________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પૂર્વનાં બાંધેલાં ઘણાં પાપને શ્રવે (ઓછાં કરે), અને વ્રત પચ્ચકખાણથી નિરંતર પરિવર્યો જ (વીંટાએલો જ) રહે તે શ્રાવક કહેવાય છે.
सम्मत्तदंसणाइ, पइदीअहं जइजणा सुणेइ अ |
सामायारि परमं, जो खलु तं सावगं बिति ||२|| . સમ્યક્ત્વાદિવાળો અને પ્રતિદિન સાધુજનોની સામાચારી સાંભળનારો ભાવ-શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् ।
कृन्तत्यपुण्यानि सुसाधुसेवनादतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ||३|| નવ તત્ત્વના ચિંતવનથી શ્રદ્ધાને પાકી કરે, આત્મ-સ્વરૂપનું ચિંતવન કરે, પાત્રમાં નિરંતર ધન વાપરે, સુ-સાધુની સેવા કરી પાપને નષ્ટ કરે, (એટલું આચરણ કરે) તેને પણ શ્રાવક કહેવાય છે.
श्रद्धालुतां श्राति शृणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् ।
कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ||४|| શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણો શ્રાવક કહે છે.
ધર્મમાં સારી રીતે શ્રદ્ધા એ શ્રાદ્ધ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે. અને તે પણ ભાવ શ્રાવકની અપેક્ષાએ છે તેથી જ અહીં ભાવ-શ્રાવકનો અધિકાર છે તેમ કહ્યું છે.
એવી રીતે "શ્રાવકનું સ્વરૂપ જણાવ્યા પછી દિન-કૃત્યાદિ છ કૃત્યમાંથી પ્રથમ દિન-કૃત્ય કહે છે. नवकारेण विबुद्धो, सरेई सो सकुल-धम्म-निअमाई । पडिक्कमिअ सुई पूईअ, गिहे जिणं कुणइ संवरणं ||५||
नवकारेण विबुद्धः स्मरति स स्वकुलधर्म-नियमादीन् ।
प्रतिक्रम्य शुचिः पूजयित्वा गृहे जिनं करोति संवरणम् ||५| 'નમો અરિહંતાણં' ઈત્યાદિ પદોથી જાગ્રત થયેલો શ્રાવક પોતાના કુળને યોગ્ય ધર્મકૃત્ય નિયમાદિક યાદ કરે. અહીંયાં એમ સમજવું કે-પ્રથમથી જ શ્રાવકે સ્વલ્પ નિદ્રાવંત થઈને રહેવું જોઈએ. પાછલી એક પહોર રાત્રિ રહે ત્યારે અથવા સવાર થતાં પહેલાં ઉઠવું. એમ કરવાથી આ લોકમાં યશ, કીર્તિ, બુદ્ધિ, શરીર, ધન, વ્યાપારાદિકનો અને પારલૌકિક ધર્મકૃત્ય, વ્રત, પચ્ચખાણ, નિયમ પ્રમુખનો દેખીતો જ લાભ થાય છે. જો તેમ ન કરે તો ઉપરોક્ત લાભની હાનિ થાય છે.
લૌકિક શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે :