________________
પ્રથમ દિનકૃત્યપ્રકાશ
૩૩
એક દિવસ સોમશેઠ પોતાની સોમશ્રી સ્ત્રીને સાથે લઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા, તે વખતે સુરકાંત રાજા પણ દૈવયોગથી ત્યાં આવી ચઢયો, તે સોમશ્રીને દેખીને તત્કાળ રાગરૂપ સમુદ્રમાં તણાવા લાગ્યો, જેથી તે જ વખતે તેણીને બળાત્કારથી તે પોતાના અંતઃપુરમાં લઈ ગયો. કહ્યું છે કે – | "યૌવન, ધન-સંપદા, મોટાઈ, અવિવેકતા, એ એક પણ અનર્થકારક હોય છે, તયારે એ ચારે એકઠાં મળ્યાં હોય તો તે પ્રાણીને શું ન કરાવે? અર્થાત્ મહા અનર્થ કરાવી શકે છે."
રાજ્ય-લક્ષ્મીરૂપ લતાને અન્યાયરૂપ અગ્નિ તો ભસ્મ-કારક જ કહેલો છે. ત્યારે રાજ્યની વૃદ્ધિનો ઈચ્છનાર તો પરસ્ત્રી પર ચાહના પણ કેમ કરે? બીજા કોઈક લોકો અન્યાયમાં પ્રવર્તતા હોય તેઓને અટકાવનાર જ રાજા હોય છે, તેમ છતાં જ્યારે રાજા પોતે જ અન્યાય પ્રવર્તાવે ત્યારે તો ખરેખર મત્સ્યગળાગળ ન્યાયના જેમજ ગણી શકાય. ત્યાર પછી સોમશેઠના કહેવાથી પ્રધાન વિગેરે લોકોએ શાસ્ત્રોક્તિ તેમજ લોકોક્તિથી રાજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ તે અન્યાયથી રાજા તેવા વચનથી તો ઉલટો દુર્વાક્યો (ગાળો) બોલવા લાગ્યો, પરંતુ તે સ્ત્રીને પાછી સમર્પણ કરી નહિ. ખરેખર રાજાનું આવુ દુર્યાયીપણું મહા ખેદ કરવા અને ધિક્કારવા યોગ્ય છે. અરે ! શિખામણ દેનારના ઉપર પણ છેવટ તે (રાજા) સૂર્યના કિરણની માફક અગ્નિનો વરસાદ વરસાવવા લાગ્યો, તે જ વખતે પ્રધાન વગેરે શેઠને કહેવા લાગ્યા કે, "જેમ હસ્તિનો કે સિંહનો કાન ન પકડી શકાય તેમ અન્યાયી રાજાને પણ કાંઈ સમજાવી શકવાનો ઉપાય નથી. ચીભડાં સાચવવાને માટે જે વાડ કરવામાં આવે છે, તે જ વાડ ચીભડાં ખાય તો પછી તેનો (ચીભડાં) કેવી રીતે બચાવ કરી શકાય? લોકમાં પણ કહે છે કે -
"માતા જ પોતે પુત્રને વિષ આપે, પિતા જ પુત્રને વેચે અને રાજા સર્વસ્વ લૂંટી લે, ત્યારે કયાં પોકાર કરવો !
શ્રેષ્ઠી-મુખ્ય સોમશેઠ ઉદાસ થઈને પોતાના પુત્રની પાસે આવીને કહેવા લાગ્યો કે, ખરેખર આપણું દુર્ભાગ્ય કે જેથી મોટી વિટંબના આવી પડી છે. કહ્યું છે કે –
सह्यन्ते प्राणिभिर्बाढं, पितृमातृपराभवः ।
भार्यापराभवं सोढुं तिर्यंचोऽपि न हि क्षमाः ||४|| - "પ્રાણીઓ પોતાના માતા-પિતાના પરાભવ પ્રમુખમાં ઘણાં દુઃખોને સહન કરી શકે છે, પરંતુ તિર્યંચ સરખા પણ પોતાની સ્ત્રીનો પરાભવ ખમી શકતા નથી, તો પછી પુરુષ પોતાની સ્ત્રીનો પરાભવ કેમ સહી શકે ?”
હરકોઈ પ્રકારે એ રાજાને શિક્ષા કરીને પણ સોમશ્રીને પાછી મેળવવી જોઈએ અને તેનો ઉપાય માત્ર એટલો જ છે કે, તેમાં કેટલાક દ્રવ્યનો વ્યય થશે. આપણ પાસે છ લાખ દ્રવ્ય છે, તેમાંથી સાડાપાંચ લાખ દ્રવ્ય લઈ હું કયાંક દૂર જઈ કોઈ અતિશય પરાક્રમી (બળવંત) રાજાની સેવા કરી તે રાજાના બળની સહાયતાથી તારી માતાને જરૂર પાછી છોડાવી લાવીશ. • મત્સ્યગળાગળ ન્યાય-પાણીમાં રહેનારા મત્સાદિ જીવો (જલચરો) જેમ એક-બીજા પોતાની જાતિના જ પોતાનાથી નાના જીવો (ખાધેલા જીવો)ને ખાઈ (ગળી) જાય છે.