અને અરણ્ય ભૂમિ (વગડાની જમીન) ઉપર વરસાદનું જળ પડતાં માત્ર