________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૮૭
કરે તો નિયમનો ભંગ થાય છે. કોઈ સમયે પાપકર્મનાં વિશે જાણતાં નિયમનો ભંગ થાય, તો પણ ધર્માર્થી જીવે આગળ નિયમ અવશ્ય પાળવો.
પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથિએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધો હોય, તેને કોઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાન્તિ વિગેરે થવાથી, જો સચિત્ત જલપાન, તાંબૂલ-ભક્ષણ, કાંઈક ભોજન વગેરે થાય અને પછી તપસ્યાનો દિવસ જણાય, તો મુખમાં કોળીયો હોય તે ગળી જવો નહિ પણ તે કાઢી નાંખીને, પ્રાસુક, જળથી મુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જો કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું ભોજન થયું હોય તો બીજે દિવસે દંડનિમિત્તે તપસ્યા કરવી અને સમાપ્તિના અવસરે તે તપ વર્ધમાન (જટલા દિવસ પડયા હોય તેટલા વધારે કરીને) કરવું, એમ કરે તો અતિચાર માત્ર લાગે પણ નિયમનો ભંગ થાય નહીં. આજે તપસ્યાનો દિવસ છે, એમ જાણવા છતાં જો એક પણ દાણો ગળી લેવામાં આવે તો નિયમભંગ થવાથી નરકગતિનું કારણ થાય છે. આજે તપસ્યાનો દિવસ છે કે નહીં? અથવા એ વસ્તુ લેવાય કે નહીં ? એવો મનમાં સંશય આવે અને એ વસ્તુ લે તો નિયમભંગાદિ દોષ લાગે.
ઘણો મંદવાડ, ભૂત-પિશાચાદિકના ઉપદ્રવ થવાથી થયેલું પરવશપણું અને સર્પદંશાદિકથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તો પણ ચોથા આગારનો ઉચ્ચાર કર્યો છે તેથી નિયમનો ભંગ થાય નહિ. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું. જો નિયમનો ભંગ થાય તો મોટો દોષ લાગે છે માટે થોડો નિયમ લઈને તે બરાબર પાળવામાં જ ઘણો ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ, માટે જ પચ્ચખાણમાં આગાર રાખેલા છે.
જો કે કમલશ્રેષ્ઠીએ સમીપમાં રહેલા કુંભારના માથાની ટાલ જોયા વિના ભોજન ન કરવું એવો નિયમ, માત્ર કૌતુકથી જ લીધો હતો, તો પણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ અને તેથી નિયમ સફળ થયો. જો પુણ્યને અર્થે નિયમ લે તો તેનું કેટલું ફળ કહેવું? કહ્યું છે કે પુણ્યની ઈચ્છા કરનાર પુરુ જે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરવો. તે ગમે તેટલો નાનો હોય તો પણ કમલશ્રેષ્ઠીની માફક ઘણાં લાભને માટે થાય છે. પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેષ્ઠીનું દષ્ટાંત આગળ કહીશું.
નિયમ લેવાનો વિધિ પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મ સત્ય કરી માનવો, દરરોજ યથાશક્તિ ત્રણ વાર કે બે વાર એક વાર જિનપૂજા કે જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવાં કે આઠે થોયે કે ચારે થોથે ચૈત્યવંદન કરવા વિગેરેનો નિયમ લેવો. એવી રીતે કરીને જો ગુરુની જોગવાઈ હોય તો તેમને વૃદ્ધવંદન લઘુવંદનથી વાંદવા અને ગુરુની જોગવાઈ ન હોય તો પણ પોતાના ધર્માચાર્ય (જેનાથી ધર્મનો બોધ થયેલો હોય તેને) તેમનું નામ દઈ દરરોજ વંદન કરવાનો નિયમ રાખવો. ચોમાસામાં, પાંચ પર્વણીમાં અષ્ટપ્રકારી પૂજા અથવા સ્નાત્રપૂજા કરવાનો; માવજીવદર વર્ષે નવું અન્ન આવે તેનું નૈવેદ્ય કરી પ્રભુ આગળ ધરી • ગુરુનો વંદનવિધિ આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે.