________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
23
નવકારથી થતા આ લોકના ફળ ઉપર શિવકુમારનું દષ્ટાંત જાગાર આદિ વ્યસનમાં આસક્ત થયેલા શિવકુમારને તેના પિતાએ પોતાના મૃત્યુ સમયે શિખામણ આપી કે "કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે પછી પિતાના મરણ પામ્યા બાદ તે પોતાના દુર્બસનથી નિર્ધન થયેલો ધનાર્થી કોઈક દુષ્ટ પરિણામવાળા યોગીના કહેવાથી તેનો ઉત્તરસાધક બનીને કાળી ચઉદશની રાત્રે તેની સાથે સ્મશાનમાં આવી, હાથમાં ખડ્ઝ લઈ ત્યાં તે યોગીએ તૈયાર રાખેલા મડદાના પગને મસળતો હતો; તે વખતે પોતાના મનમાં ભય લાગતાં તે નવકારનું સ્મરણ કરવા લાગ્યો. બે-ત્રણ વાર તે શબ ઊભું થઈ તેને મારવા આવ્યું પણ નવકાર મંત્રના પ્રભાવથી તેને મારી શક્યું નહીં. છેવટે ત્રીજી વાર તે શબે પેલા યોગીનો જ વધ કર્યો કે જેથી તે યોગી જ સુવર્ણ પુરુષ બની ગયો, તેથી તેણે ઘણી રિદ્ધિ મેળવી. તે વડે તેણે જિન-વૈચાદિ ઘણાં ધર્મકૃત્ય કર્યા.
નવકારથી થતાં પરલોકના ફળ ઉપર વડની સમળીનું દષ્ટાંત ભરૂચની પાસે આવેલા વનમાં વડના ઝાડ ઉપર બેઠેલી કોઈક સમળીને પારધીએ બાણથી વીંધી નાખી. તેને પાસે રહેલા કોઈક સાધુએ નવકાર સંભળાવ્યો, તેથી તે મરણ પામ્યા પછી સિંહલ દેશના રાજાની માનવંતી પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે તરુણ અવસ્થા પામી તે વખતે એકદા તેને છીંક આવતાં પાસે રહેલા કોઈકે "નમો અરિહંતાણં” એવો ઉચ્ચાર કર્યો, જેથી તે રાજકુમારીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણીએ પોતાના પિતાને કહી પાંચસો વહાણ માલના ભરીને ભરૂચ નગરીની પાસે આવેલા વનમાં, તે જ વડના ઝાડ આગળ (જ્યાં પોતે મરણ પામી હતી ત્યાં જ) આવી અને "સમળીવિહાર ઉદ્ધાર" એવા નામનું શ્રી મુનિસુવ્રતસ્વામીનું મોટું દેવાલય કરાવ્યું. એમ જે પ્રાણી મરણ પામતી વખતે પણ નવકારનું સ્મરણ કરે છે તેને પરલોકમાં પણ સુખની ને ધર્મની પ્રાપ્તિ થાય છે.
ધર્મ-જાગરિકા તે માટે સૂતાં અને ઊઠીને તત્કાળ નવકાર મંત્રનું ધ્યાન કરવું શ્રેયસ્કર છે. વળી ધર્મજાગરિકા કરવી (પાછલી રાત્રે વિચાર કરવો) તે પણ મહા-લાભકારક છે. કહેવું છે કે :
कोहं का मम जाई, किं च कुलं देवया च के गुरुणो। को मह धम्मो के वा, अभिग्गहा का अवत्था मे ||१|| किं मे कडं किच्चं च किं सेसं, किं सक्कणिज्जं न समायरामि ।
किं मे परो पासइ किं च अप्पा, किं वाहं खलिअं न विवज्जयामि ||२|| . હું કોણ છું, મારી કઈ જાત છે? મારું કર્યું કુળ છે? મારા દેવ કોણ છે? ગુરુ કોણ છે? મારો ધર્મ કયો છે? મારો અભિગ્રહ કયો? મારી અવસ્થા શું છે? શું મેં મારું કર્તવ્ય કર્યું કે નહીં? કાંઈ ન કરવા યોગ્ય કર્યું કે શું? મારે કાંઈ કર્તવ્ય કરવાનું બાકી રહ્યું છે કે શું? કરવાની શક્તિ છતાં પ્રમાદથી હું કરતો નથી શું? અન્ય જન મારું સારું કે ખરાબ શું જુએ છે? અને હું પોતાનું સારું-ખરાબ શું જોઉં છું? મારામાં રહેલો હું કયો દોષ છોડતો નથી ?