________________
-
શ્રાવિધિ પ્રકરણ
મિશ્ર છે, પછી પડતું વર્ષાનું પાણી સચિત્ત બની જાય છે.
ચોખાના ધોવણમાં આદેશ-ત્રિકને મૂકીને તંદુલોદક જ્યાં સુધી ડહોળું હોય ત્યાં સુધી મિશ્ર ગણાય છે, પણ જ્યારે નિર્મળ થાય ત્યાથી અચિત્ત ગણાય છે.
(આદેશ-ત્રિક બતાવે છે) કોઈ આચાર્ય એમ કહે છે કે, ચોખાનું ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં નાંખતાં જે છાંટા ઊડે છે, તે બીજા વાસણને લાગે તે છાંટા જ્યાં સુધી ન સુકાય ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણવું. બીજા કોઈક આચાર્ય એમ કહે છે કે તે ધોવણ એક વાસણમાંથી બીજા વાસણમાં ઊંચેથી નાંખતાં પરપોટા વળે છે તે જ્યાં સુધી ન ફુટી જાય ત્યાં સુધી મિશ્ર ગણવું. ત્રીજા કોઈ આચાર્ય એમ કહે છે કે, જ્યાં સુધી તે ચોખા ચડે નહીં ત્યાં સુધી ચોખાનું ધોવણ મિશ્ર ગણાય છે.
એ ત્રણે આદેશ પ્રમાણ ગણાય એમ નથી જણાતા; કેમકે કોઈ વાસણ કોરું હોય તો તેને સુકાતાં વધારે વાર લાગે નહિ, તેમજ કોઈક વાસણ પવનમાં કે અગ્નિ પાસે રાખેલું હોય તો તત્કાળ સુકાઈ જાય અને બીજાં વાસણ પણ તેમ ન હોય તો ઘણીવારે સુકાઈ શકે; માટે એ પ્રમાણે અસિદ્ધ ગણાય છે. ઘણા ઉચેથી ધોવણ વાસણમાં નાંખે તો પરપોટા ઘણા થાય, નીચેથી નાખે તો થોડા વખતમાં ફુટી જાય કે ઘણા વખતે ફુટે તેથી એ હેતુ પણ સિદ્ધ થઈ શકતો નથી. તેમજ ચૂલામાં અગ્નિ પ્રબળ હોય તો થોડીવારમાં ચોખા ચડે ને મંદ હોય તો ઘણીવારે ચોખા ચડે, તેથી એ હેતુ પણ અસિદ્ધ છે, કેમકે એ ત્રણ હેતુમાં કાળનો નિયમ નથી રહી શકતો; માટે એ ત્રણે અસિદ્ધ સમજવા. ખરો હેતુ તો એ જ છે કે – જ્યાં સુધી ચોખાનું ધોવણ અતિ નિર્મળ ન થાય ત્યાં સુધી મિશ્ર ગણવું ને ત્યારબાદ તેને અચિત્ત ગણવું, ઘણા આચાર્યોનો એ જ મત હોવાથી એ જ વ્યવહારશુદ્ધ છે.
ધૂમાડાથી ધૂમ્ર વર્ણ થયેલાં અને સૂર્યના કિરણોથી ગરમ થયેલાં નેવાંના સંપર્કથી અચિત્ત થયેલા નેવાના પાણીને ગ્રહણ કરવામાં કંઈ વિરાધના થતી નથી. કેટલાક આચાર્ય એમ કહે છે કે - ઉપર લખેલું પાણી પોતાના પાત્રમાં અશુચિપણું છે માટે પોતાના પાત્રમાં લેવાનો નિષેધ છે; એટલા માટે ગૃહસ્થની કુંડી વિગેરે ભોજનમાં લેવું. વળી વરસાદ વરસતો હોય તે વખતે મિશ્ર ગણવાથી તે પાણી લેવું નહીં, પરંતુ વરસાદ રહી ગયા પછી પણ અંતર્મુહૂર્ત કાળ વીત્યા પછી ગ્રહણ કરવા યોગ્ય છે. જે પાણી કેવળ પ્રાસુક થયેલું છે(અચિત્ત થયેલું છે) પણ ચોમાસામાં ત્રણ પ્રહર ઉપરાંત ફરીને સચિત્ત થઈ જાય છે. એટલા માટે તે ત્રણ પ્રહરની અંદર પણ તે અચિત્ત જળમાં ક્ષાર વિગેરે નાખવું કે જેથી પાણી પણ નિર્મળ થઈ રહે છે.
ચોખાનું ધોવણ પહેલું, બીજ, ત્રીજું; તત્કાળનું હોય તો અચિત્ત થાય છે, પરંતુ ચોથું, પાંચમું વિગેરે ધોવણ ઘણા કાળનું હોવા છતાંય સચિત્ત રહે છે.
અચિત્ત જળ કયાં સુધી રહે તેનું કાળમાન. "ત્રણ ઉકાળે ઉકાળેલું પાણી અને પ્રાસુક જળ સાધુજનને કહ્યું છે, પણ ઉષ્ણકાળ ઘણો લૂખો હોવાથી ઉનાળાના દિવસોમાં પાંચ પ્રહર ઉપરાંત કાળ થતાં તે જળ પાછું સચિત્ત થઈ જાય છે પણ કદાપિ રોગાદિકના કારણથી પાંચ પ્રહર ઉપરાંત પણ સાધુને રાખવું પડે તો રખાય અને શીતકાળ